બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / Shocking revelation in the case of gold smuggling at Surat airport

કાર્યવાહી / સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરી મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ: સામે આવ્યું પોલીસ કનેક્શન! PSIની ધરપકડ

Malay

Last Updated: 09:56 AM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરત એરપોર્ટ પરથી 48 કિલો સોનાની દાણચોરીમાં PSI પરાગ દવેની સંડોવણી બહાર આવતા ખળભળાટ, DRI દ્વારા પરાગ દવેની કરવામાં આવી ધરપકડ.

 

  • 48 કિલો સોનાની દાણચોરી મામલે ચોંકાવનારો ખુલાસો
  • સુરત શહેરના PSI પરાગ દવેની મિલીભગત
  • પરાગ દવેને દાણચોરીમાં મળતું હતું બમણુ કમિશન 

સુરત એરપોર્ટ પરથી ઝડપાયેલી 48 કિલો સોનાની દાણચોરી મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. એરપોર્ટ પર સોનાની સ્મગલિંગમાં અરપોર્ટ ઇમિગ્રેશન અધિકારી અને સુરત શહેરના PSI પરાગ દવેની સંડોવણી બહાર આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. હાલ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે ઈમિગ્રેશન અધિકારી પરાગ દવેની ધરપકડ કરી છે. પરાગ દવેને દાણચોરીમાં બમણુ કમિશન મળતું હોવાનો ખુલાસો થયો છે.

Ahmedabad DRI seized 48.20 kg of gold being smuggled into the country

બાતમીના આધારે હાથ ધર્યું હતું ઓપરેશન
ગત 7 જુલાઈના રોજ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યોગ્ય બાતમીના આધારે DRIના અધિકારીઓએ એક ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન શારજહાથી આવેલા ત્રણ મુસાફરોને અરપોર્ટ પર અટકાવી તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 5 બ્લેક બેલ્ટમાં છુપાયેલા 20 સફેદ રંગના પેકેટોમાં પેસ્ટ સ્વરૂપમાં 43.5 કિલો સોનું સંતાડેલું મળી આવ્યું હતું.

શૌચાલયમાંથી મળી આવ્યું હતું 4.67 કિલો સોનું
જે બાદ તેઓની પૂછપરછ કરતા તેમની પાસેથી મળેલી માહિતીના આધારે ઈમિગ્રેશન ચેકપોસ્ટ પાસેના શૌચાલયમાંથી પેસ્ટ સ્વરૂપે બીજુ 4.67 કિલો સોનું મળી આવ્યું હતું. જે બાદ આ ત્રણેયની આકરી પૂછપરછ કરવામાં આવતા તેઓ પોપટની જેમ બોલવા લાગ્યા હતા. 

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/ahmedabad-dri' title='Ahmedabad DRI'>Ahmedabad DRI</a> seized 48.20 kg of gold being <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/smuggled' title='smuggled'>smuggled</a> into the country

ત્રણેયની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો 
તેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારી તરીકે ડ્યુટી કરતા સબ ઇન્સ્પેક્ટર પરાગ દવે સોનાની સ્મગલિંગમાં મદદ કરતો હતો. આ ટોળકી સિક્યોરિટી ચેકિંગ પહેલાં જ ત્યાં ઉભેલા આ સબ ઇન્સપેક્ટરને સોનું આપી દેતી. તે સોનું શૌચાલયમાં છુપાવી દેતો અને નોકરી પૂર્ણ થયા બાદ આ સોનું શૌચાલયમાંથી કાઢીને બહાર જઈને ટોળકીને આપી દેતો હતો. પરાગ દવેને દાણચોરીમાં બમણુ કમિશન મળતું હોવાનો ખુલાસો થયો છે. હાલ પરાગ દવેની ધરપકડ કરવામાં આવી છે. 

હેડ કોન્સ્ટેબલમાંથી PSI બન્યો હતો પરાગ
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં પરાગ દવે મોડ થ્રીની પરીક્ષા આપીને હેડ કોન્સ્ટેબલમાંથી PSI બન્યો હતો. પરાગ દવે અગાઉ પણ કોસંબામાં દારૂની રેડ મામલે સસ્પેન્ડ થયો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ