બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / Tarak mehta Jethalal aka Dilip Joshi starts acting from 12 years old

ટેલિવૂડ / તારક મહેતાના આ પાત્ર પાસે નહોતું કોઈ કામ, પછી મળ્યો મહત્વનો રોલ અને હવે 1 એપિસોડના લે છે આટલા લાખ

Noor

Last Updated: 05:51 PM, 13 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 12 વર્ષથી પોતાના કેરેક્ટર જેઠાલાલથી દિલીપ જોશી દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે. ટેલિવિઝન જગતની સૌથી લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોતાની કોમિક ટાઈમિંગથી ઓડિયન્સને હસાવતા 51 વર્ષીય આ એક્ટરનો જન્મ ગુજરાતના પોરબંદર ગામમાં થયો છે. હવે મોટાભાગના લોકો તેમને જેઠાલાલ કહીને જ સંબોધે છે.

  • 12 વર્ષથી દર્શકોમાં લોકપ્રિય છે તારક મહેતા શો
  • એ સમયે આ એક્ટર હતો બેરોજગાર અને પછી મળ્યો રોલ
  • હવે રોજ એક એપિસોડના 1.5 લાખ રૂપિયા ચાર્જ લે છે
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#stayhome

A post shared by Dilip Joshi (@dilipjoshi_jethalal) on

તમને જણાવી દઈએ કે, દિલીપે 12 વર્ષની ઉંમરથી જ એક્ટિંગ કરિયરની શરૂઆત કરી લીધી હતી. એક્ટિંગ કોમ્પિટિશનમાં ભાગ લેવાની સાથે જ તેમણે જુહૂના પૃથ્વી થિયેટરમાં ઘણાં  નાટક પણ કર્યા છે. જીવનમાં આટલી સફળતા પ્રાપ્ત કરનાર દિલીપ જોશીએ ઘણું સ્ટ્રગલ કર્યું છે. દિલીપ જોશી જણાવે છે કે, તારક મહેતા શરૂ થયું તેના 1.5 વર્ષ પહેલાં સુધી તેમની પાસે કોઈ જ કામ નહોતું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dilip Joshi (@dilipjoshi_jethalal) on

તારક મહેતા સીરિયલથી મળી ઓળખ

તારક મહેતાને 11 વર્ષ પૂરા થવા પર એક ઈન્ટરવ્યૂમાં દિલીપે કહ્યું હતું કે, તારક મહેતા શોએ તેનું જીવન બદલી નાખ્યું. આ શોથી તેમને ઓળખ મળી. તેઓ જણાવે છે કે, તેમણે ઈન્ડસ્ટ્રીમાં ઘણાં પ્રોજેક્ટ્સમાં કામ કર્યું પરંતુ તારક મહેતામાં મને જોયા બાદ લોકોનો મારા પ્રત્યેનો અભિપ્રાય બદલાય ગયો. તમને જણાવી દઈએ કે, આ પહેલાં દિલીપ જોશી કોમેડી સીરિયલ્સમાં અને ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમના મુજબ જો ટીવી ઈન્ડસ્ટ્રીમાં પાત્ર મજબૂત હોય તો શોને દર્શકોનો ભરપૂર પ્રેમ મળે છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dilip Joshi (@dilipjoshi_jethalal) on

આ વાતનો છે રંજ

દિલીપે બાળપણમાં એક્ટિંગને કારણે અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હતો. જેથી તેને આ વાતનો રંજ છે કે તેણે અભ્યાસ પૂરો ન કર્યો. થિયેટરમાં કામ કરવાને કારણે તે અભ્યાસ પર ધ્યાન આપી શકતા નહોતા અને આ જ કારણથી તેમણે અભ્યાસ છોડવાનો નિર્ણય લીધો હતો. 

ફેમિલી મેન છે દિલીપ

દિલીપના લગ્નને 20 વર્ષ થઈ ગયા છે. તેમના 2 બાળકો છે. તેમની પત્નીનું નામ જયમાલા છે અને દીકરીનું નામ નિયતિ અને દિકરાનું નામ રિતિક છે. પોતાના બાળકો વિશે જણાવતા દિલીપ કહે છે કે, તેઓ મારા મિત્ર છે. જોકે, હું તેમને હમેશાં અનુશાસનમાં રહેવાનું કહું છું. તેઓ પોતાનો ખાલી સમય પરિવાર સાથે જ વિતાવે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dilip Joshi (@dilipjoshi_jethalal) on

સંઘર્ષના આવા દિવસો પણ જોયા છે

વર્ષ 1997માં સીરિયલ ક્યા બાત હૈથી ટીવી કરિયરની શરૂઆત કરનાર દિલીપને ફિલ્મ મૈને પ્યાર કિયાથી ઓળખ મળી. આ પછી દિલીપે હમ આપકે હૈ કૌન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, હમરાજ, દિલ હૈ તુમ્હારા જેવી ફિલ્મોમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કર્યું છે. જોકે, એક્ટિંગ એક અસુરક્ષિત જોબ છે. તારક મહેતા સાઈન કર્યા પહેલાં તેઓ લગભગ 1.5 વર્ષથી બેરોજગાર હતા. જોકે, હવે દિલીપ એક એપિસોડના 1.5 લાખ રૂપિયા ફીસ લે છે અને ટોયોટા ઈનોવા એમપીવી ગાડી ચલાવવી તેમને પસંદ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ