બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / Singer Shubh wore an Indira Gandhi assassination hoodie, now what ruckus did he create?

વિવાદાસ્પદ હૂડી / પંજાબી ગીતો માટે ફેમસ સિંગર શુભના કારણે ફરી વિવાદ: ટીશર્ટના કારણે સોશ્યલ મીડિયામાં લોકોએ કર્યો ટ્રોલ, જાણો શું છે સમગ્ર મામલો

Pravin Joshi

Last Updated: 05:16 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં સ્થાયી થયેલ પંજાબી સિંગર શુભ ફરી એકવાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. તેના પર ખાલિસ્તાની હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

  • સિંગર શુભે ઈન્દિરા ગાંધીની હત્યાની હૂડી પહેરી 
  • સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો
  • ખાલિસ્તાની હોવાનો આરોપ લગાવવામાં આવ્યો

પંજાબી સિંગર શુભ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે શુભે એક એવું કારનામું કર્યું છે જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. 31 ઓક્ટોબરના રોજ, દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિએ, શુભે લંડનમાં તેના એક કોન્સર્ટમાં વિવાદાસ્પદ હૂડી પહેરી હતી. તેમના હૂડી પરની તસવીરમાં પંજાબના નકશા સાથે ભૂતપૂર્વ ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના અંગરક્ષકો દ્વારા હત્યા કરવામાં આવી હતી.

ઈન્સ્ટાગ્રામ પર ભારતના નકશાની તસવીર શેર કરી હતી

માર્ચ મહિનામાં શુભે ઈન્સ્ટાગ્રામ પર ભારતના નકશાની તસવીર શેર કરી હતી. આમાં પંજાબ અને નોર્થ ઈસ્ટના વિસ્તારોને સામેલ કરવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેણે આ તસવીર સાથે કેપ્શન લખ્યું છે, “Pray for Punjab”. આ પછી શુભને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિ એવા તબક્કે પહોંચી ગઈ હતી કે વિશ્વભરમાં યોજાનાર તેના શોમાંથી ભારતમાં યોજાનાર શો રદ કરવામાં આવ્યા હતા. તેની કોન્સર્ટ સ્પોન્સર કંપની "બોટ" એ શુભથી અલગ થવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ ઘટના બાદ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી, કે.એલ. રાહુલ, હાર્દિક પંડ્યા અને સુરેશ રૈના સહિત ઘણી જાણીતી હસ્તીઓએ શુભને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો હતો.

પંજાબમાં જન્મેલા શુભનીત સિંહ ઉર્ફે શુભ કેનેડામાં સ્થાયી થયા 

10 ઓગસ્ટ 1997ના રોજ પંજાબમાં જન્મેલા શુભનીત સિંહ ઉર્ફે શુભ કેનેડામાં સ્થાયી થયા છે અને ત્યાંથી પોતાનું કામ કરે છે. તેણે સપ્ટેમ્બર 2021માં રિલીઝ થયેલા તેના ગીત “વી રોલીન’થી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી. અત્યાર સુધીમાં આ ગીતને યુટ્યુબ પર 211 મિલિયન (લગભગ 21 કરોડ) વખત જોવામાં આવ્યું છે. આ પછી શુભના ગીતો સતત આવી રહ્યા છે અને ખૂબ લોકપ્રિય પણ થયા છે.

શુભને ખાલિસ્તાની સમર્થક ગણાવવામાં આવ્યો

આ ઘટના બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા પર શુભને ખાલિસ્તાની સમર્થક ગણાવવામાં આવી રહ્યો છે. આ પહેલા જ્યારે પહેલી તસવીરને લઈને વિવાદ થયો હતો ત્યારે શુભે તેના સ્પષ્ટીકરણમાં કહ્યું હતું કે તે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતો નથી, અને માત્ર પંજાબ માટે પ્રાર્થના કરવા માંગતો હતો. શુભ હવે શું સ્પષ્ટતા આપે છે તે જોવું રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ