બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / soumya shetty arrested for doing robbery of one kg gold

શૉકિંગ / પૈસા જોઈને ફેમસ અભિનેત્રીનું મન ડગમગ્યું : બહેનપણીના ઘરમાંથી કરી 150 તોલા સોનાની ચોરી, થઈ ધરપકડ

Arohi

Last Updated: 09:55 AM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Actess Arrested For Doing Robbery: સાઉથ એક્ટ્રેસ અને કન્ટેન્ટ ક્રિએટર સૌમ્યા શેટ્ટી સાથે જોડાયેલો એક ગંભીર મામલો સામે આવ્યો છે. એક્ટ્રેસ પર ચોરીનો આરોપ લગાવ્યો છે અને તેના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે.

ફેમસ સાઉથ એક્ટ્રેસ અને કન્ટેન્ટ ક્રિએટર સૌમ્યા શેટ્ટીની વિશાખાપટનમ પોલીસે ધરપકડ કરી છે. એક્ટ્રેસ પર સોનાની ચોરીનો આરોપ લગાવામાં આવ્યો છે. જણાવી દઈએ કે અભિનેત્રી સૌમ્યા શેટ્ટીએ સેવાનિવૃત ભારતીય પોસ્ટ વિભાગના કર્મચારીના ઘરે આ ચોરીને અંજામ આપ્યો. માહિતી અનુસાર પોલીસે સમય પર કાર્યવાહી કરતા એફઆઈઆર નોંધીને સૌમ્યાની ધરપકડ કરી છે. 

આ પ્રકારે કરી ચોરી
સેવાનિવૃત્ત ભારતીય પોસ્ટ વિભાગના કર્મચારી પ્રસાદ બાબુએ ઘરેથી 150 તોલા સોનાના દાગીનાની ચોરીની ફરિયાદ પોલીસમાં કરી હતી. પોલીસનું કહેવું છે કે સૌમ્યા મોટાભાગે પ્રસાગના ઘરે આવતી હતી. પ્રસાદની દિકરી મોનિકા સાથે તેની મિત્રતા હતી અને તેના કારણે તે તેમની લાઈફસ્ટાઈલ અને મોંઘી વસ્તુઓ વિશે જાણતી હતી. બાથરૂમ જવાનું બહારનું કરી વારંવાર રૂમમાં આવતી હતી. 

પોલીસે કરી કાર્યવાહી 
મોનિકાનો પરિવાર એક લગ્નમાંથી પરત ફક્યો તો તેને લાગ્યું કે ઘરમાં મુકેલી સોનાની વસ્તુઓ ગાયબ છે જેના બાદ ફરિયાદ નોંધાવવામાં આવી. ફોરેન્સિક તપાસમાં ફિંગરપ્રન્ટ્સ અને સીસીટીવી ફૂટેજ પણ લેવામાં આવ્યા 11 લોકો શંકાના ઘેરામાં છે. તેના બાદ પુછપરછ કરવામાં આવી જેમાં ત્રણ લોકોની ધરપકડ કરી સવાલ પુછવામાં આવ્યો. તેમાં સૌમ્યા પણ શામેલ છે. પોલીસે કાર્યવાહી કરતા આ મામલામાં સૌમ્યાના સામે કેસ નોંધાવ્યો છે. ચોરીની આ ઘટનાને અંજામ આપ્યા બાદ સૌમ્યા શેટ્ટી ગોવા જતી રહી હતી. 

વધુ વાંચો: મેગા સ્ટાર ધમેન્દ્રની તબિયત હવે કેવી? લગ્નમાં પહોંચી હતી ઇજા, સામે આવ્યું હેલ્થ અપડેટ

74 ગ્રામ સોનું રિકવર 
ધરપકડ બાદ સૌમ્યા શેટ્ટીએ ચોરીની વાત કબૂલી. અત્યાર સુધી 74 ગ્રામ સોનું પોલીસને મળી ગયું છે. એક્ટ્રેસનું કહેવું છે કે બાકી સોનું તેની પાસે નથી. જેથી તે પરત નથી કરી શકતી. આ સંપૂર્ણ મામલામાં હાલ આગળની કાર્યવાહી ચાલું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ