બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / ફેશન અને સૌંદર્ય / Show this address...: Ahmedabadites beware!, increased terror of gangs robbing on the pretext of asking for addresses

ઠગ ટોળકી સક્રિય / આ સરનામું બતાવો ને...: અમદાવાદીઓ ચેતજો!, એડ્રેસ પૂછવાના બહાને લૂંટતી ગેંગનો વધ્યો આતંક

Vishal Khamar

Last Updated: 09:25 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં બંટી બબલીની ટોળકી સક્રિય થઈ છે. ત્યારે જગતપુર પાસેથી પસાર થઈ રહેલ એક યુવકને સરનામું પૂછવાનાં બહાને ઉભો રાખી તેને માર મારી લૂંટી બંટી-બબલી ફરાર થઈ ગયા હતા.

  • જગતપુર વિસ્તામાં યુવકને બંટી-બબલીએ લૂંટી લીધો
  • યુવકને સરનામું પૂછવાનાં બહાને ઉભો રાખી મૂઢ માર માર્યો
  • યુવકે આ બાબતે ચાંદખેડા પોલીસે મથકે ફરિયાદ નોંધાવી

 અમદાવાદના જગતપુર  વિસ્તારમાં યુવકને બંટી-બબલીએ લૂંટી લીધો હોવાની એક ચોંકાવનારી ઘટના બની છે. બંટી બબલીએ સરનામું પૂછવાના બહાને યુવકને ઊભો રાખ્યો તે ત્યાર બાદ મૂઢ માર મારીને ૨૭ હજારની મતાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયાં છે. આ બંટી બબલી સાથે નાનાં છોકરાં પણ હતાં.
ચાંદલોડિયાના હરેકૃષ્ણ સોસાયટીમાં રહેતા કરણ પવારે લૂંટની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. કરણ ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે.
સરનામું પૂછવાનાં બહાને યુવક પાસે આવી યુવકને માર મારી લૂંટી લીધો
ત્રણ દિવસ પહેલા રાત્રીના નવ વાગ્યાની આસપાસ નોકરી પરથી કરણ એક્ટિવા લઈને ઘરે જવા નીકળ્યો હતો. રાતના સમયે ગણેશ જેનેસિસની પાછળના રોડ પરથી તે પસાર થઇ રહ્યો હતો. આ વખતે અચાનક બે એક્ટિવા તેની નજીક આવ્યાં હતાં. આ બંને એક્ટિવા પર નાનાં છોકરાં હતાં. તેમને આગળ ઉતારી બે એક્ટિવાચાલક કરણ પાસે આવ્યાં હતાં. જેમાં એક યુવક   અને યુવતી હતાં. તેમણે કરણને સરનામું પૂછવાના બહાને રસ્તામાં ઊભો રાખ્યો હતો.
યુવક યુવતીએ કરણનાં એક્ટિવાની ચાવી કાઢી લીધી હતી અને તેમણે કરણને કહ્યું હતું કે તારી પાસે જે કાંઈ હોય તે આપી દે નહીં તો તને જાનથી મારી નાખીશું. કરણ આ સમયે ગભરાઈ ગયો હતો. આ બંને કરણનાં ખિસ્સામાં હાથ નાખી તપાસ કરતાં હતાં ત્યારે કરણે પ્રતિકાર કરતાં યુવક યુવતીએ તેને મૂઢ માર માર્યો હતો. યુવક યુવતીએ કરણ પાસેથી આઈફોન ૧૧, રેડમી નોટ ૭ તેમજ ચાર્જર મળી કુલ ૨૭ હજારની લૂંટ કરી હતી ત્યાર બાદ બંને એક્ટિવાની ચાવી ફેંકીને ત્યાંથી જતાં રહ્યાં હતાં. આ બંને એક્ટિવાચાલક યુવક યુવતી દૂર ઊભેલાં નાનાં છોકરાંને લઇ જગતપુર બાજુ નાસી ગયાં હતાં. કરણે યુવક યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં ચોરી અને લૂંટની ઘટનામાં દિન પ્રતિદિન વધારો
ઉલ્લેખનીય છે કે, આ સિવાય પણ અગાઉ શહેરમાં એકલ દોકલ વ્યક્તિઓને રસ્તામાં રોકી કિંમતી વસ્તુઓ કે રૂપિયાની લૂંટ થઇ   હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે.  આ મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અમદાવાદમાં લૂંટની ઘટનાઓના કાબૂમાં લેવા માટે પોલીસ તંત્ર અત્યારે કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. પરંતુ નવાઈની વાત એ છે કે, હવે યુવતીઓ પણ લૂંટની ઘટનાઓમાં સામેલ થઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ