બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Supreme Court issues notice to west bangal for banning The kerala story

સુનાવણી / 'The Kerala Story' વિવાદ પર ભડકી સુ્પ્રીમ કોર્ટ, કહ્યું કે ફિલ્મ સમગ્ર દેશમાં શાંતિથી ચાલી રહી છે તો બંગાળમાં કેમ નહીં?

Vaidehi

Last Updated: 04:03 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'The Kerala Story' પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી છે અને તમિલનાડુ સરકાર પાસે પણ જવાબની માંગણી કરી છે.

  • 'The Kerala Story' ફિલ્મને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
  • CJI ચંદ્રચૂડે પ.બંગાળને ફટકારી નોટિસ, તમિલનાડુ સરકાર પાસે માંગ્યો જવાબ
  • કહ્યું સમગ્ર દેશમાં ચાલી રહી છે ફિલ્મ તો અહીં કેમ નહીં..

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફિલ્મ  ધ કેરેલા સ્ટોરી મામલે સુનાવણી કરતાં પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી છે અને તમિલનાડુ સરકાર પાસે પણ જવાબની માંગણી કરી છે. કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ આપી છે. ફિલ્મ 5મેનાં રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી પરંતુ પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ફિલ્મનાં બ્રોડકાસ્ટિંગ પર રોક લગાવી દીધેલ છે. તો તમીલનાડુ સરકારે પણ મૂવી પર બેન લગાવ્યો છે.મામલામાં સુનાવણી કરતાં CJI ચંદ્રચૂડે કહ્યું કે જ્યારે સમગ્ર દેશમાં ફિલ્મ દેખાડવામાં આવી રહી છે તો બંગાળમાં કેમ નહીં? લોકોને નક્કી કરવા દો કે ફિલ્મ સારી છે કે ખરાબ.' SC આ મામલામાં આવતી સુનાવણી 17 મેનાં કરશે.

સુનાવણી દરમિયાન શું દલીલો થઈ?
સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે કહ્યું કે 5 મેનાં ફિલ્મને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ CBFC નાં સર્ટિફિકેશન બાદ રિલીઝ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળે ફિલ્મ પર રોક લગાવી દીધી અને તમિલનાડુમાં પણ બેન લગાવવામાં આવ્યો.  SC પહેલા પણ અનેક મામલામાં રાજ્ય સરકારની તરફથી લગાવવામાં આવેલી રોકને રદ કરી છે.

CJIએ કહ્યું કે 'અમે નોટિસ આપીએ છીએ. ટૂંક સમયમાં ફરી સુનાવણી કરશું.' પશ્ચિમ બંગાળનાં મનુ સિંઘવીએ દલીલ કરી કે,' રાજ્ય સરકારને ફિલ્મથી કાનૂન વ્યવસ્થા બગડવાની આશંકાવાળી રિપોર્ટ મળી હતી.' ત્યારે CJIએ કહ્યું કે 'જ્યારે બાકીનાં દેશમાં ફિલ્મ ચાલી રહી છે તો તમે આવું કઈ રીતે કહી શકો.' જ્યારે તમિલનાડુનાં વકીલે દલીલ કરતાં કહ્યું કે' અમે કોઈ રોક નથી લગાવી.' ત્યારે CJIએ કહ્યું 'કે તો તમે લેખીતમાં આપો કે થિયેટર્સને સુરક્ષા ઉપલબ્ધ કરાવશો.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ