બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / Surat court's verdict in rape and murder of 5-year-old girl, Parprantiya Sujit Saket convicted

ક્રાઈમ / 5 વર્ષની બાળકીના રેપ-હત્યા કેસમાં સુરત કોર્ટનો મોટો ચુકાદો, પરપ્રાંતિય સુજિત સાકેત દોષીત જાહેર, જાણો ચકચારી ઘટના

Hiralal

Last Updated: 10:12 PM, 28 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5 વર્ષની બાળકીના રેપ અને હત્યા કેસમાં સુરતની કોર્ટે 27 વર્ષીય આરોપી સુજીત સાકેતને કોર્ટે દોષીત જાહેર કરીને હવે પછીની સુનાવણીમાં સજા જાહેર કરવાનો મોટો ચુકાદો આપ્યો છે.

  • સુરત હજીરા વિસ્તારમાં બાળકી રેપ હત્યા મામલો
  • સુરત કોર્ટ આરોપી સુજીત સાકેતને દોષિત જાહેર કર્યો
  • 30 એપ્રીલ 2021 ના રોજ બની હતી ઘટના 
  • દોષિતે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને નિપજાવી હતી હત્યા 

સુરતના હજીરા વિસ્તારમાં 30 એપ્રીલ 2021ની 5 વર્ષની બાળકીના રેપ અને હત્યાની ચકચારી ઘટનામાં સુરત કોર્ટના એડિશનલ સેસન્સ જજ અને સ્પેશિયલ જજ પી એસ કલાએ મૂળ મધ્યપ્રદેશના અને સુરતમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવનાર આરોપી સુજીત સાકેતને દોષીત જાહેર કર્યો છે. કોર્ટે હવે પછીની સુનાવણીમાં દોષિતની સજા જાહેર કરવાનું જણાવ્યું છે. આ કેસમાં કોર્ટે અલગ અલગ 26 સાક્ષીઓની ઉલટતપાસ કરી હતી અને તેમની જુબાની નોંધી હતી. સાથે કોર્ટે કોર્ટે 53 જેટલા દસ્તાવેજી પુરાવા પણ તપાસ્યા હતા. ફરિયાદ પક્ષની દલીલોને આધારે તથા આરોપી સામે પાકા પુરાવા મળતા કોર્ટે તેને દોષિત જાહેર કર્યો હતો. 

કોર્ટે હવે આગામી સુનાવણીમાં દોષીત માટે સજા જાહેર કરશે
સુરતની કોર્ટ હવે આગામી સુનાવણીમાં દોષીત સુજાત માટે સજાની જાહેરાત કરશે. ફરિયાદ પક્ષે દોષીત માટે ફાંસીની સજાની માગ કરી છે. 

શું છે ચકચારી ઘટના

સુરતના હજીરા વિસ્તારમાં 30 એપ્રીલ 2021ના રોજ બનેલી આ ચકચારી ઘટનામાં આરોપી સુજીત સાકેતે પહેલા 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં પરંતુ દોષિતે પીડિતા સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. ત્યાર બાદ  પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી નરાધમે ઈંટ મારીને પીડિતાનું માથુ ફોડી નાખ્યું હતું, પીડિતા મરી જ જાય તેની ખાતરી કરવા દોષિતે સુજાતે પીડિતાનું ગળુ પણ દબાવ્યું હતું. સમગ્ર રાજ્યમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા તથા આરોપીને ફાંસીની સજા પણ માગ ઉઠી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ