બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Special yogas are happening after this date for Aries, Aquarius and Leo

Astrology / ધનલાભ અને સફળતા: મેષ, કુંભ અને સિંહ રાશિ માટે આ તારીખ પછી બની રહ્યા છે ખાસ યોગ

Pooja Khunti

Last Updated: 08:39 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 માર્ચના રોજ મંગળ, કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ, કુંભ રાશિમાં બિરાજમાન થશે. જાણો, શનિની રાશિ કુંભમાં મંગળ ગોચર થવાથી કઈ રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે.

આ સમયે મંગળ, શનિની રાશિમાં બિરાજમાન છે. જે તેની ચાલ બદલીને ફરી શનિની જ રાશિમાં પ્રવેશ કરશે. તેનાથી કેટલીક રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે તો કેટલીક રાશિના જાતકો માટે સમસ્યાઓ પણ સર્જાઇ શકે છે. 15 માર્ચના રોજ મંગળ, કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ, કુંભ રાશિમાં બિરાજમાન થશે. જાણો, શનિની રાશિ કુંભમાં મંગળ ગોચર થવાથી કઈ રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. 

મેષ રાશિ 
મંગળ ગોચર થવાથી મેષ રાશિના જાતકોને લાભ પ્રાપ્ત થશે. તમને અચાનક ધન લાભ થઈ શકે છે. તમારી એનર્જી જળવાઈ રહેશે. કારકિર્દીમાં વિચારીને આગળ વધવું તમારા માટે ફાયદાકારક માનવામાં આવશે. મિત્રો સાથે સારો સમય પસાર કરી શકો છો. નવી નોકરીની તક પણ મળી શકે છે. 

કુંભ રાશિ 
તમારા જીવનમાં સકારાત્મકતા વધશે. તમને દરેક કામમાં સફળતા મળશે. તમારા કામની પ્રશંસા પણ થશે. ઓફિસમાં તમારા બોસ તમારાથી ખુશ રહેશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે. 

વાંચવા જેવું: ભારતના આ ગામમાં જ અવતાર લેશે ભગવાન કલ્કિ: આજે PM મોદીએ મંદિરનું કર્યું શિલાન્યાસ, જાણો શું છે માન્યતા

સિંહ રાશિ 
મંગળ ગોચરના કારણે સિંહ રાશિના જાતકોને સકારાત્મક પરિણામો મળી શકે છે. કારકિર્દીમાં સફળતા મળી શકે છે. તમને મળેલી તકનો લાભ લો. તમને તમારી મહેનતનું ફળ મળશે. તમને તમારા પરિવારના લોકો અને મિત્રોનો સાથ મળશે. પ્રવાસ પર જવાનો યોગ બની રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ