બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Tal' fame actress Bhairavi Vaidya dies at 67, worked in many Gujarati and Hindi films

દુઃખદ / 'તાલ' ફેમ અભિનેત્રી ભૈરવી વૈદ્યનું 67 વર્ષની વયે નિધન, ઘણી ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કર્યું હતું કામ

Megha

Last Updated: 11:31 AM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી ભૈરવી વૈદ્યનું 67 વર્ષની વયે નિધન થયું છે. ભૈરવી છેલ્લા 45 વર્ષથી એક્ટિંગ ફિલ્ડમાં કામ કરી રહ્યા હતા અને તેઓ ઘણી ગુજરાતી, હિન્દી ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળ્યા હતા.

  • મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે
  • અભિનેત્રી ભૈરવી વૈદ્યનું 67 વર્ષની વયે નિધન થયું છે
  • ભૈરવી વૈદ્યએ ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું હતું

મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી ભૈરવી વૈદ્યનું 67 વર્ષની વયે નિધન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે તે છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી પીડિત હતી. ભૈરવી વૈદ્યએ ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું હતું.

ભૈરવી વૈદ્ય ગુજરાતી અને હિન્દી બંને સિનેમામાં તેના કામ માટે જાણીતી હતી. એમને પોતાની કારકિર્દી દરમિયાન વિવિધ ફિલ્મ અને ટેલિવિઝન પ્રોજેક્ટ્સ કર્યા હતા. મનોરંજન ઉદ્યોગમાં તેમનું યોગદાન નોંધપાત્ર હતું.  ભૈરવીએ તાલ ફિલ્મથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. ભૈરવીએ ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટારર તાલમાં જાનકીનું પાત્ર ભજવ્યું હતું અને તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ભૈરવી 45 વર્ષથી એક્ટિંગની દુનિયામાં કામ કરી રહી હતી. 
 
સલમાન ખાનની ફિલ્મમાં જોવા મળેલી
ભૈરવીએ સલમાન ખાનની ફિલ્મ ચોરી-ચોરી ચુપકે-ચુપકેમાં પણ કામ કર્યું હતું. તે સાઇડ એક્ટર હોવા છતાં, તેણીએ હંમેશા તેના અભિનયથી દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું. આ સિવાય તેણે જે પણ ફિલ્મમાં કામ કર્યું, તેણે હંમેશા દર્શકો અને વિવેચકોની પ્રશંસા મેળવી હતી.

ભૈરવી વૈદ્યની પુત્રી જાનકી વૈદ્યએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપતી એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. સાથે જ તેની કો-સ્ટાર સુરભી દાસે ભૈરવી વૈદ્યના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.  બંનેએ સિરિયલ 'નીમા ડેન્ઝોંગપા'માં સાથે કામ કર્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ