બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સૌરાષ્ટ્રમાં પણ મેઘતાંડવ: જૂનાગઢના ઘેડ પંથકમાં વરસાદે સર્જી તારાજી, તો દ્વારકામાં રસ્તાઓ થયા જળમગ્ન, જુઓ photos
6 ફોટો ગેલેરી
Last Updated: 01:54 PM, 24 July 2024
1/6
વરસાદને પગલે દ્વારકા સહિત આસપાસ ના ગામડાઓમાં વરસાદે તારાજી સર્જી છે. જેના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે. નાગેશ્વર ગામ ના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જયા નાગેશ્વર મહાદેવ મંદિર થી દુર દુર સુધી વરસાદી પાણી ભરાયા દેખાય છે. ભારે વરસાદ ને કારણે નાગેશ્વર જતા માર્ગો પર પાણી ફરી વળ્યા છે. તો યાત્રિકો ને નાગેશ્વર મહાદેવ દર્શન કરવા જવુ મુશ્કેલ બન્યુ છે. જયા ભારે વરસાદ થી દુર દુર સુધી પાણી જ પાણી જોવા મળ્યું હતું.
2/6
અમરેલીથી સાવરકુંડલા રોડ પર આવેલા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. બગસરા પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા શેત્રુંજી નદીમાં પુર આવ્યું હતું. અમરેલીની સૌથી મોટી નંદી શેત્રુંજી નદી બે કાંટે વહેતી થઈ હતી. શેત્રુંજી નદીમાં પુર આવતા લોકો જોવા પહોંચ્યા હતા.
3/6
જૂનાગઢ જીલ્લાનો સૌથી મોટો ઓઝત- 2 ડેમ ઓવરફ્લો થયો હતો. નિયમ મુજબની સપાટી જાળવી રાખવા ડેમનાં 6 દરવાજા ખોલાયા હતા. ડેમમાંથી 16 હજાર ક્યુસેક પાણીની જાવક થવા પામી હતી. ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઘેડ પંથકમાં ઘૂસ્યા હતા. નીચાણવાળા વિસ્તારનાં ગામને એલર્ટ કરાયા હતા.
4/6
રાજકોટ જીલ્લાનાં ધોરાજીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોરાજીમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સ્મશાન રોડથી લઈ રામપરા વિસ્તારનાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. સ્મશાન રોડ પર પાણી ભરાતા રામ પરા તરફ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
5/6
અમરેલીનાં વડિયા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પોસ્ટ ઓફીસ રોડ, પીજીવીસીએલ રોડ, સદગુરૂ નગરમાં પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ઢુંઢીયા પીંપળીયા, તોરી, હનુમાન ખીજડિયા ગામે વરસાદ પડ્યો હતો. સાકરોળમાં ભારે વરસાદથી સાકરોળા નદીમાં પૂર આવ્યું હતું.
6/6
વર્તું 2 ડેમના 10 દરવાજા બે ફૂટ ખોલવાના કારણે રાવલ ગામના નીચાણવાળા વિસ્તારોમાં ડેમના પાણી ઘૂસ્યા હતા. રાવલના નીચાણવાળા વિસ્તારોમાં ડેમના પાણી ફરી વળ્યા હતા. હજુ વધારે ડેમના દરવાજા જો ખોલવામાં આવે તો રાવલ માટે વિકટ સ્થિતિ ઊભી થઈ શકે. રાવલ ગામના નાગરિકોને પણ નદીના પટમાંના જવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ