બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / The Ministry of External Affairs is serious about the assault in Gujarat University

દિલ્હી / ગુજરાત યુનિવર્સિટી મારપીટ કેસમાં વિદેશ મંત્રાલય પણ એક્શનમાં, જણાવી સંપર્કવાળી માહિતી

Dinesh

Last Updated: 07:34 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat University news: વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે, એક વિદ્યાર્થીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને મંત્રાલય આ મામલે ગુજરાત સરકાર સાથે સતત સંપર્કમાં છે

ગુજરાત યુનિવર્સિટીમાં મોડી રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારપીટ અને તોડફોડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે અમદાવાદ પોલીસે જણાવ્યું હતું કે, ગત રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ પચીસ અજાણ્યા લોકો ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવ્યા હતા અને કેમ્પસમાં નમાઝ અદા કરી રહેલા વિદ્યાર્થીઓની પૂછપરછ કરી હતી. ત્યારબાદ આ ઘટના બની હતી.

વિદેશ મંત્રાલયે નોંધ લીધી
વિદેશ મંત્રાલયે પણ આ મામલાની નોંધ લીધી છે. જણાવીએ કે, આ ઘટનામાં બે વિદેશી વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે, એક વિદ્યાર્થીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને મંત્રાલય આ મામલે ગુજરાત સરકાર સાથે સતત સંપર્કમાં છે.

પોલીસ કમિશનર જીએસ મલિકનું નિવેદન
અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકનું કહેવું છે કે, હાલમાં ડીસીપી સ્તરે અને ક્રાઈમ બ્રાન્ચની ચાર ટીમો આ કેસની તપાસ કરી રહી છે. એક આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે અને તેની ધરપકડ સાથે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ શું કહ્યું ?
યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તાનું નિવેદન સામે આવ્યું હતું.  નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે બનાવ બન્યો હતો. જેમાં એ બ્લોકમાં 75 વિદેશી વિદ્યાર્થીઓ રહે છે. વિદેશી વિદ્યાર્થીઓ કંપાઉન્ડમાં મુસ્લિમ સ્ટુડન્ટ નમાઝ પઢતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. જેમાં બહારથી 25 વિદ્યાર્થીઓ આવ્યા અને વિવાદ શરૂ થયો હતો. આ સમગ્ર મામલાની યુનિવર્સિટી દ્વારા પણ ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. અહીંના કે બહારના વિદ્યાર્થી હતા તે બાબતે તપાસ કરાશે. તેમજ મારામારીનું મૂળ કારણ નમાઝનું નથી અલગ જ કારણ છે.  જાહેરમાં નમાઝ ન થઈ શકે અહીં પણ એવું જ છે. સેન્સેટિવ મુદ્દો છે. તપાસ ચાલુ છ. કારણ શોધીશું. ઈન્ટરનેશનલ ગાઈડ લાઈન પ્રમાણે હોસ્ટેલનાં નિયમ છે. 

જાણો શું કહી રહ્યા છે વિદેશી વિદ્યાર્થીઓ ? 
વિદેશી વિદ્યાર્થીઓનો દાવો છે કે, બહારથી કેટલાક લોકો અચાનક તેમની હોસ્ટેલ બિલ્ડિંગમાં ઘૂસી ગયા અને જય શ્રી રામના નારા લગાવવા લાગ્યા. તેમણે એમ પણ કહ્યું કે, તે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં નમાઝ પઢવાની મંજૂરી નથી. આના પર બંને જૂથો વચ્ચે ઝઘડો થયો અને પછી મારામારી શરૂ થઈ. 

રાજ્યના ગૃહ મંત્રાલય નોંધ લીધી હતી
ગૃહ રાજ્ય મંત્રીએ હાઇલેવલ બેઠક બોલાવી કડક કાર્યવાહી કરવા સૂચન કરાયા. જે સૂચન મળતા પોલીસ કમિશનર ખુદ હોસ્ટેલ સ્થળ પર પહોંચ્યા અને ઘટનાની વિગત મેળવી. જેમની સાથે ક્રાઇમ બ્રાન્ચ. સાયબર ક્રાઇમ. યુનિવર્સીટીના કુલપતિ પણ હાજર હતા. જ્યાં પંચનામું કરી કાર્યવાહી હાથ ધરાઈ. જ્યાં હાજર પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચના jcp ની હેઠળ ની ક્રાઇમ બ્રાન્ચની 4 ટિમ અને સ્થાનિક dcp હેઠળ 5 ટિમ એમ 9 ટિમ બનાવી તપાસ શરૂ કરાઇ. જે ઘટનામાં 2 વિદ્યાર્થી હોસ્પિટલમાં દાખલ હોવાનું જણાવી. સમગ્ર ઘટનામાં એક વ્યક્તિની ઓળખ થઈ છે અને પકડી લેવાશે તેની ખાતરી આપી. તો ઘટનાને લઈને યુનિવર્સીટીના કુલપતિએ તેઓએ જ જગ્યા આપી હોવાની વાત કરી હતી. તો ઘટનાને લઈને સ્થળ પર જશ ખાટવા આવેલ ધારાસભ્ય કૌશિક જૈન એ કડક કાર્યવાહી કરવા ખાતરી આપી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ