બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The former Patidar Sarpanch was taken to the farm and settled. After 6 months, the case was resolved.

અપરાધ / ખેતરમાં લઈ જઈ માજી પાટીદાર સરપંચને પતાવી દીધાં, 6 મહિના બાદ કેસ ઉકેલાયો પગ નીચેથી જમીન ખસી ગઈ

Nirav

Last Updated: 06:43 PM, 15 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"પતિ પત્ની અને વો" નો અંજામ મોટેભાગે કરુણતા અને અપરાધથી ભરેલો આવતો હોય છે, અને પરિણામ હત્યા થાય એવા કિસ્સા પણ બનતા આવ્યા છે.જેમા હત્યાનો તખ્તો ઘડવો પણ આધુનિક થઈ ગયો હોય એમ ટીવી ચેનલ માં આવતી ક્રાઈમ સિરિયલોમાં થાય તેવી હત્યાનો કરુણ અંજામ પ્રેમિકાના પ્રેમીનો આવ્યો છે.

  • નવસારીના ચીખલી તાલુકાના બામણવાડા ગામી બન્યો હતો હત્યાનો બનાવ 
  • બામણવાડા ગામના માજી સરપંચ 3 માર્ચે કરાઇ હતી ઘાતકી હત્યા 
  • આ કેસમાં પતિ અને પત્નીએ અન્ય સાથીઓ સાથે મળીને પ્રેમીને ઉતાર્યો હતો મોતને ઘાટ 

3 માર્ચના દિવસે આ ઘટના બની હતી, જ્યારે કે લોકડાઉન પણ લાદવામાં આવ્યું નહોતું નાના એવા ચીખલી તાલુકાના બામણવાડા ગામના માજી સરપંચની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી.જેનથી ગામમાં હડકંપ મચી ગયો હતો. 

LCB કરી રહી છે સમગ્ર કેસની તપાસ 

નિલેશ છનાભાઈ પટેલની હત્યા કરાયેલી લાશ શેરડીના ખેતરમાં મળી આવતા પોલીસ તપાસ શરૂ થઈ અને પોલીસ માટે ગુનો ઉકેલવો એક ગુત્થી બની ગઈ હતી. આ હત્યાનો ભેદ 
ઉકેલવા માટે પોલીસે ચારો તરફ પોતાના નેટવર્કની જાળ બિછાવી દીધી સમગ્ર કેસની તપાસ ચીખલી પોલીસ પાસેથી LCB ને સોંપવામાં આવી જેના બાદએક પછી એક કડી ઓ જોડાતી ગઈ અને 6 મહિના બાદ આ કેસમાં પોલીસને આખરે સફળતા મળી હતી.  

આ કેસમાં પોલીસ દ્વારા ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 3 પુરુષો અને એક મહિલા છે જેમણે મળીને નિલેશ પટેલની હત્યા કરી હતી અને લાશને ખેતરમાં ફેંકી દીધી હતી.  

મૃતક માજી સરપંચ 

કોણ છે હત્યારા અને શ માટે કર્યું તેમણે આવું કૃત્ય? 

હત્યા અંગે તમામ ફેકટરો તપસ્યા બાદ જાણવા મળ્યું હતું કે મરનારના પ્રેમ સંબંધ એક વિવાહિત સ્ત્રી સાથે અને પતિના મિત્ર સાથે બંધાયા હતા જેમાં અવાર નવાર મિત્રની પત્ની સાથે મળવાનું થતા આંખ મીચોલી થઈ ગઈ અને પ્રેમના ફૂલો ખીલી ઉઠ્યા હતા. 

પરંતુ તેમના પ્રેમની જાણ પતિ ચિન્મયને થઈ અને લગ્નજીવનમાં તિરાડ પડતાં પતિએ પત્નીને કહ્યું કે તારે મારી સાથે રહેવું છે કે પછી તારા પ્રેમી સાથે? જો કે પત્નીએ આખરે પતિ સાથે રહેવાની હામી ભરતા પતિએ પ્રેમીને જાનથી મારી નાખવાની વાત કરી હતી અને આખરે આ પ્લાન ઘડાયો હતો

આરોપી પતિ  

પ્રેમીની હત્યા માટે તેણે બોલાવવામાં આવ્યો 

ચીખલી તાલુકાના સાદકપોર ગામના ગોલવાડના માર્ગ પાસે આવેલ બ્રહ્મદેવના મંદિર પાછળ પ્રેમિકા  ધર્મીષ્ઠા  તેના પ્રેમી નિલેશને લઈને આવી અને અહી હત્યા માટે તૈયાર સહ આરોપીની મદદ લઈને ધર્મીષ્ઠાના પતિ ચિન્મય કુમાર પટેલ સહિત અન્ય દીપેશ હળપતી અને મનોજભાઈ હળપતીએ કુહાડી લોખડનો સળીયો અને લાકડાના ફાટકાઓ માથામાં મારીને પ્રેમીના રામ રમાડી દીધા.

હત્યા પહેલા લગાવી હતી સેલોટેપ 

હત્યા કરવા પેહલા આરોપીઓએ સેલો ટેપ હાથમાં લગાવી જેથી હાથના નિશાન હથિયાર પર ન આવે અને તમામ પુરાવા ઓને સળગાવીને નાબૂદ કર્યા હતા. આરોપીએ હત્યાનો પ્લાન ટીવી સિરીયલમાંથી જોઇને ઘડયો હતો.

આરોપી પત્ની 

જો કે આરોપીઓએ તમામ છળકીઓ વાપરી હતી, પરંતુ દારૂના નશામાં બે લોકોએ મોઢું ખોલી નાખતા પોલીસના બાતમીદારો સુધી આ વાતની જાણ પહોંચી હતી. આ કેસમાં મનોજ અને દિપેશ નામના આરોપી મજૂર છે અને લગ્નમાં પૈસાની લાલચમાં આવતા તેમણે માહિતી ઊકલી દીધી હતી જેથી કરીને આરોપીઓને પાંજરે પૂરી શકાયા છે. 

પોલીસ આ સમગ્ર ઘટનાક્રમમાં ઘણી જ હોશિયાર સાબિત થઈ છે, તેમણે આ હત્યાના કેસમાં તમામ હિસ્ટ્રી જોઈ હતી જેમાં પ્રેમ પ્રસંગનો એંગલ આવતા તે દિશામાં તપાસ શરૂ કરી હતી. આરોપી ચિન્મય માટે તેમણે ફિલ્ડિંગ ગોઠવી હતી અને તેના સર્કલમાં પોલીસનો એક માણસ સામેલ થયો હતો. આરોપી પોતે દારૂનો શોખીન હોવાથી અવાર નવાર પાર્ટીઓ કરતો હતો જેમાં એક દિવસ નશામાં તેણે માહિતી ઊકલી દીધી હતી જે બાદ હાલ આરોપીઓ પોલીસના પાંજરે પૂરાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ