બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / The death of 3 people when a wall collapsed in Ahmedabad, the family took refuge to escape the rain
Priyakant
Last Updated: 12:29 PM, 14 July 2022
ADVERTISEMENT
અમદાવાદમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. આ તરફ શહેરના ઓગણજ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. વિગતો મુજબ ઓગણજ વિસ્તારમાં વેદાંત કદમ પાછળ દશેશ્રર ફાર્મની દીવાલ પડતા પાંચેક મજૂરો દટાયા હતા. જે બાદમાં દુખદ સમાચાર એ સામે આવ્યા કે, દટાયેલાં મજૂરોમાં થી ત્રણ મજૂરોના મોત થયા છે. આ તરફ હવે બાકીના દટાયેલાં મજૂરોને બહાર કાઢવાની અને 2 ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે ખસેડવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ઓગણજ વિસ્તારમાં દીવાલ પડતા 3 વ્યક્તિના મૃત્યુ
અમદાવાદમાં ગત રવિવારે આવેલા વરસાદે તારાજી સર્જ્યા બાદ હવે આજે વહેલી સવારથી ફરી એક વાર ભારે વરસાદ શરૂ થયો છે. આ તરફ અમદાવાદના ઓગણજ વિસ્તારમાં વેદાંત કદમ પાછળ દશેશ્રર ફાર્મની દીવાલ પડતા પાંચેક મજૂરો દટાયા હતા. જેમાં ભારે શોધખોળ કર્યા બાદ અંદરથી ત્રણ વ્યક્તિ મૃત હાલતમાં મળ્યા હતા. જેને લઈ પરિવાજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ તરફ અન્ય બે ઇજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા.
કરુણાંતિકા: પરિવાર પર પડી મોતની દિવાલ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 14, 2022
અમદાવાદમાં કરુણાંતિકા: વરસાદથી બચવા પરિવારે જે દિવાલનો સહારો લીધો, એ જ દિવાલ પરિવારના 3 લોકોને ભરખી ગઈ#Ahmedabad pic.twitter.com/Z86Oa8y0Pw
વરસાદથી બચવા માટે દિવાલ નીચે બેઠા અને મોત મળ્યું
ઓગણજ વિસ્તારમાં આજે સવારથી જ ભારે વરસાદ ચાલુ હતો. જેથી એક પરિવારના 5 વ્યક્તિઓ વરસાદથી બચવા વેદાંત કદમ પાછળ દશેશ્રર ફાર્મની દીવાલ પાસે ઊભા હતા. જોકે " ન જાન્યુ જનકીનાથે કાલ શું થવાનું હતું ......." એ પંક્તિની જેમ પરિવાર ઊભો હતી તે જ દીવાલ તેમના ઉપર ધરાશાઈ થઈ હતી. જેમાં પાંચેય વ્યક્તિ તેમાં દટાઈ ગયા હતા. જે બાદમાં ભારે શોધખોળને અંતે ત્રણ વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા હતા. અન્ય બે ઇજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા.
અમદાવાદમાં કરુણાંતિકા: વરસાદથી બચવા પરિવારે જે દિવાલનો સહારો લીધો, એ જ દિવાલ પરિવારના 3 લોકોને ભરખી ગઈ#Ahmedabad #VTVcard pic.twitter.com/Lg586LDm1Y
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 14, 2022
અમદાવાદમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય શાળાના આચાર્ય પર છોડાયો
અમદાવાદમાં વરસાદે ફરી એન્ટ્રી લેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આવામાં બાળકોને શાળાએ મોકલવા કે નહીં તે બાબતે DEOએ મોટો નિર્ણય કર્યો છે. DEOએ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય શાળાના આચાર્ય પર છોડાયો છે. ફરી શરૂ થયેલા વરસાદને કારણે DEOએ શાળાઓને સુચના આપી હતી. આ સાથે દરેક શાળાના આચાર્યને વિવેક બુદ્ધિથી નિર્ણય કરવા સુચન આપ્યું હતું.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 164 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 15.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુબિરમાં 9.5 ઈંચ, પારડીમાં 11.44 ઈંચ, ધરમપુરમાં 13.6 ઈંચ, ખેરગામમાં 7.5 ઈંચ , ડભોઈમાં 7 ઈંચ, વાંસદામાં 7 ઈંચ , વાપીમાં 10.4 ઈંચ, નાંદોદમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ, વઘઈમાં 5.5 ઈંચ, કરજણમાં 5.5 ઈંચ, ઉમરગામમાં 8.56 ઈંચ, ડોલવણમાં 5 ઈંચ, ગીર ગઢડામાં 4.5 ઈંચ, સૂત્રાપાડામાં 4.5 ઈંચ, વલસાડમાં 5 ઈંચ, ડેડિયાપાડામાં 4.5 ઈંચ, વિસાવદરમાં 4 ઈંચ વરસાદ નોધાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.