બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / Sonu Nigam wife Madhurima and son test positive for COVID 19

બોલીવૂડ / સિંગર સોનુ નિગમ કોરોના સંક્રમિત,દુબઈથી વીડિયો શેર કરી કહ્યું- ડરવાની કોઈ જરૂર નથી

Kavan

Last Updated: 09:05 AM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ ફરી એકવાર ઝડપથી પ્રસરી રહ્યો છે. ભારતમાં ઝડપથી વધી રહેલી આ ત્રીજી લહેર ફરી એકવાર ચિંતાનું કારણ બની રહી છે.

  • જાણીતા સિંગર સોનુ નિગમ કોરોના સંક્રમિત
  • વીડિયો શેર કરી આપી જાણકારી
  • દીકરો અને પત્નીનો રિપોર્ટ પણ આવ્યો પોઝિટિવ

બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કેટલાક લોકોએ તેને હરાવ્યો છે, જ્યારે કેટલાક લોકો હજુ પણ તેની સાથે લડી રહ્યા છે. ત્યારે પોતાના સુરીલા અવાજથી લાખો લોકોના દિલો પર રાજ કરનાર જાણીતા ગાયક સોનુ નિગમ કોવિડ 19 પોઝીટીવ થયાં છે. 

હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ વિશે માહિતી આપી છે. સોનુ નિગમની સાથે તેમના પુત્ર નીવાન નિગમ, પત્ની મધુરિમા નિગમને પણ કોરોના થયો છે.

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે

સોનુ નિગમે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો દ્વારા પોતાના કોરોના પોઝિટિવ હોવાની માહિતી શેર કરી છે. તેણે લગભગ 3 મિનિટનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે તે દુબઈમાં છે અને કોરોના (Sonu Nigam Corona Positive)સામે લડાઈ લડી રહ્યો છે.

નવા વર્ષની શુભકામનાઓ સાથે આપ્યા આ સમાચાર

સોનુ નિગમે શેર કરેલા વીડિયોમાં લખ્યું છે- 'તમને બધાને નવા વર્ષની શુભકામનાઓ. હું કોવિડ પોઝિટિવ છું. ઘણા લોકો આ જાણે છે અને ઘણા નથી. પરંતુ એ પણ સાચું છે કે મને નથી લાગતું કે હું કોવિડ પોઝિટિવ છું. હું દુબઈમાં છું. મારે ભારત આવવાનું હતું કારણ કે મારે ભુવનેશ્વરમાં પરફોર્મ કરવાનું હતું અને સુપર સિંગર સીઝન 3નું શૂટિંગ પણ કરવાનું હતું. પરંતુ જ્યારે મેં કોરોના ટેસ્ટ કરાવ્યો ત્યારે હું પોઝિટિવ આવ્યો. પરંતુ મને આશા છે કે હું ધીરે ધીરે સાજો થઈશ. મેં કેટલી વાર વાઈરલ અને ગળા ખરાબમાં કોન્સર્ટ કર્યા છે અને તે તેના કરતા ઘણું સારું છે. હું કોવિડ પોઝીટીવ છું પણ હું મરી રહ્યો નથી. મારું ગળું પણ ચાલી રહ્યું છે એટલે કે હું ઠીક છું. ડરવાનું કંઈ નથી. પરંતુ મને ખરાબ લાગે છે કે ઘણું નુકસાન થયું છે. મારી જગ્યાએ બીજા ગાયકો આવ્યા છે.

પરિવારના આ લોકો પણ કોરોનાની ઝપેટમાં

સોનુ નિગમે આખરે કહ્યું કે તેની પત્ની મધુરિમા નિગમ અને પુત્ર નિવાન પણ કોરોના પોઝિટિવ છે. તેણે કહ્યું- 'મારો પુત્ર, મારી પત્ની અને મારી પત્નીની બહેન બધા કોરોના વાયરસથી સંક્રમિત છે. અમે હેપ્પી કોરોના પોઝિટિવ પરિવાર છીએ. તમને જણાવી દઈએ કે સોનુ નિગમ છેલ્લા દોઢ મહિનાથી સતત કોન્સર્ટ અને શૂટિંગ કરી રહ્યો હતો, જેના કારણે તે તેના પરિવારને મળ્યો પણ નથી. હવે કોવિડ પોઝિટિવ આવ્યા બાદ તેને દુબઈમાં જ તેના પરિવાર સાથે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ