બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Strict police action across Gujarat after the death of 6 in Sirpakdan, Red is falling one after another in all districts, action is also taken in Saurashtra-North Gujarat

દરોડા / સિરપકાંડથી 6ના મોત બાદ ગુજરાતભરમાં પોલીસની કડક કાર્યવાહી, તમામ જિલ્લાઓમાં એક બાદ એક પડી રહી છે રેડ, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં પણ કાર્યવાહી

Vishal Khamar

Last Updated: 09:38 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા નશાકારક સિરપ વેચતા લોકોની ધરપકડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસથી બચવા માટે નશાકારક સિરપનું વેચાણ કરતા કેટલાક લોકો ભૂગર્ભમાં ઉતરી જવા પામ્ય છે. પોલીસ દ્વારા અલગઅલગ ટીમો બનાવી તેઓને ઝડપી પાડવાનાં ચક્રોગતિમાન કર્યા છે.

  • ખેડા સિરપ કાંડમાં 6 લોકોએ ગુમાવ્યા જીવ ગુમાવ્યા
  • પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં યોજી સ્પેશ્યલ ડ્રાઈવ
  • પાન પાર્લર, કરીયાણાની દુકાનોએથી ઝડપાયો શંકાસ્પદ સિરપની જથ્થો

ખેડામાં સિરપ કાંડમાં 6 લોકોનાં મોત નિપજ્યા બાદ ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા અનેક જગ્યાએથી નશાકારક સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા પાન પાર્લર, કરીયાણાની દુકાન સહિત અનેક જગ્યાએથી સિરપની બોટલો જપ્ત કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી. 

જીલ્લામાં પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ યોજી
મહેસાણા પોલીસ દ્વારા સમગ્ર જીલ્લામાં સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી હતી.  પોલીસ દ્વારા જીલ્લામાં 210 થી વધુ જગ્યાએ આર્યુવેદિક સિરપ વેચતા લોકોને ત્યાં રેડ કરી હતી. જીલ્લામાંથી કુલ 6 જગ્યાએથી શંકાસ્પર સિરપ ઝડપાઈ હતી.  પોલીસ દ્વારા યોજવામાં આવેલ સ્પેશ્યલ ડ્રાઈવમાં ઊંઝા, મહેસાણા એ ડીવીઝન, બી ડીવીઝન, કડી, લાંઘણજ, સાંથલ વિસ્તારમાં સિરપ મળી આવી હતી. પોલીસે કુલ 2633 બોટલ સાથે 3,92,188 નો શંકાસ્પદ સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો.

15 હજાર જેટલી સિરપની બોટલો જપ્ત કરી
સુરેન્દ્રનગરમાં નશીલી સિરપનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. જેમાં એસઓજી અને એલસીબીએ રેડ કરી  15 હજાર જેટલી બોટલ જપ્ત કરી હતી પોલીસે 21 લાખથી વધુની કિંમતનો સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા સુરેન્દ્રનગર, જોરાવરનગર, ધ્રાંગધ્રા સહિતનાનાં સ્થળોએ સિરપ ઝડપી હતી. 

સિરપના સેમ્પલ FSL માટે મોકલવામાં આવ્યા
ખેડાનાં ઉત્તરસંડા અને વલેટવા ગામમાંથી સિરપનો જથ્થો ઝડપાયો હતો. વડતાલ પોલીસે 73 બોટલ સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. મેઘસાવા અને જેરેજમ નામની કુલ 73 બોટલ સિરપની બોટલો જપ્ત કરી હતી. સિરપનાં સેમ્પલ એફએસએલ માટે મોકલવામાં આવ્યા હતા. ખેડાનાં નશાકારક સિરપકાંડમાં કુલ 6 લોકોનાં મૃત્યું થયા છે. 

મહેમદાવાદ પોલીસે અલગ-અલગ બ્રાન્ડની સિરપની બોટલો ઝડપી
ખેડાનાં સિપરકાંડ બાદ મહેમદાવાદમાં પોલીસનાં દરોડા પડ્યા હતા. પોલીસે 69 બોટલ નશીલી સિરપ જપ્ત કરી હતી. પોલીસે MEGHASAVA' બ્રાન્ડની 18 અને 'GEREGEM' બ્રાન્ડની સિરપ કરાઈ જપ્ત કરી હતી. તેમજ પોલીસ દ્વારા સિરપનાં સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. ખેડા પોલીસે અલગ-અલગ 3 જગ્યાએ રેડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
 

પાન પાર્લર, કરિયાણાની દુકાનમાંથી સિરપની બોટલ ઝડપાઈ
ખેડા સિરપકાંડમાં 6 લોકોનાં મોત બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. જેમાં કઠલાલ પોલીસે સિરપની 48 જેટલી બોટલો જપ્ત કરી છે. આ સિરપની બોટલો પાન પાર્લર સહિત કરીયાણાની દુકાનમાંથી ઝડપાઈ હતી. આ મામલે કઠલાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

પોલીસે પાર્લરોમાંથી સિરપની બોટલો ઝડપી
બનાસકાંઠા જીલ્લા પોલીસ વડાની સૂચનાથી જીલ્લામાં ઠેર ઠેર પોલીસ દ્વારા ઓચિંતું ચેકીગ હાથ ધરવામાં આવ્યું હતું.  થરાદમાં શંકાસ્પદ સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. થરાદ પોલીસે 3 પાર્લરમાં દરોડા પાડી સિરપની 79 બોટલ જપ્ત કરી હતી. પોલીસે 11 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

અનવરપુરા ગામેથી શંકાસ્પદ સિરપનો જથ્થો ઝડપાયો
પાટણ જીલ્લામાં એસઓજી સમી તાલુકાનાં અનવરપુરા ગામમાં પોલીસે રેડ કરી 7 લાખની સિરપની 5300 બોટલો  કબ્જે કરી હતી. રહેણાંક મકાનમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ સિરપનો જથ્થો ઝડપાયો હતો. રહેણાંક વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં સિરપનો જથ્થો ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારે આ બાબતે પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
 

લાયસન્સ વિના સિરપના વેંચાણ મામલે 1 આરોપીની ધરપકડ
અડાલજ પોલીસ દ્વારા નશાકારક સિરપ વેચતા લોકોને ત્યાં અચાનક જ રેડ કરી તપાસ હાથ ધરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે પોલીસે લાયસન્સ વિનાં સિરપનાં વેચાણ મામલે  1 આરોપીની ધરપકડ કરી રૂપિયા સાત હજારની કિંમતની 59 બોટલો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ