બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / 'Stop attacks on religious places in your country first', India shows mirror to Canada at UN

Canada–India relations / 'પહેલાં તમારા દેશમાં ધાર્મિક સ્થળો પર થતા હુમલાને રોકો', UNમાં ભારતે કેનેડાને દેખાડ્યો અરીસો

Priyakant

Last Updated: 09:44 AM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada–India Relation Latest News: ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને અરીસો બતાવ્યો

  • ભારત-કેનેડા વિવાદ વચ્ચે વધુ એક મોટી અપડેટ
  • UNમાં ભારતે કેનેડાને દેખાડ્યો અરીસો
  • ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ  કેનેડાને કેટલીક સલાહ આપી 

Canada–India Relation Latest News : ભારત-કેનેડા વિવાદ વચ્ચે વધુ એક મોટી અપડેટ સામે આવ્યા છે. ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને અરીસો બતાવ્યો છે. એક મોટા રાજદ્વારી પગલામાં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને ધાર્મિક સ્થળો પર થતાં હુમલાઓ અટકાવવા સલાહ આપી. ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાજદ્વારીઓએ UN માનવ અધિકાર પરિષદની બેઠક દરમિયાન એક ઠરાવ પર ચર્ચા દરમિયાન કેનેડાને કેટલીક સલાહ આપી હતી.

ભારતે કેનેડાને શું આપી સલાહ ? 
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદ્વારી મોહમ્મદ હુસૈને કહ્યું કે, ભારતની કેનેડાને સલાહ છે કે, તેનું ઘરેલું માળખું મજબૂત બને જેથી વાણી સ્વાતંત્ર્યનો દુરુપયોગ ન થઈ શકે. કટ્ટરવાદને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં અને હિંસા ભડકવી જોઈએ નહીં. ભારતીય રાજદ્વારીએ કહ્યું કે, કેનેડામાં ધાર્મિક સ્થાનો અને ધાર્મિક લઘુમતીઓ પર થતા હુમલાઓ પણ બંધ કરવા જોઈએ. નફરતના ગુનાઓ અને દ્વેષપૂર્ણ ભાષણોને રોકવા માટે કાયદા મજબૂત કરવા જોઈએ.

ઇમિગ્રન્ટ્સ સામેના ભેદભાવના મુદ્દે બાંગ્લાદેશે શું કહ્યું ? 
બાંગ્લાદેશી રાજદ્વારી અબ્દુલ્લા અલ ફોરહાદે કહ્યું કે , નેડાએ રંગભેદ, નફરતના ગુનાઓ અને ઇમિગ્રન્ટ્સ અને મુસ્લિમ લઘુમતીઓ સામેના ભેદભાવને રોકવા માટે મજબૂત પગલાં લેવાની જરૂર છે. બાંગ્લાદેશે પણ કેનેડાને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની સલાહ આપી હતી અને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા કહ્યું હતું. શ્રીલંકાના રાજદૂત થિલિની જયસેકરાએ કેનેડાના અધિકારીઓને કહ્યું કે, સ્થળાંતર કામદારો અને તેમના પરિવારોને સુરક્ષિત રાખવા જોઈએ. રંગભેદ અને ભેદભાવપૂર્ણ નીતિઓનો વિરોધ કરવાની અને ઇમિગ્રન્ટ કામદારોના અધિકારોને અસરકારક રીતે અમલમાં મૂકવાની પણ જરૂર છે.

ભારત-કેનેડાના સંબંધો ખરાબ તબક્કામાંથી થઈ રહ્યા છે પસાર 
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો આ દિવસોમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. વાસ્તવમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ગત જૂનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ સંસદમાં ઉભા રહીને આ હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ભારતે ટ્રુડોના આરોપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતા. આ પછી ભારતે કેનેડાના નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી. જોકે વિઝા સેવાઓ તાજેતરમાં ફરી શરૂ કરવામાં આવી છે. હવે ગયા શનિવારે કેનેડિયન PMએ ફરી એકવાર ભારત પર આરોપ લગાવ્યો અને 40 કેનેડિયન રાજદ્વારીઓની રાજદ્વારી પ્રતિરક્ષા રદ કરવાના ભારતના નિર્ણયને વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન ગણાવ્યું. કેનેડાના PMએ એમ પણ કહ્યું કે, જો મોટા દેશો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરશે તો સ્થિતિ ખૂબ જ ખતરનાક બની જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ