બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / south actress rekha boj offers to be naked without clothes streak on beach if india wins world cup

World Cup 2023 / જો ભારત વર્લ્ડકપ જીતી જશે તો હું કપડાં વગર જ બીચ પર...: પબ્લિસિટી માટે અભિનેત્રીએ કર્યું અનોખુ પ્રોમિસ, લોકો ભડક્યા

Manisha Jogi

Last Updated: 12:00 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાશે. સાઉથની ફેમસ અભિનેત્રીના ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે, જેણે પૂનમ પાંડે જેવું નિવેદન આપીને પબ્લિસિટી માટેની કોશિશ કરી છે.

  • 19 નવેમ્બરે રમાશે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ
  • આ અભિનેત્રીએ આપ્યું અજીબોગરીબ નિવેદન
  • જો ભારત વર્લ્ડકપ જીતી જશે તો હું કપડાં વગર જ બીચ પર...:

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાશે. ફેન્સ ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે તો અનેક લોકોએ પબ્લિસિટી સ્ટંટ શરૂ કરી દીધા છે. સાઉથની ફેમસ અભિનેત્રીના ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે, જેણે પૂનમ પાંડે જેવું નિવેદન આપીને પબ્લિસિટી માટેની કોશિશ કરી છે. 

પબ્લિસિટી સ્ટંટ
પૂનમ પાંડેએ 2011માં નિવેદન આપ્યું હતું કે, જો ભારત વર્લ્ડ કપ જીતશે તો તે ન્યૂડ ફોટોશૂટ કરાવશે. તેલુગુ અભિનેત્રી રેખા બોજે પણ ઓપન ઓફર આપી છે. રેખા બોજે જણાવ્યું છે કે, ભારતીય ટીમ 2023નો વર્લ્ડ કપ જીતશે તો વિશાખાપટ્ટનમના બીચ પર ન્યૂડ ફરશે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ કરીને પબ્લિસિટી મેળવવાની કોશિશ કરી છે. 

સોશિયલ મીડિયા પર ટ્રોલ
રેખા બોજે આ પ્રકારની પોસ્ટ કર્યા પછી તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. અનેક લોકોએ કહ્યું કે, તેઓ ટીકિટ બુક કરાવી રહ્યા છે. તો અનેક લોકોએ કમેન્ટ કરી રહ્યા છે કે, આ એક પબ્લિસિટી સ્ટંટ છે. એક યુઝરે કમેન્ટ કરી છે કે, રેખા બોજે હેડલાઈન્સમાં આવવા માટે ટીમ ઈન્ડિયાના નામનો ઉપયોગ કર્યો છે, જે શરમજનક છે. તાજેતરમાં જ એક અભિનેત્રી મોડલે મોહમ્મદ શમીને લગ્નનું પ્રપોઝલ આપ્યું હતું. પાકિસ્તાનની એક અભિનેત્રીએ વર્લ્ડ કપ દરમિયાન બાંગ્લાદેશની ટીમને કહ્યું હતું કે, જો તેમની ટીમ ભારતને હરાવી દેશે તો તે બંગાળી છોકરા સાથે ફિશ ડિનર પર જશે. 

અમદાવાદમાં રમાશે વર્લ્ડ કપ
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ આ શાનદાર મેચ માટે તૈયાર છે. બંને ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. 19 નવેમ્બરે બપોરે 2 વાગ્યે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ શરૂ થશે. વર્લ્ડ કપ ફાઇનલમાં 20 વર્ષ પછી બંને ટીમો વચ્ચે મુકાબલો થશે. વર્લ્ડ કપ 2003ના ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમી હતી. ICC નોકઆઉટમાં બંને ટીમો વચ્ચે આ 7મો મુકાબલો હશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ