બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / The bowler became emotional remembering his father the bowler became emotional after taking 200 wickets.
મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રાપ્ત કરી 200 વિકેટ
બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે સાથે કરી ખાસ વાતચીત
ઈમોશનલ થઈને ભીની આંખે સંભળાવી સંઘર્ષગાથ
ADVERTISEMENT
ભારતે પ્રથમ ઇનિંગમાં 327 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ ઇનિંગમાં 197 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં 44 રન આપીને 5 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયા બાદ શમીએ 49 ઓવર સુધી ભારતીય બોલિંગ આક્રમણનું નેતૃત્વ કર્યું અને બીજી વખત પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ લીધી. તે દરમિયાન તેણે કાગિસો રબાડાને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં તેની 200 વિકેટ પણ પૂરી કરી હતી. તે ભારત માટે 200 વિકેટ ઝડપનાર ઓવરઓલ 11મો બોલર બન્યો. શમીની મદદથી ભારત ઇનિંગમાં 130 રનની લીડ પ્રાપ્ત કરી શક્યું હતું.
સેન્ચુરિયન ટેસ્ટના ત્રીજા દિવસની રમત બાદ મોહમ્મદ શમીએ BCCI ટીવી પર બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે સાથે ખાસ વાતચીત કરી હતી અને 200 ટેસ્ટ વિકેટ પૂરી કર્યા બાદ તેણે ખાસ રીતે ઉજવણી કરવાનું રહસ્ય ખોલ્યું હતું. 200 વિકેટ પૂરી કર્યા બાદ શમીએ આકાશ તરફ જોઈ હાથ લહેરાવ્યો. તે દ્વારા, તેણે તેના પિતાને યાદ કર્યા, જેનું 2017 માં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. શમીએ તેની 200મી ટેસ્ટ વિકેટ પણ તેના પિતાને સમર્પિત કરી હતી.
પિતા મને સાયકલ પર કોચિંગ માટે લઈ જતા હતાઃ શમી
શમીએ તેના પિતાના સંઘર્ષને યાદ કરતા કહ્યું, “હું આજે જે કંઈ પણ છું, મારા પિતાએ મને બનાવ્યો છે. હું એવા ગામડામાંથી આવું છું જ્યાં વધુ સુવિધાઓ નથી અને આજે પણ રમતગમતને લાગતી ઘણી સુવિધાઓ નથી. તેમ છતાં, મારા પિતા મને કોચિંગ કેમ્પમાં લઈ જવા માટે 30 કિમી સાયકલ ચલાવતા હતા. તેમનો એ સંઘર્ષ મને આજે પણ યાદ છે. તે દિવસોમાં અને તે સંજોગોમાં તેમણે મારી મદદ કરી અને હું હંમેશા તેમનો આભારી રહીશ.
ADVERTISEMENT
5️⃣-wicket haul in testing conditions means a happy bowling coach 🙂
— BCCI (@BCCI) December 28, 2021
A special interview 📽️ between the duo coming up on https://t.co/Z3MPyesSeZ 🙌
Stay Tuned ⌛️#TeamIndia | #SAvIND | @MdShami11 pic.twitter.com/qpwTgyuBHM
ADVERTISEMENT
'મેં 200 વિકેટ લેવાનું સપનું પણ નહોતું જોયું'
શમીએ 200 ટેસ્ટ વિકેટ વિશે કહ્યું, કોઈ ક્યારેય કલ્પના પણ ન કરી શકે કે જ્યારે તમે તમારી છાપ છોડવા માટે સંઘર્ષ કરી રહ્યા હોવ તો ભવિષ્યમાં તમે શું પ્રાપ્ત કરશો? શરૂઆતમાં તમારું સપનું માત્ર ભારત માટે રમવાનું છે અને તમે ટીવી પર રમતા જોયેલા લોકો સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાનું છે. તમારે ફક્ત સખત મહેનત કરવાની હોય છે અને જો તમે મહેનત કરો છો, તો પરિણામ પણ તમારી તરફેણમાં આવવા લાગે છે.
'આ વખતે 5 વિકેટ લેવાની આશા હતી'
ગત વખતે 4 વિકેટ અને આ વખતે 5 વિકેટ, શું આ તમારું મનપસંદ મેદાન છે? પારસ મ્હામ્બરેના આ સવાલ પર શમીએ કહ્યું કે છેલ્લી વખત જ્યારે તે સેન્ચુરિયનમાં હતો ત્યારે તે 5 વિકેટ લેવાથી ચૂકી ગયો હતો. આ વખતે પાંચ અને 200 વિકેટ પૂરી કરવા માટે પ્રયાસ અને શક્યતા બંને હતી. કારણ કે હું યોગ્ય લાઇન અને લેન્થમાં બોલિંગ કરતો હતો. 200 ટેસ્ટ વિકેટની એલીટ ક્લબમાં પ્રવેશ્યા પછી તમે કેવું અનુભવો છો? આ અંગે શમીએ કહ્યું કે હું દેશનું પ્રતિનિધિત્વ કરી શકવા માટે ગર્વ અનુભવી રહ્યો છું. હું આ ખુશીનું વર્ણન કરી શકતો નથી. હું ભવિષ્યમાં પણ વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.