ન્યૂઝ અપડેટ્સ
VTV / Fashion & Beauty / Special Homemade Face Pack For Glowing Skin
ADVERTISEMENT
ફ્રુટ અને વેજિટેબલ ફેસપેક
હંમેશા એવું જોવા મળે છે કે કેટલાક લોકોને બેસન કે અન્ય કેટલીક વસ્તુઓથી એલર્જીની સમસ્યા થાય છે. આવા સંજોગોમાં તમે વિવિધ ફળોમાંથી તૈયાર કરેલા ફેસપેકનો ઉપયોગ કરીને ચહેરા પર લગાવી શકો છો. કેળા, પપૈયુ, ખીરા, દુધી, કીવી, એવોકોડો, ટામેટા, સ્ટ્રોબેરી વગેરેમાંથી તૈયાર કરેલા ફેસપેકથી ત્વચાને અંદરથી પોષણ મળે છે. આ વસ્તુઓમાંથી ફેસપેક તૈયાર કરવા માટે તમે મધનો ઉપયોગ કરી શકો છો. તે ત્વચાના રોમ છિદ્રોને ખોલીને ઝેરીલા તત્વોને બહાર કાઢે છે. આ એક સારો વિકલ્પ છે.
ADVERTISEMENT
બેસન પેસ્ટ
ઘરના રસોડામાં બેસન સરળતાથી ઉપલબ્ધ હોય છે. બેસનને ફેસપેકના રુપમાં ઉપયોગમાં લઇ શકાય છે. તેને કોઇ પણ પ્રકારની ત્વચા ઘરાવતી વ્યક્તિ ઉપયોગમાં લઇ શકે છે. તે ગ્લોઇંગ સ્કીનમાં મદદરુપ છે. તેમાંથી ફેસપેક તૈયાર કરવા માટે એક ચમચી બેસનમાં એક ચમચી મધ અને પા ચમચી સરસવનું તેલ બનાવીને મિક્સ કરો, 15થી 20 મિનિટ તે ચહેરા પર લગાવ્યા બાદ ચહેરો ધોઇ લો.
મુલતાની માટી પેક
રોમછિદ્રોને ખોલવા માટે આ પેકનો સૌથી વધુ પ્રયોગ કરવામાં આવે છે. પહેલાના સમયમાં મુલતાની માટી સૌથી વધુ કામ આવતી હતી. લોકો તેનાથી નહાવાની સાથે વાળ ધોવામાં પણ તેનો ઉપયોગ કરતા હતા.
ADVERTISEMENT
બટાકાનો રસ
કાર્બોહાઇડ્રેડ યુક્ત બટાકા ત્વચાની ડેડ સ્કીનને દુર કરવામાં મદદ કરે છે. બટાકાને વચ્ચેથી કાપીને ચહેરા પર થોડો સમય ઘસવાથી ચહેરા પરની અને સ્કીનની અંદરની ગંદકી દુર થાય છે. સાથે સાથે ત્વચાના ઝેરીલા તત્વો પણ બહાર આવી જાય છે. તમે તેને કોણી અને ગરદન જેવા ભાગ પર પણ ઘસી શકો છો.
એલોવીરા
એન્ટીબેક્ટેરિયલ, એન્ટીબાયોટિક, એન્ટીફંગલ વગેરે તત્વોથી યુક્ત એલોવિરા માત્ર ચહેરાની નહીં, પરંતુ અનેય ખુલ્લા અંગોની ચમક વધારવા માટે સૌથી સરળ વિકલ્પ છે. આ માટે તમે એલોવિરાને કાપીને વચ્ચેથી ચહેરા પર લગાવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો