બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Skymet predicts heavy rain again in Gujarat state

સ્કાયમેટ આગાહી / આગામી 3 દિવસ ગુજરાત માટે ભારે: બનાસકાંઠા, તાપી, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં મૂશળધાર આગાહી

Malay

Last Updated: 10:59 AM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain Forecast In Gujarat: ગુજરાતમાં ફરી સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી થતાં જગતનો તાત ખુશખુશાલ, સ્કાયમેટના અનુમાન મુજબ, ગુજરાતમાં 3 દિવસ થઈ શકે છે ભારે વરસાદ.

  • ગુજરાતમાં વરસાદને લઈને સ્કાયમેટની આગાહી 
  • ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી 
  • મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થશે ભારેથી અતિભારે!

Rain Forecast In Gujarat: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ ઊભો થયો છે. ગુજરાતમાં વરસાદ લાવે તેવી બે સિસ્ટમ સર્જાતા ફરી સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પૂરેપૂરો ઓગસ્ટ મહિનો અને ચાલુ મહિનાના પહેલા અઠવાડિયા સુધી મેઘરાજા રિસાયેલા રહેવાથી ચિંતાતુર થયેલા ખેડૂતો માટે આ આગાહી રાહત આપનારી છે. ગુજરાતમાં વરસાદ અંગે સ્કાયમેટનું અનુમાન છે કે રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદ પડશે.

આ જિલ્લાઓમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ 
વરસાદ અંગે સ્કાયમેટના અનુમાન મુજબ, આગામી ત્રણ દિવસ મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં પણ વરસાદની શક્યતા છે. 

રાજ્યમાં 3 દિવસ મેઘમહેરની આગાહી 
હવામાન અંગે સેટેલાઇટ ડેટા દર્શાવતી વેબસાઇટ વિન્ડીમાં ગુજરાત પર વરસાદી સિસ્ટમ જોઇ શકાય છે. જે મુજબ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આજે ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચમાં, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી છે. 

ગુજરાતમાં ફરી છૂટાછવાયા વરસાદની આગાહી: જૂનાગઢ, ગીર સોમનાથ સહિત જુઓ કયા-કયા  વિસ્તારોમાં મેઘરાજા ત્રાટકશે | Gujarat will have normal rainfall with no  active rainfall ...

17, 18 અને 19 સપ્ટેમ્બરે વરસાદની આગાહી
17 સપ્ટેમ્બર છોટાઉદેપુર, ભરૂચ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે 18 સપ્ટેમ્બરે સુરત, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી છે. 19 સપ્ટેમ્બરે કચ્છ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. 

આગાહીથી ખેડૂતોને હાથકારો
હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહીના પગલે રાજ્યના ખેડૂતો અને સામાન્ય લોકોને હાથકારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે. 

ગુજરાતમાં વરસાદની હાલ કોઈ જ સિસ્ટમ એક્ટિવ નહીં, ક્યાંક ધીમીધારે તો ક્યાંય  છૂટોછવાયો વરસે તેવી શક્યતા/ ambalal forecast arrival of meghraja in gujarat  from today heat ...

આ મહિનામાં પડ્યો 41.55 મિમિ વરસાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં માત્ર 25.49 મિમિ વરસાદ નોંધાયો હતો. જ્યારે ચાલુ સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં સરેરાશ 41.55 મિમિ વરસાદ પડી ચૂક્યો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ