બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / sourav ganguly land case against man for trying to illegally occupy plot

પ્રોપર્ટી કેસ / સૌરવ ગાંગુલીના જમીન પર કબજાની કોશિશ, ફોન પર ધમકી આપી ગાર્ડ માર્યો માર, જાણો સમગ્ર કેસ

Bijal Vyas

Last Updated: 10:04 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીની જમીન કબજે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જાણો શું છે આ સમગ્ર મામલો...

  • ગુંડાઓએ ગાંગુલીની જમીન કબજે કરવાનો પ્રયત્ન કર્યો
  • આ બાબતે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી
  • સૌરવ ગાંગુલીની આ ખાલી જમીન પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના ભટનગરમાં આવેલી છે

Sourav Ganguly Plot Case: પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેટલાક ગુંડાઓએ ગાંગુલીની જમીન કબજે કરવાનો પ્રયત્ન કર્યો છે. આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે તાળા તોડીને ગુંડાઓએ ગાંગુલીની જમીન પર કબજો કર્યો છે.

આ દરમિયાન ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડે તે લોકોને રોકવાનો પ્રયાસ કર્યો તો તેને પણ માર મારવામાં આવ્યો હતો. ગાંગુલીના પીએ તાનિયા ભટ્ટાચાર્યએ પોલીસને આ ફરિયાદ કરી છે. તેણે કહ્યું કે, જ્યારે તે આરોપીઓ સાથે ફોન પર વાત કરી ત્યારે તેઓએ ધમકીઓ અને ગેરકરવર્તન કરવાનુ શરૂ કર્યું.

સ્કૂલની જમીન પર ગાર્ડ સાથે મારપીટ
ઉલ્લેખનીય છે કે, સૌરવ ગાંગુલીની આ ખાલી જમીન પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના ભટનગરમાં આવેલી છે. આ જમીન સ્કૂલ માટે છે. અહીં એક સ્કૂલ બનાવવામાં આવશે. હાલમાં, તે જગ્યા હજુ પણ તાળાબંધી છે. ગાંગુલીના પીએ તાનિયા ભટ્ટાચાર્યએ મહેશતલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે કેટલાક ગુંડાઓએ તે જમીન પર અતિક્રમણ કરવાનો પ્રયત્ન કર્યો છે.

ફરિયાદ મુજબ, બદમાશો ઘણા દિવસોથી કબજો કરવાનો અલગ અલગ પ્રયત્ન કરી રહ્યા હતા. તેઓએ ગાંગુલીની જમીન પરનું તાળું પણ તોડી નાખ્યું હતું. અસામાજિક કામ પણ કર્યું. કાયતમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે સુરક્ષા ગાર્ડે પકડવાના સમયે તે બદમાશોને રોક્યા તો તેઓએ તેની સાથે મારપીટ પણ કરી. તાનિયાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, બદમાશોએ ફોન પર સિક્યુરિટી ગાર્ડને ધમકી પણ આપી છે.

બદમાશોએ કરી ગાડા-ગાડી
તાનિયા ભટ્ટાચાર્યએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને પણ ફોન પર ધમકી આપવામાં આવી હતી. બદમાશો માત્ર ધમકીઓ આપીને જ અટક્યા નહીં ,એવો આરોપ છે કે તેમની સાથે અપશબ્દોની સાથે ગાડા-ગાડી પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ પોલીસ ફરિયાદમાં સુપ્રિયા નામની વ્યક્તિને મુખ્ય આરોપી તરીકે જણાવવામાં આવ્યો છે. તેની સામે મહેશતલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ