બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The dispute over the appointment of Bhattji Maharaj of Ambaji Temple reached the High Court
Malay
Last Updated: 08:44 AM, 21 December 2022
ADVERTISEMENT
વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજની નિમણૂકને લઈને વિવાદ સર્જાયો છે. આ વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. દેવીપ્રસાદ કાંતિલાલ ઠાકરે હાઈકોર્ટમાં અરજી કરીને કાયદેસરની નિમણૂકમાં ઠાકર પરિવારને વારસો આપવાની માંગ કરી છે. અરજીમાં વારસાગત પરંપરા મુજબ અધિકાર લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં રજૂઆત કરાઈ છે કે વારસાગત પૂજા જે પરિવાર સંભાળે છે તેમને જ આ પૂજા કરવા દેવી જોઇએ. આ મામલે હાઈકોર્ટમાં 12મી જાન્યુઆરીએ સુનાવણી થશે.
કોર્ટે પાઠવી નોટિસ
હાઇકોર્ટે ટકોર કરી છેઠે કે, જ્યાં સુધી કોર્ટ આખરી નિર્ણય પર ન આવે ત્યાં સુધી વારસાગત પૂજાને અટકાવી શકાશે નહી. કોર્ટે કલેક્ટર, પરંપરાગત પૂજારી પરિવારને અને સરકારને નોટિસ પાઠવી છે.
ADVERTISEMENT
ભાઈઓ વચ્ચેના વિવાદને લઈ હાઈકોર્ટમાં અરજી
સરકારે અંબાજી મંદિરમાં પૂજા અંગે ટ્રસ્ટના બનાવેલા નવા નિયમો મુજબ મંદિરની સેવા પૂજાનો અધિકાર સરકારે કાંતિલાલ ઠાકરને આપ્યો હતો. વર્ષ 1984માં કાંતિલાલ ઠાકરનું અવસાન થતાં તેમના વીલ મુજબ તેમના બે પુત્રો મહેન્દ્રકુમાર ઠાકર અને દેવીપ્રસાદ ઠાકર પૈકી મોટા પુત્ર મહેન્દ્ર કુમારે પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
કાયદેસરની નિમણૂકમાં ઠાકર પરિવારને વારસો આપવા કોર્ટમાં માંગ
જોકે, મહેન્દ્ર કુમારનું થોડા સમય પહેલા નિધન થતાં તેમના બે દીકરાઓએ પૂજારી તરીકેનો વહીવટ મેળવવા સરકારમાં અરજી કરી હતી. તો તેમની સામે કાંતિલાલ ઠાકરના નાના દીકરા દેવીપ્રસાદે પણ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.