બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Fashion & Beauty / Simple Ways to Naturally Whiten Your Teeth at Home

ટિપ્સ / માત્ર 2 જ મિનિટમાં દાંતની પીળાશ થશે દૂર, આ છે અક્સિર ઉપાય

Juhi

Last Updated: 11:38 AM, 31 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં મોટાભાગના લોકો પોતાના પીળા દાંતને લઇને ખૂબ જ પરેશાન છે. પરંતુ દાંતમાં પીળાશ આવવાના પણ અનેક કારણોસર છે.

યોગ્ય રીતે બ્રશ ઉપરાંત દૂષિત ખોરાક અને આનુવંશિક લક્ષણો પણ જવાબદાર હોય છે. આ ઉપરાંત કેમિકલ્સ યુક્ત પાણી, તંબાકુ, કલર્ડ ફૂડ્સ દાંતને ખૂબ જ નુકસાન કરે છે.

- દાંત ચમકાવવા માટે આમ તો બજારમાં ઘણી પ્રોડક્ટટ ઉપલબ્ધ છે. પરંતુ દૂધ અને દૂધમાંથી બનાવવામાં આવેલી પ્રોડક્ટ જેટલી અક્સીર કોઇ કેમિકલ પ્રોડક્ટ નથી. દૂધ અને દૂધની આઇટમમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે દાતંને સ્વસ્થ કરવામાં મદદરૂપ થાય છે. જોકે ચા-કોફીથી દૂર રહેવુ જોઇએ કેમકે તેનાથી પીળાશ વધે છે.

- દાંતને સાફ અને મોતી જેવી ચમકદાર બનાવવા માટે મીઠાનો ઉપયોગ ખૂબ જ પહેલાથી થતો આવે છે. મીઠામાં ખૂબ જ ભારી માત્રામાં સોડિયમ ક્લોરાઇડ હોય છે. જે દાંતની પીળાશ ઓછી કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જોકે વધુ પડતા મીઠાનો જો ઉપયોગ કરવામાં આવે તો દાંતના ઇનેમલને નુકસાન થાય છે.

- સફેદ દાંત માટે લીંબુ પણ ખૂબ જ ઉપયોગી નીવડે છે. ખોરાક લીધા પછી લીબુંથી દાંત સાફ કરવામાં આવે તો દાંતની ચીકાશ અને પીળાશ બંને ઓછી થઇ જાય છે. લીંબુવાળા પાણીથી જમ્યા પછી કોગળા કરવામાં આવે તો દાંતની પીળાશ અને મોઢાની દુર્ગંધ બંનેમાં રાહત મળે છે.

- દાંતની પીળાશ દૂર કવરા માટે બેકિંગ સોડા ખૂબ જ કારગર નીવડે છે. જે રીતે દાંત સાફ કરવા માટે મીઠાનો ઉપયોગ કરો છો તેવી જ રીતે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકાય છે. થોડાક જ દિવસોમાં તમારા દાંત પર જામેલી પીળી છારી દૂર થઇ જશે. 

- સ્ટ્રોબેરીમાં મૈલિક એસિડ રહેલુ હોય છે. જે એક નેચરલ વ્હાઈટનિંગ એજંટ છે જે સ્લાઈવાના પ્રોડક્શનને વધારીને દાંતને સફેદ બનાવે છે. એક સ્ટ્રોબેરીને મેશ કરી લો અને ટૂથબ્રશની મદદથી દાંત પર હળવે હાથે રગડો અને 5 મિનિટ પછી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં એક દિવસ કરો ચોક્કસથી પરિણામ મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Home Remedies Teeth lifestyle tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ