બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / The majority of Kamal in the panchayat also has the presidency of the Congress! Know the interesting reason

પક્ષપલ્ટો / વિસનગર કોંગ્રેસમાં ભંગાણઃ પંજો છોડી ત્રણ સભ્યોએ કર્યા કેસરીયા, તાલુકા પંચાયત છીનવાય તે પહેલા જ ભાજપનો મોટો ખેલ

Vishal Khamar

Last Updated: 07:29 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ એવી વિસનગર તાલુકા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપે બાજી મારી લીધી છે. ત્યારે ભાજપ પાસે એસસી ઉમેદવાર ન હોઈ કોંગ્રેસનાં ઉમેદવારને પ્રમુખ તરીકે તક આપવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પરંતું કોંગ્રેસનાં ઉમેદવાર દ્વારા પક્ષ પલ્ટો કરતા હવે વિસનગર તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા જાળવી રાખશે.

  • વિસનગર તાલુકા પંચાયતના કોંગ્રેસના 3 સભ્ય ભાજપમાં જોડાયા
  • ભાજપ પાસેથી પ્રમુખ પદ છીનવાય તે પહેલા ખેલ પાડ્યો
  • પુષ્પાબેન વણકર, ભરત ચૌધરી અને રણજીતસિંહ ઠાકોર ભાજપમાં જોડાયા 
  • માત્ર એક SC સભ્ય હોવાથી કોંગ્રેસને મળવાનું હતુ પ્રમુખ પદ

ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ એવી વિસનગર તાલુકા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપે બાજી મારી લીધી છે. ત્યારે ભાજપ પાસે એસસી ઉમેદવાર ન હોઈ કોંગ્રેસનાં ઉમેદવારને પ્રમુખ તરીકે તક આપવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પરંતું કોંગ્રેસનાં ઉમેદવાર દ્વારા પક્ષ પલ્ટો કરતા હવે વિસનગર તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા જાળવી રાખશે. કોંગ્રેસનાં પુષ્પાબેન વણકર, ભરત ચૌધરી અને રણજીતસિંહ ઠાકોર ભાજપમાં જોડાયા. કોંગ્રેસના એક માત્ર SC સભ્ય પુષ્પાબેન વણકર પણ ભાજપમાં જોડાઈ જતા હવે વિસનગર તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી રાખે તેવી શક્યતાઓ છે. 

તાલુકા પંચાયતમાં 24 માંથી 17 સભ્યો ભાજપનાં
વિસનગર તાલુકા પંચાયતમાં કુલ 24 સભ્યો છે. જેમાંથી 17 સભ્યો ભાજપનાં, 6 સભ્યો કોંગ્રેસનાં તેમજ 1 આમ આદમી પાર્ટીનો છે. હવે અઢી વર્ષ માટેની ટર્મમાં પ્રમુખ તરીકે એસસી મહિલા માટે અનામત છે. ભાજપ પાસે 17 સભ્યો છે. હવે ભાજપ પાસે એસસી મહિલા સભ્ય છે. ત્યારે આજે કોંગ્રેસનાં પુદગામ બેઠક પરથી ચૂંટાયેલા પુષ્પાબેન વણકરે પક્ષ પલ્ટો કર્યો છે. હવે તેઓ વિસનગર તાલુકા પંચાયતનાં પ્રમુખ બની શકે છે. 

શુક્રવારે જ ઋષિકેશ પટેલે કોંગ્રેસનાં ઉમેદવાર ભાજપમાં જોડાઈ જશે તેમ કહ્યું હતું
મહેસાણા જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે શુક્રવારે તાલુકા- જીલ્લા પંચાયત અને  ચાર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી અંગે જિલ્લાના ધારાસભ્યો સાથે ચર્ચા કરવા આવી હતી. જ્યાં વિસનગરનાં ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે હું કોંગ્રેસનાં ઉમેદવારનાં સંપર્કમાં જ છું. તેમજ થોડા સમયમાં તેઓ ભાજપમાં જોડાઈ જશે. ત્યારે આજે વિધિવત રીતે કોંગ્રેસનાં એકમાત્ર SC ઉમેદવાર પુષ્પાબેન વણકર સહિત ત્રણ લોકો ભાજપમાં જોડાઈ ગયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ