બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Sohail Khan Ex Wife Seema Sajdeh Said That She Likes Women In netflix show

બોલિવુડ મસાલા / મને મહિલાઓમાં ઇન્ટરેસ્ટ છે! સોહેલ ખાનની પૂર્વ પત્નીએ કહ્યું, મને લગ્નનાં 22 વર્ષ પછી ખબર પડી કે...

MayurN

Last Updated: 04:25 PM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેટફ્લિક્સના શો 'ફેબ્યુલસ લાઇવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સ'માં સોહેલ ખાનની એક્સ વાઇફ અને ફેશન ડિઝાઇનર સીમા સજદેહે કંઇક એવું કહ્યું કે જેને સાંભળીને સૌ કોઇ આશ્ચર્યમાં પડી ગયા હતા.

  • સોહેલ ખાનની પૂર્વ પત્ની છે સીમા સજદેહ
  • ફેબ્યુલસ લાઇવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સમાં જોવા મળી
  • એક એપિસોડમાં ખુલાસો કર્યો કે તેને છોકરીઓ પસંદ છે

નેટફ્લિક્સના શો 'ફેબ્યુલસ લાઇવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સ'ની પહેલી સીઝનને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને આ શોની બીજી સીઝન પણ આવી છે, જેમાં સીમા સજદેહ, મહીપ કપૂર, ભાવના પાંડે અને નીલમ કોઠારી જોવા મળી રહ્યા છે. બીજી સીઝન એકદમ મજેદાર છે અને આ સિઝનમાં પણ પહેલી સિઝનની સરખામણીમાં બોલ્ડનેસનું લેવલ વધ્યું છે. નવી સિઝનમાં આ એક્ટ્રેસિસ ઘણા મોટા ખુલાસા કરવા જઈ રહી છે. આ દરમિયાન ભારતીય મેચમેકિંગ સીમા ટપરિયાની પણ શોમાં એન્ટ્રી થઇ હતી, જેની સામે સોહેલ ખાનની એક્સ વાઇફ અને ફેશન ડિઝાઇનર સીમા સજદેહે કંઇક એવું કહ્યું કે જેને સાંભળીને સૌ કોઇ આશ્ચર્યમાં પડી ગયા હતા.

વાત જાણવામાં 22 વર્ષ લાગ્યા.
વાસ્તવમાં શોના એક એપિસોડમાં સીમા તાપરિયાએ ગેસ્ટ અપિયરન્સ આપ્યું છે. આ દરમિયાન સીમા તાપરિયા સીમા સજદેહ સાથે પોતાના અંગત જીવન વિશે વાત કરે છે અને તેના માટે પરફેક્ટ મેચ શોધવાની વાત કરે છે. સીમા તાપરિયા પહેલા સીમા સજદેહને પૂછે છે કે તેણે 22 વર્ષ પછી સોહેલને કેમ છૂટાછેડા આપ્યા. જેના જવાબમાં સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમાનું કહેવું છે કે, બંનેને વિચાર મેચ થતા નહી. આના પર સીમા તાપરિયા ફરી પૂછે છે કે આ વાત જાણવામાં 22 વર્ષ કેમ લાગ્યા.

મને છોકરીઓ પસંદ છે
આ સવાલનો જવાબ આપતા સીમા સજદેહ કંઈક એવું કહે છે કે જેને સાંભળીને ત્યાં હાજર સૌ કોઈ આશ્ચર્યમાં પડી જાય છે. તે મજાક કરે છે કે મને છોકરીઓ ગમે છે. પોતાની વાત કહ્યા બાદ તે પણ જોરજોરથી હસવા લાગે છે અને પછી કહે છે કે મારા જવાબથી તું ગભરાઈ ગઈ. જો કે આ જવાબ સાંભળ્યા બાદ સીમા ટાપરિયાના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે.

ભારતમાં આ વસ્તુ યોગ્ય નથી
મહીપ કપૂર પણ સીમા સજદેહની આ મજાકને આગળ વધારવાનો પ્રયાસ કરે છે અને મહીપ સીમા તાપરિયાને કહે છે કે શું તમે સીમા સજદેહ માટે દુલ્હનની શોધ કરશો? ત્યારે આના પર સીમા તાપરિયા એ વાતનો સ્પષ્ટ ઈનકાર કરે છે કે ભારત અત્યારે એટલું ઓપન નથી કે આવું કરવું યોગ્ય રહે. આપણે તેના વિશે પછીથી વિચાર કરીશું. તમને જણાવી દઈએ કે આ શોમાં આ ચાર અભિનેત્રીઓની રિયલ લાઈફ બતાવવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ