બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Terrible accident in Santalpur, 4 out of 7 people in the car died

અરેરાટી / પાટણમાં ભયંકર અકસ્માત: 4ના મોત, 3 ઘાયલ, ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી પાણીમાં ખાબકી

Priyakant

Last Updated: 10:16 AM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Santalpur Accident Latest News: સાંતલપુરના ફાંગલીથી ચારણકા રોડ પર જંગલી પશુ આડે આવતા કાર પાણીના ખાડામાં પડતા ડૂબી જવાથી 7 લોકોમાંથી 4 લોકોના મોત, 3 ઘાયલ

  • સાંતલપુરમાં અકસ્માતમાં 4 ના નિપજ્યા મોત
  • અકસ્માતમાં ચારના મોત ત્રણ લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા 
  • રસ્તામાં જંગલી પશુ આડે આવતા કાર રોડની સાઇડમાં ઉતરી ગઇ 
  • સ્વિફ્ટ ગાડી પાણીના ખાડામાં પડતા ડૂબી જવાથી નિપજ્યા મોત

Santalpur Accident : પાટણ જિલ્લામાં ફરી એકવાર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સાંતલપુર નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા છે. આ સાથે ત્રણ લોકોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ માર્ગ પર જંગલી પશુ આવી જતા ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. 

પાટણ જિલ્લાના સાંતલપુરના ફાંગલીથી ચારણકા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ એક સ્વિફ્ટ કાર માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે રસ્તામાં જંગલી પશુ આવી જતાં ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો. જેને લઈ ગાડી પાણીના ખાડામાં પડતાં ડૂબી જવાથી 4 લોકોના મોત થયા છે. આ તરફ 7 લોકોમાંથી 4ના મોત તો અન્ય 3 લોકોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેવામાં આવ્યા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ