બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / surya gochar sun transit effects on zodiac signs horoscope rashifal

Astrology / આજથી 26 દિવસ સુધી આ રાશિના જાતકો પાછું વળીને ન જોતાં, સૂર્યની જેમ ચમક્યું ભાગ્ય

Manisha Jogi

Last Updated: 07:16 AM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યદેવને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્ય કુંભ રાશિમાં હોવાથી કેટલીક રાશિના જાતકોને અઢળક લાભ થઈ શકે છે. આ રાશિના જાતકો માટે 13 માર્ચ સુધી સારો સમય રહેશે. આ રાશિના જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકી જશે.

  • સૂર્યદેવને ગ્રહોના રાજા કહેવામાં આવે છે
  • સૂર્યદેવે 13 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો
  • કેટલીક રાશિના જાતકોને અઢળક લાભ થઈ શકે છે

સૂર્યદેવને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્યદેવ દર મહિને રાશિ પરિવર્તન કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યદેવતાને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્યદેવે 13 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે અને 13 માર્ચ સુધી આ જ રાશિમાં રહેશે. સૂર્ય કુંભ રાશિમાં હોવાથી કેટલીક રાશિના જાતકોને અઢળક લાભ થઈ શકે છે. આ રાશિના જાતકો માટે 13 માર્ચ સુધી સારો સમય રહેશે. આ રાશિના જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકી જશે. 

આ રાશિના જાતકોને થશે લાભ
મેષ-
શબ્દોમાં મીઠાશ રહેશે. બિઝનેસ વિસ્તારિત થશે. માતા પિતા પાસેથી આર્થિક સહયોગ મળી શકે છે. પારિવારિક જીવન સુખમયી રહેશે. આત્મવિશ્વાસ વધશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. નોકરીના કારણે વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. જે પણ ધન અટકેલું છે, તે ધન પરત મળી શકે છે. આવકમાં વધારો થશે. 

મિથુન- આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. પિતાના સહયોગથી સુખમાં વધારો થશે. પારિવારિક જીવન સુખમયી રહેશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધ રાખવા. દાંપત્યજીવન સુખમયી રહેશે. નાણાંકીય લાભ થશે અને આર્થિક પક્ષ મજબૂત રહેશે.

સિંહ- નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના છે. આવકમાં વૃદ્ધિ થશે. મિત્રોના સહયોગથી ધનપ્રાપ્તિ થશે. પારિવારિક જીવન સુખમયી રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં શામેલ થશો. નવા કાર્યની શરૂઆત કરવા માટે શુભ સમય છે. 

કન્યા- બૌદ્ધિક કાર્યોથી આવકના સાધન ઊભા થઈ શકે છે. ગુસ્સો ઓછો થશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. મિત્રના સહયોગથી બિઝનેસ આગળ વધી શકે છે. નવા બિઝનેસ માટે પ્લાન બની શકે છે. કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. 

વધુ વાંચો: ખાંડ, ચોખા સહિત આ 5 સફેદ વસ્તુ જો હાથમાં પડશે તો આવશે વિધ્ન, ગ્રહો સાથે સીધો સંબંધ, નુકસાન જાણી લો

ધન- આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. શૈક્ષણિક કાર્ય પર ધ્યાન આપો. બિઝનેસની સ્થિતિમાં સુધારો થશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે. માન સમ્માન પ્રાપ્ત થશે. કપડા ભેટ તરીકે મળશે. લાંબી યાત્રા પર જઈ શકો છો અને તે સફળ રહેશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ