બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / The Gujarat High Court hit the insurance company while hearing the petition of a woman from Bhavnagar

સુનાવણી / દીકરી ભલે પરિણીત હોય પરંતુ પિતાને આશ્રિત હોવાથી વળતર મેળવવા હકદાર, હાઇકોર્ટની વીમા કંપનીને ટકોર

Malay

Last Updated: 10:20 AM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે વીમા કંપનીને ટકોર કરી હતી કે, પિતા અને દીકરીનો સંબંધ લોહીનો કહેવાય. દીકરી ભલે પરિણીત હોય પરતું તેના પિતાને આશ્રિત હોવાથી તે વળતર મેળવવા હકદાર છે.

 

  • ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને ટકોર કરી
  • પિતા અને દીકરીનો સંબંધ લોહીનો કહેવાયઃ HC
  • પરિણીત દીકરીને અપરિણીત દીકરીની સમાન મળવું જોઈએ વળતર

ભાવનગરની એક મહિલાની અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને ટકોર કરી હતી કે, પરિણીત દીકરી પિતા પર આશ્રિત હોય તો તેમને અપરિણીત દીકરીની સમાન જ વળતર મળવું જઈએ. આ અંગે વીમા કંપનીએ જવાબ રજૂ કરવા સમય માગ્યો હોવાથી હવે આ મામલે સુનાવણી 20 ફેબ્રુઆરીએ થશે.

ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો 
ભાવનગરના શોભના પરમારના પિતાનું અકસ્માતમાં મોત થયું હતું. જેથી પિતા પર આશ્રિત દીકરી શોભના પરમારે વીમા કંપની પાસે વળતર મેળવવા દાવો કર્યો હતો. જોકે, વીમા કંપનીએ એવું કહીને દાવો ફગાવી દીધો હતો કે પરણેલી દીકરી વળતર મેળવવા માટે હકદાર નથી. જેથી શોભનાબેને આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. 

અંગ્રેજીના બદલે ગુજરાતી ભાષામાં ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી કરવા PM મોદીને  પત્ર | Letter to PM Modi to conduct Gujarat High Court proceedings in  Gujarati language instead of English |

અરજદારે હાઈકોર્ટમાં કરી હતી રજૂઆત
તેમણે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, તેમના પતિએ તેમને તરછોડીને બીજે લગ્ન કરી લીધા હતા. જેથી તેઓ તેમના પિતાના ઘરે આવી ગયા હતા અને વર્ષોથી પિતાને આશ્રિત રહેતા હતા. આ બનાવ વખતે તેઓ પિતાને આશ્રિત હોવાથી તેઓ વળતર મેળવવા હકદાર છે. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે, કેનેડામાં રહેતા મારા ભાઈને વળતર મળે તો મને શા માટે નહીં? તો વીમા કંપનીએ એવી દલીલ કરી હતી કે, બંન્ને દીકરીઓ પરિણીત હોવાથી વળતર મેળવવા હકદાર નથી. 

જસ્ટિસ ગીતા ગોપીએ કરી ટકોર
અરજદારની રજૂઆત પર હાઈકોર્ટના જસ્ટિસ ગીતા ગોપીએ વીમા કંપનીને એવી ટકોર કરી હતી કે, પિતા અને દીકરીનો સંબંધ લોહીનો કહેવાય. આ કેસમાં દીકરી ભલે પરિણીત હોય પરતું તેના પિતાને આશ્રિત હોવાથી તે વળતર મેળવવા હકદાર છે. પરિણીત દીકરી આશ્રિત હોય તો તેમને અપરિણીત દીકરીની જેમ જ વળતર મળવું જોઈએ. 

પરણેલી સ્ત્રીઓ માટે કાયદો ઘણો ક્રુરઃ હાઈકોર્ટ
હાઈકોર્ટ ટકોર કરતા કહ્યું હતું કે, પરણેલી સ્ત્રીઓ માટે કાયદો ઘણો ક્રુર છે. પરિણીત દીકરીને કાયદામાં ઘણો અન્યાય થઇ રહ્યો છે.  અનેક કિસ્સામાં સાસુને, ભત્રીજીને મિલકતમાં હક મળે છે તો પરણેલી દીકરીને કેમ નહી? આ કેવી રીતે ચલાવી લેવાય? પરણેલી દીકરીને પિતા પાસે ન મળે તો એ કયા જાય? આ અન્યાયી છે. પરિણીત દીકરી કમાતી હોય તેમ છતા તેમને વળતર મળે. જ્યારે પરિણીત દીકરીઓ ન કમાતી હોય તેમ છતાં તેમને વળતર ન મળે. આ કેવી સમજ છે? આ અંગે વીમા કંપનીએ જવાબ રજૂ કરવા સમય માગ્યો છે. જેની સુનાવણી 20 ફેબ્રુઆરીએ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ