બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shocking revelation in the forest ranger scandal case

ખુલાસો / વનરક્ષક પેપરકાંડ મામલે ચોંકાવનારો ખુલાસો : સુમિતને સવારે 9 વાગ્યે જ ધાબા પર બેસાડી દીધો હતો

ParthB

Last Updated: 03:21 PM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણામાં વનરક્ષક પરીક્ષામાં કોપી કેસના મામલે રેન્જ IG અભય ચુડાસમાએ ચોંકવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, સુમિત ચૌધરીને સવારે 9 વાગે શાળાના ધાબા પર બેસાડાયો હતો

  • વનરક્ષક પરીક્ષામાં ગેરરીતિનો ઘટનાક્રમ
  • પરીક્ષાનો સમય બપોરે 12થી 2 વાગ્યાનો હતો
  • સુમિતને સવારે 9 વાગે શાળાના ધાબા પર બેસાડાયો હતો

રેન્જ IG અભય ચુડાસમાંએ જણાવ્યું હતું કે,રાજ્યમાં વન રક્ષક વર્ગ-3ની પરીક્ષામાં રવિવારે ગેરરીતિ સામે આવી હતી. મહેસાણાના ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર પર નાગરિક મંડળના 10 વર્ષ જૂના લેટર પેડ પર પરીક્ષા શરૂ થાય તે અગાઉ પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા હતા. જેમાં પરીક્ષામાં પાણી પીવા બહાર આવેલો 10 નંબરના બ્લોકનો વિદ્યાર્થી જવાબ સાથે રૂમમાં પ્રવેશ્યો હતો. રૂમમાં જવાબ સાથે આવતા સાથી ઉમેદવારે પરીક્ષાર્થીને પકડતા ભાંડો ફૂટ્યો છે. 

વનરક્ષક પરીક્ષામાં ગેરરીતિનો ઘટનાક્રમ 

- રાજયભરમાં રવિવારે વનરક્ષકની પરીક્ષા લેવાઈ હતી
- પરીક્ષાનો સમય બપોરે 12થી 2 વાગ્યાનો હતો
- મહેસાણાના ઊંઝા તાલુકાના ઉનાવા સેન્ટર પર ચાલુ પરીક્ષાએ ગેરરીતિ થઈ
- સુમિત ચૌધરીને સવારે 9 વાગે શાળાના ધાબા પર બેસાડાયો હતો
- સુમિતને પેપર સોલ્વ કરવાની જવાબદારી સોંપાઈ હતી
- રાજુ ચૌધરી નામનો શિક્ષક ગેરરીતિનો મુખ્ય આરોપી
- માયા ઉર્ફે મનીષા ચૌધરીને પાસ કરાવવા ષડયંત્ર રચ્યું હતું
- શાળાના પટ્ટાવાળાએ ગેરહાજર વિદ્યાર્થીના પેપરના ફોટો પાડ્યા હતા
- પટ્ટાવાળાએ ફોટો પાડીને રાજુ અને સુમિતને મોકલ્યા હતા
- પાણી પીવા આવેલો રવિ મકવાણા રાજૂને કોપી આપતા જોઈ ગયો હતો
- આરોપીઓએ રવિ મકવાણાને પણ જવાબ આપ્યા હતા
- માયા ચૌધરીને પાસ કરાવવા સુપરવાઈઝરે પણ મદદ કરી હતી
- રવિ મકવાણા પકડાઈ જતાં સમગ્ર ગેરરીતિનો પર્દાફાશ થયો
- રવિ પાસેથી શ્રી નાગરિક મંડળ ઉનાવા નામનું એક લેટર પેડ મળી આવ્યું હતું
- આ લેટરપેડમાં વનરક્ષકની પરીક્ષાના જવાબો લખેલા મળ્યા
- માયા ઉર્ફે મનીષા ચૌધરીએ જવાબ સાથે પેપર લખી નાખ્યું હતું
- હોબાળો થતાં પટ્ટાવાળાએ લેટરપેડ કાગળ સળગાવી દીધું હતું

મહેસાણા વનરક્ષ પેપર કાંડ મામલે  મનિશા ચૌધરીના પિતાનો વીડિયો આવ્યો સામે 

મહેસાણા ઉનાવા પેપર ગેરરીતિ મામલે કેસમાં આરોપી મનિશા ચોધરીના પિતાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મનિશાના પિતા જણાવ્યું હતું કે, મારી દિકરીને ખોટી રીતે આ કેસમાં સંડોવવામાં આવી છે.અમે એક સામાન્ય પરિવારના વ્યક્તિ છીએ અને ખેતી કરીને ગુજરાન ચલાવીએ છીએ, મારી દીકરી ખૂબ મહેનત કરી હતી. 

8 શખ્સો સામે નોંધાઇ ફરિયાદ

સમગ્ર મામલે ઉનાવા પોલીસે 8 શખ્સો સામે ફરિયાદ નોંધી છે  રાજુ ચૌધરી, સુમિત ચૌધરી, મૌલિક ચૌધરી સામે ફરિયાદ નોંધવામાં આવી. આ ઉપરાંત મનીષા ચૌધરી, જગદીશ ચૌધરી, ઘનશ્યામ પટેલ અને અલ્પેશ પટેલ તથા  રવિ મકવાણા સામે ફરિયાદ નોંધાઇ છે.રાજુ, સુમિત, ઘનશ્યામ, અલ્પેશે સાથે મળીને કાવતરૂ રચ્યું હતું. પ્રશ્નપત્રના મોબાઇલથી ફોટા પાડી વોટ્સએપથી બહાર મોકલ્યું હતું. વળી પેપરના જવાબો તૈયાર કરીને પરીક્ષાર્થીઓને મોકલ્યા હતા. તેમજ જવાબ લખેલા કાગળો પણ સળગાવી દેવામાં આવ્યા હતા. પુરાવાનો નાશ કરી દેવા મામલે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.  સમગ્ર મામલે ઓબઝર્વર ડૉ.અંકિત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ