બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / Surprising results in mistakenly given dose of vaccine on which India has high hopes

કોવિડ રસી / જે વૅક્સિન પર ભારતને સૌથી વધુ આશા છે તેના ભૂલથી અપાયેલ ડોઝમાં આવ્યાં આશ્ચર્યજનક પરિણામ

Nirav

Last Updated: 06:24 PM, 26 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટેનની ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી એ તેમની કોરોના વેક્સિનના ટ્રાયલમાં ભૂલ સ્વીકારી લીધી છે. જો કે આ ભૂલ પણ આ વેક્સિન નિર્માતાઓ માટે વરદાન પુરવાર થઈ છે.

  • એસ્ટ્રાજેનેકા કંપનીએ સ્વીકારી ભૂલ 
  • હાલ પૂરતી 70 ટકા અસરકારક મનાઈ રહી છે વેક્સિન 
  • રસીના નાના ડોઝમાં મળ્યા છે સારા પરિણામો 

એવું એટલા માટે કેમ કે જે આ જે વ્યક્તિઓને આ રસીનો નાનો ડોઝ આપવામાં આવ્યો હતો તેને 90 ટકા અસર થઈ હતી જ્યારે જેને આ રસીનો પૂરો ડોઝ આપવામાં આવ્યો તેના પર આ રસીની અસર 62 ટકા સુધીની જ મપાઈ છે.  જેને લઈને સરેરાશ 70 ટકા પ્રભાવી હોવાનો દાવો કરાઇ રહ્યો છે પરંતુ હવે આ દાવા પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.  

કંપનીએ તેના નિવેદનમાં સ્વીકારી આ વાત 

એસ્ટ્રાજેનેકા કંપનીએ બુધવારે એક નિવેદનમાં આ વાત સ્વીકારી હતી જો કે તેના કેટલાક દિવસો પહેલા કંપની અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કહ્યું હતું કે પ્રાયોગિક રીતે આ રસી ખૂબ જ

અસરકારક છે. 

જો કે કંપનીએ ત્યારે આ વાતનો ઉલ્લેખ કર્યો ન હતો કે આ રસીની ટ્રાયલમાં સ્વેચ્છાએ સામેલ થનારા લોકોના એક સમૂહને શરૂઆતના ડોઝમાં એટલી માત્રા આપવામાં આવી નહોતી જેટલી અપાવી જોઈતી હતી, એટલે કે તેમને શરૂઆતમાં રસીનો નાનો ડોઝ અપાયો હતો જે ભૂલ હતી. અહીં આશ્ચર્યની વાત એ છે કે જે લોકોને રસીનો નાનો ડોઝ અપાયો હતો તે લોકો પૂરી રસીનો ડોઝ  લેવા વાળા કરતાં વધુ સુરક્ષિત લાગતા હતા. 

70 ટકા અસરકારક માનવામાં આવે છે

એસ્ટ્રાઝેનેકાએ કહ્યું કે ઓછી રસી લેવા વાળા લોકોમાં આ રસી 90 ટકા સુધી અસરકારક હોવાનું જણાય છે, જ્યારે જે લોકોને સંપૂર્ણ બે ડોઝ આપવામાં આવ્યા હતા તેમનામાં આ રસી 62 ટકા જેટલી અસરકારક હોવાનું જણાય છે. એકંદરે, કંપનીએ જણાવ્યું હતું કે કે રસી 70 ટકા સુધી અસરકારક લાગે છે.

એકસપર્ટસે શંકા દાખવી 

પરંતુ જે રીતે આ પરિણામોનું નિષ્કર્ષ કાઢવામાં આવ્યું છે અને કંપનીએ જે પણ માહિતી આપી છે, તે વિશે નિષ્ણાંતોએ સવાલો ઉઠાવ્યા છે. સોમવારે આ રસીના આંશિક પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જે બ્રિટન અને બ્રાઝિલમાં થઈ રહેલા મોટા અભ્યાસનો એક ભાગ છે. તેમાં રસીની યોગ્ય માત્રાનો નિર્ણય થશે, સાથે જ તેની સલામતી અને અસરકારકતાની પણ માહિતી મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ