બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / ગુજરાત / રાજકોટ / Super-Charming Geminis Are the Laziest: See What 12A 12 Zodiac Survey Finds

રિસર્ચ / અતિ-આકર્ષક હોય છે મિથુન રાશિના જાતકો, આ રાશિના લોકો હોય છે સૌથી વધુ આળસુ: જુઓ 12એ 12 રાશિના સર્વેમાં શું આવ્યું તારણ

Priyakant

Last Updated: 03:00 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. હસમુખ ચાવડાએ રાશિ અને સ્વભાવ વચ્ચે સંબંધ શોધવા 2400 લોકો પાસેથી માહિતી એકઠી કરીને તારણો આપ્યાં

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના IQAC વિભાગનો ભારતીય પરંપરા અને વ્યક્તિત્વ પર પ્રોજેક્ટ
  • રાશિની વ્યક્તિત્વ અને સામાજિક બુધ્ધિ પર ખૂબ જ વ્યાપક અસર 
  • અધ્યાપક ડૉ.હસમુખ ચાવડાએ રાશિ અને સ્વભાવ વચ્ચે સંબંધ શોધી તારણો આપ્યા 
  • ડૉ.હસમુખ ચાવડાએ 2400 લોકો પાસેથી માહિતી એકઠી કરીને તારણો આપ્યા 

રાશિની વ્યક્તિત્વ અને સામાજિક બુધ્ધિ પર ખૂબ જ વ્યાપક અસર થતી હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના IQAC વિભાગે ભારતીય પરંપરા અને વ્યક્તિત્વ પર અભ્યાસ કરવા પ્રોજેક્ટ આપેલ. જેમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. હસમુખ ચાવડાએ રાશિ અને સ્વભાવ વચ્ચે સંબંધ શોધવા 2400 લોકો પાસેથી માહિતી એકઠી કરીને તારણો આપ્યાં છે. જેમાં 1200 સ્ત્રીઓ અને 1200 પુરુષો પાસેથી માહિતી મેળવેલ છે.  

આપણે જાણીએ છીએ કે બાળકના જન્મ સમયે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતી જાણીને બાળકના નામની રાશિ નક્કી કરવામાં આવે છે અને તેના અનુસાર બાળકનું નામકરણ થાય છે. ભારતીય જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે 12 રાશિઓ આપવામાં આવી છે. આ રાશિની આપણાં વર્તન, વિચારો, વ્યાવહારો અને લાગણીઓ ઉપરાંત બુધ્ધિ ઉપર પણ અલગ અલગ અસર થતી હોય છે.

મહત્વનું છે કે, વિવિધ રાશિ ધરાવતા વ્યક્તિઓના વ્યક્તિત્વ લક્ષણો કેવા છે, તેમની સામાજિક બુધ્ધિ કેવી છે અને પુરૂષો અને સ્ત્રીઓના વ્યક્તિત્વ અને સામાજિક બુધ્ધિમા શું તફાવત રહેલો છે તે અંગેનો એક અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. હસમુખ એમ. ચાવડા દ્વારા કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના રોચક તારણો જોવા મળ્યા હતા.

  • પુરૂષો કરતાં સ્ત્રીઓમાં નિખાલસતાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.
  • ધન, વૃષભ, વૃશ્ચિક, કુંભ અને મિથુન રાશિમા નિખાલસતાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું હતું.
  • સ્ત્રીઓ કરતાં પુરૂષોમાં સભાનતા વધુ જોવા મળી હતી.
  • સભાનતાનું પ્રમાણ સૌથી વધારે પ્રમાણ મિથુન, તુલા, મકર, કન્યા અને ધન રાશિમાં જોવા મળ્યું હતું.
  • સ્ત્રીઓ કરતાં પુરૂષોમાં બહિર્મુખતાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.
  • બહિર્મુખતાનું પ્રમાણ મિથુન, ધન, તુલા, મીન અને મેષ રાશિમાં વધુ જોવા મળ્યું હતું.
  • પુરૂષોમાં સહમતીપણું વધુ જોવા મળ્યું હતુ.
  • સહમતીપણાનું પ્રમાણ કુંભ, વૃષભ, કન્યા, મેષ અને કર્ક રાશિમાં વધારે જોવા મળ્યું હતું.
  • પુરૂષોમાં મનોવિક્ષિપ્તતાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.
  • વૃષભ, વૃશ્ચિક, સિંહ, કર્ક અને મેષ રાશિમાં મનોવિક્ષિપ્તતાનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.
  • સામાજિક બુધ્ધિનું પ્રમાણ પુરૂષોમાં વધારે જોવા મળ્યું હતું.
  • સામાજિક બુધ્ધિનું પ્રમાણ વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિમાં વધારે જોવા મળ્યું હતું.

અભ્યાસમાં પ્રાપ્ત થયેલા અન્ય રોચક તારણો:  

મેષ રાશિ: અ,લ અને ઈ
મેષ રાશિના લોકોમાં જીવન પ્રત્યે હંમેશા નવી ઉર્જા અને ઉત્સાહ હોય છે. તેમજ આ વ્યક્તિઓનો સ્વભાવ ઉગ્ર, નેતૃત્વ ક્ષમતાથી પરિપૂર્ણ, ઝડપી નિર્ણય શક્તિ ધરાવનાર હોય છે. આ રાશિના લોકો પોતાનું જીવન પોતાની શરતો પર જીવવામાં માને છે. તેઓ પોતાની વિચારધારા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવાનું પસંદ કરતા નથી તૅમજ તેઓની કલ્પના અને અવલોકન શક્તિ ઘણી સારી હોય છે.

મેષ

વૃષભ રાશિ: બ, વ અને ઉ
આ રાશિવાળા વ્યક્તિઓના સ્વભાવ જોઈએ તો તેઓ દ્વિસ્વભાવી, તમોગુણી, મધ્યમકામી, કલાકાર, તર્કદા અને ધાર્યું કામ કરનાર હોય છે. તેઓ પોતાની વાણી અને વાતચીતની કળાથી હજારો અને કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહે છે. આ રાશિના લોકો ખૂબ જ ભરોસાપાત્ર, મહેનતુ, ધૈર્યવાન અને એવા પ્રેમમાં વિશ્વાસ રાખે છે જે નક્કર અને મક્કમ હોય, તેઓ કૃત્રિમ અને ખોટા પ્રેમને નફરત કરે છે. આ રાશિના લોકો પોતાના ચારિત્ર્યને અરીસાની જેમ સ્વચ્છ અને સુરક્ષિત રાખવામાં માને છે તથા તેઓ તેમની વફાદારી માટે પણ જાણીતા છે અને તેઓ હંમેશા લોકોની મદદ માટે તૈયાર રહે છે.

વૃષભ 

મિથુન રાશિ: ક,છ અને ઘ
આ રાશિના લોકો આકર્ષક હોવાની સાથે-સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ સ્વભાવના હોય છે તેમજ બુદ્ધિશાળી અને વાકપટુ હોય છે. આ રાશીવાળા વ્યક્તિઓનો સ્વભાવ દ્વિસ્વભાવ, બહુચાતુર્ય ધરાવનાર, જોશીલા, ઉત્સાહી, ચતુર, મનમોજી અને પ્રતિભાશાળી હોય છે. મિથુન રાશિના લોકો ઘણીવાર ચંચળ અને અસ્થિર સ્વભાવના હોય છે, પરંતુ તેમનું વ્યક્તિત્વ ખૂબ આકર્ષક હોય છે. આ રાશિના લોકો દયાળુ, દૃઢનિશ્ચયી અને ખૂબ જ ધાર્મિક હોય છે.

મિથુન 

કર્ક રાશિ: ડ અને હ
કર્ક રાશિના લોકો ભાવનાત્મકતા, ચંચળતા, સંવેદનશીલતા અને ઠંડકથી ભરેલા હોય છે. કર્ક રાશિના લોકો કોઈ પણ કાર્ય શરૂ કરે તો તેને પૂર્ણ કર્યા વિના છોડતા નથી. આ સિવાય કર્ક રાશિના લોકો ખૂબ જ દયાળુ, મૂડી, વિચારશીલ, મહત્વાકાંક્ષી અને નિર્ધારિત હોય છે. તે લોકોની વાતને ખૂબ જ ઝડપથી દિલમાં લઈ લે છે. કામ પાર પાડવા માટે તેમને વારંવાર કહેવું પડે છે, તેમની વિચાર શક્તિ ખૂબ જ તેજ હોય છે અને તેઓ સંબંધો પ્રત્યે પ્રમાણિક હોય છે.

કર્ક 

સિંહ રાશિ: મ અને ટ
આ રાશિવાળા વ્યક્તિઓનો સ્વભાવ જોઈએ તો રજોગુણી, ગરમ પ્રકૃતિ, પરાક્રમી, બહાદુર, ધાર્યુ કામ કરનાર, હરવા ફરવાના શોખીન, મહત્વાકાંક્ષી, પોતાના કામ પ્રત્યે ખૂબ જ સમર્પિત અને ઉતાવળે નિર્ણય લેનાર હોય છે. સિંહ રાશિના વ્યક્તિઓના મનમાં કોઈ છૂપો દ્વેષ કે પક્ષપાત હોતો નથી. તેમજ આત્મનિર્ભર, ઉદાર, આતિથ્યશીલ, સર્જનાત્મક અને કલાત્મક વિચારસરણી, ઉદાર અને તત્પરતા સાથે કામ કરતા હોય છે. તેઓ પોતાના સન્માન માટે કંઈ પણ કરવા તૈયાર છે. 

સિંહ

કન્યા રાશિ: પ,ઠ અને ણ
આ રાશિવાળા વ્યક્તિઓનો સ્વભાવ તમોગુણી, મધ્યમકામી, શીતપ્રકૃતિ, પ્રેમવશ થનાર, સ્વબળે સફળ, વૈચારિક પરિવર્તનવાળા અને સહયોગી હોય છે. આ રાશિના લોકો પોતાની રીતે કામ કરવાનું પસંદ કરે છે, જેના કારણે કેટલાક લોકો તેમને આળસુ હોવાની ભૂલ કરે છે. કન્યા રાશિના લોકોને પ્રકૃતિ પ્રત્યે ખૂબ લગાવ હોય છે, તેથી જ તેમને ગાર્ડનિંગ કરવું ગમે છે. તેઓ દરેક વસ્તુ પાછળ તર્ક શોધવાનો પ્રયાસ કરે છે અને તે જ સમયે તેઓ તેમની વાત રાખવામાં ક્યારેય પાછળ પડતા નથી. પ્રેમાળ સ્વચ્છતા ઉપરાંત, તેઓ વિશ્લેષણાત્મક છે અને નિયમોનું પાલન કરે છે.

કન્યા 

તુલા રાશિ: ર અને ત
આ રાશિવાળા લોકોનો સ્વભાવ  પરિસ્થિતિઓને પોતાના પક્ષમાં કરનાર, સાહસિક અને કાર્યના શોખીન, સામાજિક તેમજ ખૂબ જ સમજદાર હોય છે. આ રાશિના લોકો જાણે છે કે કેવી રીતે કાર્યક્ષમ વ્યૂહરચના બનાવવી, તેમની રાજદ્વારી ક્ષમતા પણ ઘણી મજબૂત હોય છે અને તેઓ જીવનમાં કોઈપણ ટકરાવથી દૂર રહેવાનું પસંદ કરે છે. આ સિવાય સરળ સ્વભાવ, સંતુલિત રીતે કામ કરનાર , સાફ મન, સંજોગો સાથે હંમેશા લવચીક અને હંમેશા સજાગ. આટલું જ નહીં તેઓ ખૂબ જ સેટલ અને બુદ્ધિશાળી હોય છે.

તુલા ​​​​​​

વૃશ્ચિક રાશિ: ન અને ય
વૃશ્ચિક રાશિના લોકો ગંભીર, નિર્ભય, સમયે હઠીલા, તીવ્ર, જુસ્સાદાર અને સંવેદનશીલ હોય છે. વૃશ્ચિક રાશિના લોકોને હળવાશથી લેવાની ભૂલ કોઈ કરી શકે નહીં. તેઓ તેમની પોતાની શરતો પર જીવન જીવવા માટે જાણીતા છે અને તેમના ભાગ્યના સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું પણ જાણીતું છે. તેઓ ચોક્કસપણે તેમના જીવનમાં કંઈક મોટું હાંસલ કરે છે. આ રાશિના લોકોને પરંપરાઓ પ્રત્યે બહુ પ્રેમ નથી હોતો. તેઓ પડકારરૂપ, ખૂબ મહત્વાકાંક્ષી, દૃઢ નિશ્ચયી, આઉટ ઓફ ધ બોક્સ, સ્વતંત્ર, ગતિશીલ, તીક્ષ્ણ બુદ્ધિવાળા, હિંમતવાન અને કાર્યક્ષમ હોય છે. આ લોકો ખૂબ જ રાજદ્વારી રીતે કામ કરે છે.

વૃશ્ચિક​​​​

ધન રાશિ: ધ, ફ, ભ અને ડ
ધનુરાશિના લોકો અસરકારક, તેજસ્વી અને તેમના ભવિષ્ય માટે આશાવાદી દૃષ્ટિકોણ ધરાવે છે. ધનુ રાશિના લોકો ધાર્મિક તેમજ બુદ્ધિશાળી હોય છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે આ રાશિમાં જન્મેલા લોકો ફેશન પ્રેમી અને ઈમાનદાર હોય છે. આ રાશિવાળા વ્યક્તિઓ સ્વભાવે પર્વતારોહણમાં રૂચિ ધરાવતા, સત્વગુણી, અલ્પકામી, ઉષ્ણપ્રકૃતિ, કાર્યને અંજામ આપનાર, લક્ષ્યકેન્દ્રિ અને કાર્ય નિષ્ણાંત હોય છે.

ધન

મકર રાશિ: ખ અને જ
આ રાશિવાળા વ્યક્તિઓ સ્વભાવે વિહારના શોખીન, સૌમ્ય તમોગુણી, અલ્પકામી અને બધે જ આકર્ષણનું કેન્દ્ર બનનારા હોય છે. મકર રાશિના લોકો ખૂબ જ મહેનતુ અને વ્યવહારુ હોય છે. તેઓ રાજદ્વારી, તીક્ષ્ણ, ઉદાર, દયાળુ, વાસ્તવિક છે અને દરેક વસ્તુ પાછળ તર્ક શોધે છે. હંમેશા ખીલેલા આ લોકો કોઈ પણ બાબતમાં જલ્દી ખરાબ નથી લાગતા. તેઓ ધર્મનિષ્ઠ પણ છે.

મકર

કુંભ રાશિ: ગ, સ, શ અને ષ
કુંભ રાશિમાં જન્મેલા લોકો માનવજાત માટે પ્રેમ ધરાવે છે અને સમાજના ભલા માટે કંઈ પણ કરે છે. કુંભ રાશિના લોકો તેમના વિચારો, જીવન અને ચળવળમાં માત્ર સ્વતંત્રતા પસંદ કરે છે. સામાન્ય રીતે કુંભ રાશિના લોકો શરમાળ સ્વભાવના હોય છે અને તેમને વાત કરવાની બહુ ઈચ્છા હોતી નથી. જો કે, તેમની ઇચ્છાશક્તિ ખૂબ જ મજબૂત છે.

મીન 

મીન રાશિ: દ, ચ, ઝ અને થ
માછલીની જેમ શાંત મીન રાશિના લોકો પણ ખૂબ જ નમ્ર અને દયાળુ હોય છે. મીન રાશિના લોકોનો સ્વભાવ ખૂબ જ દયાળુ હોય છે, જેના કારણે લોકો તેમને ખૂબ પસંદ પણ કરે છે. મીન રાશિના લોકો સરળ સ્વભાવના, સંવેદનશીલ, મૂડી, દયાળુ, ભટકવાની લાલસા, શાંત, પ્રકૃતિપ્રેમી, તેજસ્વી વિચારકો, સર્જનાત્મક, દૂરંદેશી અને લોકોલક્ષી હોય છે. જેઓ કાળજી લે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ