બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / skipping rope exercise benefits in weight loss, know how to do skipping

તમારા કામનું / 10 મીનિટમાં ઘટાડો વજન! દરરોજનાં આટલા દોરડાં કૂદશો તો ફટાફટ થશે વેઈટ લોસ, જાણી લો સાચી ટેકનિક

Vaidehi

Last Updated: 07:40 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જિમ, એરોબિક્સ, વોકિંગ-રનિંગ, ઝુમ્બા જેવી એક્સર્સાઇઝથી કંટાળી ગયાં હો અને કંઈક ચેન્જ જોઈતો હોય તો દોરડાં કૂદો. દોરડાં કૂદવાથી ઝડપથી વજન ઊતરે છે.

  • દોરડાં કૂદવાથી ઝડપથી વજન ઊતરે છે
  • દરરોજ દસથી પંદર મિનિટ દોરડાં કૂદવાં જોઈએ
  • દોરડાં કૂદતાં પહેલાં પાંચથી દસ મિનિટ વોર્મઅપ કરો

જિમ, એરોબિક્સ, વોકિંગ-રનિંગ, ઝુમ્બા જેવી એક્સર્સાઇઝથી કંટાળી ગયાં હો અને કંઈક ચેન્જ જોઈતો હોય તો દોરડાં કૂદો. નાનપણમાં આપણે બધાંએ દોરડાં કૂદવાની રમત રમી હશે. એ સમયે ખ્યાલ પણ નહોતો કે જેને આપણે સામાન્ય રમત સમજતાં હતાં એ વ્યાયામનો શ્રેષ્ઠ પ્રકાર છે. દોરડાં કૂદવાથી મોટા પ્રમાણમાં કેલરી બર્ન થાય છે. વજન ઘટાડવા ઇચ્છતા હોય એવા લોકોએ દરરોજ દસથી પંદર મિનિટ દોરડાં કૂદવાં જોઈએ

વજન ઝડપથી ઘટવા લાગશે
આ કસરતની ખાસિયત એ છે કે તમારે ક્યાંય બહાર જવાની કે પૈસા ખર્ચવાની જરૂર નથી. બાલ્કની કે ટેરેસમાં અથવા લિવિંગરૂમ મોટો હોય તો ઘરમાં જ દોરડાં કૂદવાનો આનંદ લઈ વજનને નિયંત્રણમાં રાખી શકાય છે. દોરડાંકૂદ એરોબિક્સ જેવી એક્સર્સાઇઝ છે. જમ્પ મારતી વખતે હૃદયની ગતિ વધવાથી આખા શરીરમાં ઓક્સિજનનો પુરવઠો ઝડપથી પહોંચે છે. ઓછા સમયમાં શરીરના દરેક અવયવને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેતાં સ્ફુર્તિ અને ઊર્જાનો સંચાર થાય છે. આ એક્સર્સાઇઝમાં શરીરના સ્નાયુઓ ખેંચાતાં સ્ટેમિના વધે છે. દાદરા ચઢતી વખતે થાક લાગતો હોય એવી વ્યક્તિ દોરડાં કૂદે તો પગની તાકાત વધે છે. વજન ઘટાડવા માટેની બેસ્ટ એક્સર્સાઇઝ ગણાય છે.

કઈ રીતે દોરડાં કૂદવાં?
દોરડાં કૂદવાની ટેકનિક છે. ઝડપથી વજન ઘટાડવાની લાયમાં ઘણા લોકો સવારે ઊઠતાંવેંત ઠેકડા મારવા લાગે છે. આ રીત ખોટી છે. કોઈ પણ એક્સર્સાઇઝ કરતાં પહેલાં બોડીને તૈયાર કરવી પડે. એ માટે વોર્મઅપ કરવું જરૂરી છે. દોરડાં કૂદતાં પહેલાં પાંચથી દસ મિનિટ વોર્મઅપ કરો. નિયમિત જુદી જુદી જમ્પિંગ એક્સર્સાઇઝ કરવાની ટેવ હોય તો બસ્સો-ત્રણસો જમ્પ મારવામાં વાંધો નથી, પરંતુ જો શરૂઆત કરવાની હોય તો પહેલાં ચાર દિવસ વીસથી ચાળીસ દોરડાં કૂદવાં. એ પછી બીજા ચાર દિવસ પચાસથી સાઠ કૂદવાં. અઠવાડિયા બાદ ૧૦૦ જેટલાં કૂદી શકાય. બોડી ટેવાઈ જાય પછી વધારતાં જવું. 

કોણે દોરડાં ના કૂદવાં જોઈએ?
દોરડાં કૂદવાની એક્સર્સાઇઝ સાવ સરળ, સસ્તી અને અસરકારક છે, પરંતુ બધાં માટે નથી. દોરડાં કૂદતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. તમે લાઇફમાં ક્યારેય એકસર્સાઇઝ કરી ના હોય તો દોરડાં કૂદવાથી શરૂઆત કદા‌િપ ન કરવી. પચાસની વય બાદ ઘૂંટણ ઘસાઈ જાય છે તેથી દોરડાં કૂદવાની કસરત જોખમી છે. તમારું વજન ખૂબ વધારે હોય ત્યારે આ એક્સર્સાઇઝ ન કરવાની સલાહ છે. સ્થૂળ શરીર ધરાવતી વ્યક્તિ જમ્પ મારવા જાય તો એન્કલમાં દુખાવો થાય છે. તેથી પહેલાં બીજી એક્સર્સાઇઝ અને ડાયટ દ્વારા વજન ઘટાડવું. આમ તો આ કાર્ડિયો એક્સર્સાઇઝ છે પણ બ્લડપ્રેશર અને હાર્ટના દરદીઓએ દોરડાં કૂદવાની રમતથી દૂર રહેવું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ