વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટથી હરાવી છે. ફાઇનલમાં હાર પછી ભારતીય કેપ્ટને નિવેદન આપ્યું છે અને હાર પાછળનું કારણ પણ જણાવ્યું છે..
ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટથી હરાવી
ફાઇનલમાં ભારતની હાર બાદ રોહિત શર્માનું નિવેદન
ભારતીય કેપ્ટને હાર માટેનું કારણ જણાવ્યું
વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટથી હરાવી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ફાઇનલમાં હાર પછી ભારતીય કેપ્ટને નિવેદન આપ્યું છે અને હાર પાછળનું કારણ પણ જણાવ્યું છે..
ફાઈનલમાં હાર પછી રોહિતનું નિવેદન
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું કે, ‘વર્લ્ડ કપ ફાઇનલમાં બેટિંગ સારી નહોતી જેના કારણે હાર થઈ, પરંતુ આખી ટીમ પર ગર્વ છે. ભલે જીત્યા નથી, પરંતુ અમે જાણીએ છીએ કે આજનો દિવસ અમારા માટે સારો નથી રહ્યો, પરંતુ મને ટીમ પર ગર્વ છે. ઈમાનદારીથી કહું તો જો સ્કોર હજુ 20-30 રન વધી ગયો હોત તો સારું હતું. કે. એલ. રાહુલ અને વિરાટ બેટિંગ કરી રહ્યા હતા ત્યારે એવું લાગી રહ્યું હતું કે, 270-280 રનના સ્કોર સુધી પહોંચી જઈશું પરંતુ સતત વિકેટ પડતી ગઈ.’
ઓસ્ટ્રેલિયાની જીતના હીરો
ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન બનતા રોહિતે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટ ગુમાવ્યા પછી મોટી ભાગીદારી કરી હતી. 240 રન કર્યા પછી અમે વિકેટ લેવા માંગતા હતા. ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને સારી ઈનિંગ રમી. મને એવું લાગતું હતું કે, પ્રકાશમાં બેટિંગ કરવી વધુ સારી છે, પરંતુ અમે તેનો બહાનું નથી ગણાવી રહ્યા. અમે સારી બેટિંગ નથી કરી, પરંતુ સારી ઈનિંગ રમવાનો શ્રેય તેમના બે ખેલાડી ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનને જાય છે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટનનું નિવેદન
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિંસે જણાવ્યું કે, મને એવું લાગી રહ્યું છે કે, અમે છેલ્લી મેચ માટે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બચાવીને રાખ્યું હતું. ઘણા ખેલાડીઓએ મેચમાં સારું પ્રદર્શન કર્યું. અમે વિચાર્યું કે, લક્ષ્યાંક પ્રમાણે આગળ વધવું તે વધુ સારું રહેશે. પીચ ઘણી ધીમી હતી, સ્પિન નહોતી થથી. અમે યોગ્ય લેંથ પર બોલિંગ કરી.