બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / Surat, Attack, forest department team, stones, Jetpur round, firing, air

ચકચાર / સુરતમાં લાકડાચોરો બેફામ, જેતપુર રાઉન્ડમાં વનવિભાગની ટીમ પર પથ્થરોથી હુમલો, બચાવમાં કર્યું હવામાં ફાયરિંગ

Kishor

Last Updated: 06:46 PM, 21 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માંડવીના જેતપુર રાઉન્ડમાં વન વિભાગની ટીમ પર લાકડાચોર ગેંગે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

  • જંગલમાંથી લાકડા ભરી રહેલા શખ્સોએ કર્યો પથ્થરમારો
  • વનવિભાગે હવામાં ફાયરિંગ કરતા લાકડા ચોરો ફરાર
  • વનવિભાગે ખેરના લાકડા, ટેમ્પો, સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો

સુરત જિલ્લાના માંડવીના જેતપુર રાઉન્ડમાં વન વિભાગની ટીમ પર હુમલોના બનાવને પગલે ચકચાર મચી છે. તપાસ દરમિયાન વન વિભાગની ટીમે લકડાચોર ગેંગ સામે કાર્યવાહી કરી ખેરના લાકડા, ટેમ્પો, સહિતનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. આ જપ્ત કરાયેલ મુદામાલને છોડાવવા લાકડાચોર ગેંગે હુમલો કર્યો હતો. જેને લઈને 15 જેટલા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

15 જેટલા શખ્સોએ વનવિભાગની ટીમ પર હુમલો કર્યો
માંડવીના જેતપુર પંથકમાં વૃક્ષોનો સોંથ બોલાવી બેફામ લાકડા ચોરી થતી હોવાની રાવને પગલે વન વિભાગની ટીમ તપાસ અર્થે ગઈ હતી. આ દરમિયાન 15 જેટલા શખ્સો ગેરકાયદે ખેરના લાકડા કાપી ટેમ્પોમાં ભરી રહ્યા હતા. જેને પગલે વન વિભાગની ટીમે આરોપીઓની પૂછપરછ કરી ખેરના લાકડા, ટેમ્પો, સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ત્યારબાદ ઉશ્કેરાઈ ગયેલ આરોપીઓએ વન વિભાગના સ્ટાફ પર પથ્થરમારો કર્યો હતો.  જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલને છોડાવવા શખ્સોએ હુમલો કર્યો હતો. જેથી બચવા માટે વનવિભાગે પણ હવામાં ફાયરિંગ કર્યું હતું. આથી લાકડા ચોરો નાશી છૂટયા હતા. માંડવીના જેતપુર રાઉન્ડની આ ઘટનાને લઈને ચર્ચા જાગી હતી. ત્યારબાદ આ મામલે માંડવી પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે ગુન્હો નોંધી તાપસ હાથ ધરી છે. 

અગાઉ જૂનાગઢના હસનાપુર ગામમાં વનવિભાગની ટીમ પર થયો હતો હુમલો
આ અગાઉ તાજેતરમાં જ જૂનાગઢના વિસાવદર તાલુકાના હસનાપુર ગામમાં વનવિભાગના આરએફઓ અને સ્ટાફ પર હુમલાની ઘટના સામે આવી હતી. વનવિભાગના જર્જરિત કવાટર્સની હરરાજી સમયે એક શખ્સે હુમલો કર્યો હતો. હરરાજી દરમ્યાન હસનાપુરમાં જ રહેતા હરેશ વલ્લભદાસ ગોંડલીયાએ તમે હરરાજી માટે અમને જાણ કરી નથી ઉપરાંત નીતિ-નિયમ મુજબ હરરાજીની યોગ્ય કાર્યવાહી કરી નથી તેમ કહી આર.એફ.ઓ. તથા સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી. જેમાં આર.એફ.ઓ.ને હાથની આંગળીમાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ આ મામલે વિસાવદર પોલીસમાં ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ પણ નોંધાઇ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ