બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Taral Bhatt case, cyber security again raised questions that common man's personal data is safe

મહામંથન / તમારું બેંક એકાઉન્ટ ગમે ત્યારે ફ્રીઝ થઈ શકે! શું અંગત ડેટા સલામત ખરો? તોડબાજ તરલના કીમિયાથી અનેક સવાલ

Dinesh

Last Updated: 12:22 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: તરલ ભટ્ટે બેંક અકાઉન્ટના ડેટા મેળવવા માટે જે ઈન્દ્રજાળ રચી તેનાથી એક સામાન્ય માણસ તરીકે ચોક્કસ સવાલ થાય કે શું મારો તમારો અંગત ડેટા સલામત છે?

  • તરલ ભટ્ટના કિસ્સા બાદ સાયબર સુરક્ષા સામે ફરી સવાલ
  • સામાન્ય માણસનો અંગત ડેટાની સલામતી સામે પ્રશ્નાર્થ
  • 7 દિવસની સંતાકૂકડી પછી તરલ ભટ્ટ ઝડપાયો

વર્તમાન વિશ્વને સાયબર માફિયાઓથી કેટલો ભય છે તે કહેવાની જરૂર નથી. પણ હવે આ મુદ્દે વધુ ભયભીત થવાનો સમય પણ દૂર નથી. કારણ કે તમારો ડેટા હવે એ લોકો જ ચોરી રહ્યા છે જેની જવાબદારી જ સાયબર માફિયાઓથી તમને બચાવવાની છે. તરલ ભટ્ટની તોડબાજીમાં એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે અને કદાચ વધુ ખુલાસા 4 દિવસના રિમાન્ડમાં થાય પણ ખરા. તરલ ભટ્ટે બેંક અકાઉન્ટના ડેટા મેળવવા માટે જે ઈન્દ્રજાળ રચી તેનાથી એક સામાન્ય માણસ તરીકે ચોક્કસ સવાલ થાય કે શું મારો તમારો અંગત ડેટા સલામત છે?  તરલ ભટ્ટે એવા બેંક અકાઉન્ટ પણ ફ્રીઝ કરાવ્યા કે જેમાં કેટલાક લોકો સટ્ટા બેટિંગ સાથે સંકળાયેલા હતા. પણ જે સટ્ટા બેટિંગવાળાના બેંક અકાઉન્ટ ફ્રીઝ કરાવી શકે એ આજે નહીં તો આવતીકાલે સામાન્ય વ્યક્તિના બેંક અકાઉન્ટ કેમ ફ્રીઝ ન કરાવી શકે? કોઈ વ્યક્તિ ઉંચા પગારની નોકરી કરે છે અથવા તો કોઈ વ્યક્તિનો ધંધો જામેલો છે અને તેના બેંક અકાઉન્ટમાં માતબર રકમ પડી હશે તો આવતીકાલે કોઈ બીજો તરલ ભટ્ટ આવશે અને તમને ધાકધમકી આપી તમારુ અકાઉન્ટ ફ્રીઝ કરીને તમને આર્થિક રીતે ખંખેરી લેશે. એટલે ફરી ફરીને પાયાનો પ્રશ્ન એટલો જ થાય કે તમારા ડેટાની સલામતી શું અને આવી તોડબાજીના તાર ક્યાં સુધી છે.

સુરક્ષા સામે ફરી સવાલ ઉભા થયા
તરલ ભટ્ટના કિસ્સા બાદ સાયબર સુરક્ષા સામે ફરી સવાલ ઉભા થયા છે. સામાન્ય માણસનો અંગત ડેટાની સલામતી સામે પ્રશ્નાર્થ ઉભા થયા તેમજ 7 દિવસની સંતાકૂકડી પછી તરલ ભટ્ટ ઝડપાયો છે. 10 વર્ષ દરમિયાન અનેક તોડ કર્યાના ખુલાસા થઈ શકે છે. સરકારી અધિકારી પાસે પણ તમારો ડેટા સલામત નથી. સામાન્ય માણસની ડેટા પ્રાઈવસીનું શું તે અતિમહત્વનો સવાલ

તરલ ભટ્ટને લઈને શું કાર્યવાહી થઈ?
તરલ ભટ્ટને જૂનાગઢ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો છે. ATS તરફથી 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

તોડબાજ તરલના મુદ્દે ખુલાસો
તરલ ભટ્ટે LCBના પ્રોહિબીશન જુગારની ડ્રાઈવના મેસેજનો આધાર લીધો હતો. ખોટો મેસેજ બતાવીને સટ્ટો રમાડતા કેટલાક લોકોના બેંક અકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા હતા. બેંક અકાઉન્ટ ફ્રીઝ કરાવીને ધાકધમકી આપી હતી. બેંકમાં જમા રકમના 40 થી 50% રકમ માંગી હતી.  તરલ ભટ્ટે લગભગ 386 જેટલા બેંક અકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા

આ સવાલના જવાબ મેળવવાના છે

  • બેંક અકાઉન્ટના ડેટા ક્યાંથી મેળવ્યા હતા?
  • ફ્રીઝ કરેલા બેંક અકાઉન્ટની માહિતી પેન ડ્રાઈવમાં છે એ પેન ડ્રાઈવ ક્યા છે?
  • ગુનામા ઉપયોગમાં લેવાયેલા 3 મોબાઈલ ફોનનું શું કર્યું?
  • આરોપી જે વર્ચ્યુઅલ નંબર ઉપરથી કોલ કરતો હતો તે નંબરની માહિતી મેળવવી
  • SOG PI એ.એમ.ગોહિલને બેંક અકાઉન્ટની વિગત ક્યાંથી મળી હતી?
  • ફ્રીઝ કરેલા બેંક અકાઉન્ટની માહિતી ક્યાં છૂપાયેલી છે?
  • આરોપીએ ઉપયોગમાં લીધેલા કમ્પ્યુટરનું FSL પૃથ્થક્કરણ કરવું
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ