બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / team india cricket players t20 world cup 2021 icc uae tournament virat kohli

સપનુ રોળાયુ / ભારતીય ટીમના આ 4 ખેલાડીઓનું સપનુ તુટ્યુ, ટી-20 વર્લ્ડ કપમાં ન મળ્યું સ્થાન

Premal

Last Updated: 04:25 PM, 1 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી-20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી UAEની ધરતી પર થઇ રહી છે. ICCની આ મેગા ઈવેન્ટમાં ભારતને ખિતાબના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. પસંદગી સમિતિએ આ વખતે નવા ચહેરાની ભારતીય ટીમમાં પસંદગી કરી છે.

  • ટી-20 વર્લ્ડ કપ માટે નવા ચહેરાની ભારતીય ટીમમાં પસંદગી
  • ભારતીય ટીમના આ 4 ખેલાડીઓની થઈ બાદબાકી
  • જાણો કોણ છે આ ખેલાડીઓ, જેણે ટીમ માટે આપ્યો ભોગ

ઘણાં ખેલાડીઓનું નસીબ ખુલી ગયુ છે. તો ઘણાં ખેલાડીઓનું દિલ કાચની જેમ તુટી ગયુ છે. ભારતના આવા 4 ખેલાડીઓ છે, જેને પસંદગી સમિતિએ ભાવ પણ આપ્યો નથી. આવો કરીએ આ 4 ખેલાડીઓ પર નજર...

પૃથ્વી શો

રિષભ પંતની જેમ આક્રમક બેટીંગમાં માહેર ભારતીય ટીમના આક્રમક બેટ્સમેન પૃથ્વી શોને ટી-20 વર્લ્ડ કપ માટે પસંદગી સમિતિએ ભાવ પણ આપ્યો નથી. ટી-20 વર્લ્ડ કપની ટીમમાં પસંદગી સમિતિ પૃથ્વી શોને ઓપનર તરીકે તક આપી શકતી હતી. પૃથ્વી શોની બેટીંગ સારી છે. ભારતીય ક્રિકેટ ટીમમાં પૃથ્વી શોને ઓપનર તરીકે ટી-20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટે મજબુત દાવેદાર માનવામાં આવતા હતા.

પૃથ્વી શોએ ઓસ્ટ્રેલિયા સામે ખરાબ પ્રદર્શન બાદ વિજય હજારે ટ્રોફી અને આઈપીએલમાં સતત સારું પ્રદર્શન કરતા હતા. એક રીતે તેમણે બેબાક બેટીંગથી પોતાનો દાવો મજબુત કરી લીધો હતો. પરંતુ પસંદગી સમિતિએ તેમનું દિલ તોડી નાખ્યું. જરૂરીયાત સમયે  વિરાટ કોહલી પણ રોહિત શર્માની સાથે ઈનિંગની શરૂઆત કરી શકે છે. જેમ કે ભારતીય જમીન પર ઈંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં પૃથ્વી શોએ કર્યુ હતું.

દેવદત્ત પડિક્કલ

આઈપીએલમાં દેવદત્ત પડિક્કલ RCB ટીમ તરફથી વિરાટ કોહલીની સાથે ઈનિંગની શરૂઆત કરે છે. અત્યાર સુધી રમવામાં આવેલી 21 આઈપીએલ મેચોમાં તેમણે 33.40ની સરેરાશ અને 131.75ની સ્ટ્રાઈક રેટથી 668 રન બનાવ્યાં છે. પડિક્કલના નામે 1  સદી અને 5 અર્ધસદી છે. સારા રેકોર્ડ છતાં તેમની ગ્લોબલ ટુર્નામેન્ટમાંથી અવગણના કરવામાં આવી. દેવદત્ત પડિક્કલે આઈપીએલમાં પોતાની બેટીંગનું ધારદાર પ્રદર્શન બતાવ્યું છે. તેમ છતાં ટી-20 વર્લ્ડ કપ 2021ની 15 સભ્યોની ટીમમાં તેમના નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ચેતન સાકરિયા

ટી-20 વર્લ્ડ કપ માટે પસંદગી સમિતિએ ચેતન સાકરિયાનો સમાવેશ કર્યો નથી. ટી-20 વર્લ્ડ કપની ટીમમાં ચેતન સાકરિયાને તક મળી શકે તેમ હતી. ચેતન સાકરિયાની પાસે બોલને બંને બાજુ સ્પિન કરવાની આવડત છે. એવામાં સાકરિયા ટી-20 વર્લ્ડ કપની ટીમમાંથી ભુવનેશ્વર કુમારનું પત્તુ કાપી શકતો હતો. આઈપીએલ 2021માં શાનદાર પ્રદર્શન બાદ ચેતન સાકરિયાને ભારતીય ટીમમાં સ્થાન મળ્યુ હતુ. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે રમનારા ઝડપી બોલર ચેતન સાકરિયાને તેના પિતાએ રીક્ષા ચલાવી ખેલાડી બનાવ્યો હતો.

મોહમ્મદ સિરાઝ

પસંદગીકારોએ ટી-20 ફોર્મેટમાં ખતરનાક ઝડપી બોલર તરીકે ઓળખાતા મોહમ્મદ સિરાઝને ટી-20 વર્લ્ડ કપની ટીમમાંથી ડ્રોપ કરી દીધો છે. મોહમ્મદ સિરાઝ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના સૌથી નજીકના ખેલાડીઓમાંથી એક મનાય છે. RCBમાં બંને સાથે રમે છે, તો તેમની વચ્ચે સારી બોન્ડિંગ છે. છેલ્લાં ઘણાં સમયથી મોહમ્મદ સિરાઝનું પ્રદર્શન સારું રહ્યું છે. પરંતુ તેમ છતાં પસંદગીકારોએ તેમને ટી-20 વર્લ્ડ કપની ટીમમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ