બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / sovereign gold bond scheme second series last day today buy gold on cheapest price

તમારા કામનું / આજે છેલ્લો ચાન્સ! સરકાર પાસેથી સસ્તામાં ખરીદો સોનું, મળશે જોરદાર રિટર્ન અને ઓનલાઈન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ

Arohi

Last Updated: 10:36 AM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sovereign Gold Bond Scheme: Sovereign Gold Bond Schemeની બીજી સીરિઝને 11 સપ્ટેમ્બરે ઓપન કરવામાં આવી હતી. જે આજે પાંચમાં દિવસે બંધ થવા જઈ રહી છે. આ સ્કીમ હેઠળ બજાર ભાવથી ઓછા ભાવ પર સોનું ખરીદવાની તક મળે છે.

  • સરકાર પાસેથી સસ્તામાં ખરીદો સોનું
  • સોના પર મળશે જોરદાર રિટર્ન 
  • ઓનલાઈન પેમેન્ટ પર પણ ડિસ્કાઉન્ટ

તમે સોનામાં રોકાણ કરવા માંગો છો અને ઈચ્છો છો કે સુરક્ષાની સાથે જ જબરદસ્ત રિટર્ન પણ મળે તો પછી તમારી પાસે આજે છેલ્લી તક છે. હકીકતે Sovereign Gold Bond Scheme 2023-24ની બીજી સીરિઝ આજે બંધ થવા જઈ રહી છે. તેને 11 સપ્ટેમ્બરે ચાલુ કરવામાં આવી હતી. જ્યાં સરકાર બજાર ભાવથી ઓછા ભાવમાં સોનું ખરદવાની તક આપે છે. એવામાં જો તમે અત્યાર સુધી આ સ્કીમનો ફાયદો નથી ઉઠાવ્યો તો પછી આજ જ તેમાં ઈન્વેસ્ટ કરી શકો છો. 

આ ભાવ પર મળે છે સોનું 
રોકાણકારોને શાનદાર રિટર્ન આપનાર આ Sovereign Gold Bond Schemeનો હેતુ ફિઝિકલ ગોલ્ડની માંગને ઓછુ કરવાનો છે. આજ કારણ છે કે સરકાર બજાર ભાવથી ઓછી કિંમત પર સોનું વેચે છે અને તેના પર સોનાની કિંમત 5,923 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે.  

સરકારે ગોલ્ડની ફિઝિકલ માંગને ઓછી કરવાના ઈરાદાથી સૌથી પહેલા સરકારી ગોલ્ડ બોન્ડ યોજના નવેમ્બર 2015માં શરૂ કરી હતી. સરકારની આ યોજના હેઠળ બજારથી ઓછી કિંમત પર સોનામાં રોકાણ કરવામાં આવી શકે છે. તેમાં કરવામાં આવેલા રોકાણ પર સુરક્ષાની ગેરેન્ટી સરકાર આપે છે. 

ડિજિટલ ગોલ્ડ વેચે છે સરકાર 
આ સ્કીમ હેઠળ સરકાર જે સોનું વેચે છે તે એક પ્રકારનું પેપર ગોલ્ડ અથવા તો ડિજિટલ ગોલ્ડ હોય છે. જેમાં તમને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે કે તમે કયા રેટ પર સોનાની કેટલી ખરીદી કરી છે. આ ડિજિટલ ગોલ્ડને ખરીદવા પર રિટર્ન મળવાની સંભાવના વધારે રહે છે. 

તેને એવી રીતે સમજી શકાય છે કે એસજીબી સ્કીમ હેઠળ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવામાં આવે છે. જેને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવે છે. જો ફાયદાની વાત કરવામાં આવે તો સોવરેન ગોલ્ડ બોન્ડમાં વાર્ષિક 2.5 ટકા વધારે વ્યાજ મળે છે અને આ અશ્યોર્ડ રિટર્ન હોય છે. તેના ઉપરાંત સ્કીમમાં સોનાની ખરીદી પર સરકાર નક્કી કરેલા રેટ પર વધારે છૂટ પણ આપે છે. 

ઓનલાઈન ખરીદી પર વધારે છૂટ 
SGB Scheme હેઠળ ઓનલાઈન ખરીદી કરનાર લોકોને 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ પણ આપે છે. એવામાં જો તમે Sovereign Gold Bond Schemeની આ બીજી સીરિઝમાં ઓનલાઈન સોનું ખરીદો છો તો પછી તમારા માટે 1 ગ્રામ સોનાનો ભાવ 5,923 રૂપિયા નહીં પરંતુ ફક્ત 5,873 રૂપિયા પ્રતિ ગ્રામ હોય છે. સ્કીમમાં એક નાણાકીય વર્ષમાં એક વ્યક્તિ વધારેમાં વધારે 500 ગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. જ્યારે ખરીદનાર ઓછામાં ઓછા એક ગ્રામ સોનામાં રોકાણ કરી શકે છે. 

અત્યાર સુધી કેટલું આપ્યું રિટર્ન 
રોકાણકારો આ ડિજિટલ ગોલ્ડને કેશથી પણ ખરીદી શકે છે જેટલી રકમનું ગોલ્ડ તેમાં ખરીદવામાં આવે છે. તેના બરાબરના મૂલ્યનું સોવરેન ગોલ્ડ બોન્ડ તેમને આપવામાં આવે છે. તેનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષનો હોય છે. 

પરંતુ 5 વર્ષ બાદ તેમાંથી બહાર નિકળવાનો વિકલ્પ પણ મળે છે. એક બીજી ખાસ વાત એ છે કે સોવરેન ગોલ્ડ બોન્ડમાં તમે 24 કેરેટ એટલે કે 99.9% શુદ્ધ સોનામાં રોકાણ કરી શકો છો. ગોલ્ડ બોન્ડ સ્કીમની આ હપ્તાની સેટલમેન્ટ ડેટ 20 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ