બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / talking points as india beat pakistan 8th times in icc cricket world cup

ક્રિકેટ / પાકિસ્તાન સામે શું કામ જીત્યું ભારત? જીત માટેના આ 5 કારણો, બાબર આઝમની વિકેટે બદલી મેચ

Hiralal

Last Updated: 09:21 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપની બારમી મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તેને માટે 5 કારણો જવાબદાર છે.

  • ખતરનાક બોલિંગ-બેટિંગને કારણે પાકિસ્તાન સામે ભારતનો વિજય 
  • બાબર આઝમની વિકેટ પડતાં જ બદલાઈ મેચની સ્થિતિ
  • રોહિત શર્માએ 63 બોલમાં 86 રન કર્યાં 

ભારતે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની 12મી મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવી ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત નોંધાવી છે. ભારતે આ પહેલા આ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. પાંચ ભારતીય બોલરોએ 2-2 વિકેટ ઝડપીને પાકિસ્તાનને ઓલઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 42.5 ઓવરમાં 191 રન બનાવી લીધા હતા. જેના જવાબમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાની બોલરો પર પસ્તાળ પાડી હતી અને પોતાની ઈનિંગ દરમિયાન 6 ચોગ્ગા અને 6
છગ્ગા ફટકારીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાનની ઈનિંગને 191 રનમાં સમેટી લીધા બાદ ભારતે 30.3 ઓવરમાં જ બે વિકેટના ભોગે ટાર્ગેટ હાંસલ કરી લીધો. અહીં ભારતની જીતના 5 મોટા કારણો જણાવાયા છે. 

(1) ભારતની ખતરનાક બોલિંગ
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમની બોલિંગ સૌથી ખતરનાક લાગી રહી છે. સતત ત્રીજી મેચમાં ભારતના બોલરોએ વિરોધી ટીમને વધુ મોટો સ્કોર કરવાની ન આપી. આવું જ કંઈક પાકિસ્તાન સામેની મેચ દરમિયાન જોવા મળ્યું હતું. ભારતનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ રિટર્ન બાદથી જ ખતરનાક ફોર્મમાં છે અને તે વિકેટની સાથે સાથે રન પણ ફટકારવા દેતો નથી. 

(2) બાબર આઝમની વિકેટ પડતાં જ પાકિસ્તાનના વાગ્યાં બાર 
બાબર આઝમની વિકેટથી મેચની દિશા બદલાઈ ગઈ, પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા સારી શરૂઆત કરી હતી. ઇમામ ઉલ હક અને શકીલ વચ્ચે 41 રનની ભાગીદારી થઇ હતી. આ પછી કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને ઈનિંગ સંભાળી લીધી હતી અને મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યા હતા પરંતુ મોહમ્મદ સિરાજે કેપ્ટન બાબર આઝમને ક્લિન બોલ્ડ કરીને ભારતને મેચમાં વાપસી કરાવી હતી. બાબર આઝમ પેવેલિયન પરત ફરતા જ પાકિસ્તાનની ટીમે 36 રનની અંદર 7 વિકેટ ગુમાવી દેતા ભારતે મેચમાં મજબૂત પકડ બનાવી લીધી હતી.

(3) કુલદીપ યાદવે એક ઓવરમાં બે પાક.ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યાં
ભારતના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે એક જ ઓવરમાં સઉદ શકીલ અને ઇફ્તિખાર અહમદને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો, જેના કારણે પાકિસ્તાનની ટીમ બેકફૂટ પર આવી ગઇ હતી. આ પછી જસપ્રીત બુમરાહે મોહમ્મદ રિઝવાનને ક્લિન બોલ્ડ કરીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો હતો. રિઝવાન 49 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. બુમરાહે શાદાબ ખાનને સસ્તામાં આઉટ કરીને પાકિસ્તાનની બેટીંગની કમર તોડી નાંખી હતી. આ પછી જાડેજાએ બે વિકેટ ઝડપતાં પાકિસ્તાનની ઈનિંગનો અંત આણ્યો.

(4) રોહિત શર્માએ મચાવ્યો કેર 
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન સામેની મેચ અગાઉ અફઘાનિસ્તાન સામે ઝંઝાવાતી સદી ફટકારી હતી, જેને જોઈને પાકિસ્તાનના ક્રિકેટરોને ખબર પડી ગઈ હતી કે, પાકિસ્તાન માટે રોહિતને હરાવવો મુશ્કેલ બનશે અને આ મેચમાં પણ આવું જ બન્યું હતું. રોહિત શર્માએ 63 બોલમાં 86 રન ફટકાર્યા હતા, જેના કારણે ભારત આસાનીથી મેચ જીતી શક્યું હતું. 

(5) બોલરો બાદ બેટરોએ પણ દમ દેખાડ્યો 
બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ભારતીય બેટ્સમેનોએ પણ સારું પ્રદર્શન દેખાડ્યું છે. નાનો ટાર્ગેટ હોવા છતાં ભારતીય બેટ્સમેનો સારી માનસિકતા સાથે રમતા જોવા મળ્યા હતા અને તેમણે વિના દબાણે મેચ ઝડપથી પુરી કરવાનો પ્રયાસ કર્યો. શુભમન ગિલ ડેન્ગ્યુથી સ્વસ્થ થયા બાદ પુનરાગમન કરી રહ્યો છે અને તે સારી લયમાં હોય તેવું લાગે છે. વિરાટ કોહલીએ શરૂઆતની બે મેચમાં અડધી સદી ફટકારી છે અને તેમ છતાં તેણે નાની પણ સારી ઇનિંગ્સ રમી છે. શ્રેયસ અય્યરની અડધી સદી ભારત માટે રાહતની વાત હશે કારણ કે તેને વર્લ્ડ કપમાં વધારે બેટિંગ કરવાની તક મળી ન હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ