ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / ટેક મસાલા / Telegramના યુઝરોએ રહેવું સાવચેત, જો ભૂલ કરશો તો થશે મોટું નુક્સાન

ટેક ટીપ્સ / Telegramના યુઝરોએ રહેવું સાવચેત, જો ભૂલ કરશો તો થશે મોટું નુક્સાન

Last Updated: 08:04 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Telegram એક ખૂબ જ પ્રખ્યાત મેસેન્જર એપ છે, તેના દુનિયાભરમાં 900 મિલિયનથી પણ વધારે યુઝર છે, જે હવે 1 બિલિયન પણ થઈ શકે છે. જો તમે Telegramનો ઉપયોગ કરો છો, તો તમે પણ હેકિંગનો શિકાર બની શકો છો.

ADVERTISEMENT

Telegram એપનો ઉપયોગ કરતાં એન્ડ્રોઇડ યુઝર્સને સાવચેત રહેવાની જરૂર છે. સાઈબર સિક્યોરિટી રિસર્ચર ફર્મ ESET દ્વારા ટેલિગ્રામ એપમાં એક એવી ખામી શોધવામાં આવી છે, જેને કારણે એપના યુઝર્સ હેકિંગનો શિકાર બની શકે છે.

કઈ રીતે બનાવે છે શિકાર?

આ રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે, એપમાં Zero-day-expoitના નામનો લૂપ હોલ છે. જે હેકર્સને ખતરનાક ફાઇલ મોકલવાની પરમિશન આપે છે, આ ફાઇલ ટેલિગ્રામના રેગ્યુલર વિડીયોની જેમ ચેટમાં જોવા મળે છે. હેકર્સ આ ફાઈલને EvilVideo કહે છે, જેના દ્વારા ખતરનાક ફાઇલ આપના ફોનમાં મોકલવામાં આવે છે, જે એક 30 સેકંડનો વીડિયો હોય છે. આ વીડિયો ટેલિગ્રામ ગ્રુપ અને પ્રાઇવેટ ચેટમાં મોકલવામાં આવે છે, જ્યારે કોઈ આ વીડિયો રિસીવ કરે છે તો આ વીડિયો આપમેળે ડાઉનલોડ થાય છે. આ વીડિયોમાં રહેલા બગ તમારા ફોનને હેક કરીને માહિતી હેકર્સ સુધી પહોંચાડે છે, જેને કારણે તમારી અંગત માહિતી લીક થઈ શકે છે.

Telegramનું નવું વર્ઝન રિલીઝ

રિપોર્ટ પ્રમાણે આ બગ ટેલિગ્રામના જૂના વર્ઝનમાં છે. ખાસ કરીને તમે ટેલિગ્રામ 10.14.5.થી જૂના વર્ઝનનો ઉપયોગ કરો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂરિયાત છે. હેકર્સ ટેલિગ્રામ એપીઆઈ ઉપયોગ કરી શકે છે, જે એક ડેવલપર ટૂલ છે, જેના દ્વારા ટેલિગ્રામમાં કન્ટેન્ટ ક્રિએટ અને અપડેટ કરી શકાય છે. ટેલિગ્રામમાં મોકલવામાં આવતો EvilVideo ચાલુ કરીને જોઈ શકતો નથી, જેના બદલામાં કોઈ બીજી એપ યુઝ કરવાનું કહે છે જે હકીકતમાં તો હેકર્સની એપ હોય છે. જે તમારા ફોનને હેક કરી શકે છે.

વધુ વાંચો : સૌરાષ્ટ્રમાં પણ મેઘતાંડવ: જૂનાગઢના ઘેડ પંથકમાં વરસાદે સર્જી તારાજી, તો દ્વારકામાં રસ્તાઓ થયા જળમગ્ન, જુઓ photos

સુરક્ષિત રહેવા વહેલી તકે એપને અપડેટ કરો

ટેલિગ્રામ દ્વારા એપની ખામીને દૂર કરવા માટે નવું અપડેટ વર્ઝન 10.14.5 આપવામાં આવ્યું છે. આપમેળે ડાઉનલોડ થઈ જતી ખતરનાક ફાઇલથી બચવા માટે શક્ય હોય તેટલી વહેલી ટેલિગ્રામ એપ અપડેટ કરવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Telegram channel Hacking Telegram Users
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ