બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Shaktisinh on hardik patels disappointment with congress says we have democracy inside party

મોટું નિવેદન / કોંગ્રેસમાં હીરો હોય એ ભાજપમાં જઇને ઝીરો થઈ જાય છે, હાર્દિક અને નરેશ પટેલ વિશે શક્તિસિંહે જુઓ શું કહ્યું

Mayur

Last Updated: 10:32 PM, 25 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં શક્તિસિંહ ગોહિલે આડકતરી રીતે હાર્દિક પટેલની નારાજગી પર કહ્યું હતું કે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે પરંતુ રજુઆત શિસ્તમાં હોવી જોઈએ.

  • કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સાધ્યું હાર્દિક પટેલ પર નિશાન 
  • કહ્યું કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે પણ શિસ્ત હોવી જોઈએ 
  • હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોવાની અટકળો વચ્ચે મોટું નિવેદન 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં દિગ્ગજ નેતાઓએ કમર કસી છે. બધા પોત પોતાની રીતે જોર મારી રહ્યા છે. 

રાજકોટમાં ચિંતન શિબિરમાં પહોંચ્યા શક્તિસિંહ 

આજે રાજકોટમાં કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઇ હતી. એક પછી એક નેતાઓ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આજે જિલ્લા કોંગ્રેસની ચિંતન શિબિરના અંતમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસનાં નેતા શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. 

હાર્દિક પટેલ પર સાધ્યું નિશાન 
જ્યાં તેમણે હાર્દિક પટેલ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે,કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે પરંતુ રજુઆત શિસ્તમાં હોવી જોઈએ. 

નરેશભાઈ મારા જુના મિત્ર છે
નરેશ પટેલનાં સર્વે અંગે તેમણે કહ્યું હતું કે, સર્વે કોણ, કેમ અને કેવી રીતે કરાવે છે તે સૌ કોઈ જાણે છે. નરેશભાઈ મારા જુના મિત્ર છે. પરંતુ હમણાં તેમની સાથે કોઈ રાજકીય મુલાકાત થઈ નથી. આપણે કોઈ કન્યા જોવા જઈએ ત્યારે તેનો ઢંઢેરો નથી પિટતા, બંને પક્ષને અનુકૂળ લાગે અને તેનું વેવિશાળ નક્કી થાય ત્યારે જાહેરાત થાય છે. એ જ રીતે જ્યારે નરેશભાઈ આવવાના એ નક્કી થાય ત્યારે મીડિયાને પણ જાણ કરીશું. 

સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે રાજકારણમાં કોઈ સમય મર્યાદા ન હોય ટેથી કોઈ તારીખ આપવાનો તેમણે ઈન્કાર કર્યો હતો.

 

હાર્દિક પટેલનું ભાજપમાં સ્વાગત કરું છું: વરૂણ પટેલનું આમંત્રણ
બીજી તરફ  ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પણ હાલ સમગ્ર રાજ્યમાં સ્નેહ સંવાદ યાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રા લઇ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર આજે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના છાપરીયા ગામે પહોંચ્યા હતા. જ્યાં તેઓનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું. આ સંવાદ યાત્રામાં અલ્પેશ ઠાકોર સાથે પાસ કન્વીનર વરુણ પટેલ પણ જોડાયા હતા. તેઓએ આ યાત્રામાં હાર્દિક પટેલ અને નરેશ પટેલ મામલે બોલતા જણાવ્યું હતું કે હાર્દિક પટેલનું ભાજપમાં સ્વાગત કરું છું, જ્યારે નરેશભાઈ પટેલનું રાજનીતિમાં સ્વાગત છે. નરેશભાઈ કિનારા ઉપર રહી બોલવા કરતા એકવાર રાજનીતિના દરિયામાં નાહવા પડે, ડૂબકી મારે.

દેશનું અર્થતંત્ર ભયંકર ખરાબ પરિસ્થિતિમાં 
શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે દેશની અને ગુજરાતની જનતા દ્વારા અનેક અપેક્ષાઓ સાથે ભાજપને મતો અપાયા હતા. પરંતુ ભાજપે તેની અણઆવડતનાં કારણે અનેક ખોટા નિર્ણયો લીધા છે. જેમાં GST અને નોટબંધી લાગુ કરવામાં આવતા તેનો સૌથી વધુ ભોગ સામાન્ય લોકો બન્યા છે. અને દેશનું અર્થતંત્ર ભયંકર ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે.

નારાજ નેતાઓ અમારા સંપર્કમાં 
કેટલાક નારાજ નેતાઓ અમારા સંપર્કમાં છે એવું કહીને તેમણે ઈશારો પણ કર્યો હતો. તો  પક્ષપલટુ નેતાઓ વિશે તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસમાં જેમનો પડ્યો બોલ ઝીલાતો તેવા નેતાઓ ભાજપમાં ગયા બાદ કઠપૂતળી જેવા થઈ ગયા છે.
પક્ષપલટો કરનાર નેતાઓમાથી આ કારણે કેટલાક નેતાઓ પાછા આવી ગયા છે. અને કેટલાક હાલમાં પણ નારાજ છે. અને આવા કેટલાક નારાજ નેતાઓ અમારા સંપર્કમાં પણ છે. 

કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલનાં ભાવો વધવા દીધા નહોતા
પેટ્રોલ-ડીઝલ મામલે વાત કરતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસનાં શાસનમાં પણ ક્રૂડનો ભાવ 100 ડોલરથી વધુ થયો હોવા છતાં ટેક્સમાં ઘટાડો કરીને ક્યારેય પેટ્રોલનો ભાવ રૂ. 100ને પાર થવા દીધો નહોતો. 

ભાજપના સમયમાં ક્રૂડના ભાવ ઓછા હતા તો પણ... 
તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં તો ડીઝલનાં ભાવ હંમેશા પેટ્રોલ કરતા નીચા એટલા માટે રાખવામાં આવ્યા હતા કે, તેનો ઉપયોગ ખેડૂતો પણ કરતા હોય છે. તેમજ ડીઝલનાં ભાવ વધારાથી મોંઘવારી પણ વધે છે. જ્યારે ભાજપ સરકારે તો કોરોના કાળમાં જ્યારે ક્રૂડ માત્ર 35 ડોલર હતું ત્યારે પણ ડ્યુટીમાં વધારો કરીને પેટ્રોલ-ડીઝલનાં ભાવો આસમાને પહોંચવા દીધા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ