બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Shabnam gets respite, hanging stayed till UP governor's decision on her mercy plea

રાહત / શબનમની ફાંસી ટળી, કોર્ટે ડેથ વોરન્ટ જારી કરવાનો કરી દીધો ઈન્કાર, જાણો કારણ

Hiralal

Last Updated: 06:11 PM, 23 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેમી સાથે મળીને એક જ પરિવારના 7 સભ્યોને મોતને ઘાટ ઉતારનાર શબનમની ફાંસી હાલ પૂરતી ટળી છે.

  • સરકારી વકીલે મથુરા જિલ્લા જજ કોર્ટમાં શબનમના ડેથ વોરન્ટની માગ કરી
  • રાજ્યપાલ પાસે દયા અરજી પેન્ડીંગ હોવાથી કોર્ટે ડેથ વોરન્ટ જારી ન કર્યું 
  • રાજ્યપાલની દયા અરજીનો નિકાલ આવે પછી ફાંસી અંગે નિર્ણય થઈ શકે છે

મથુરા જેલમાં શબનમને ફાંસી આપવા માટે તમામ તૈયારીઓ પૂરી થઈ છે પરંતુ શબનમનું ડેથ વોરન્ટ જારી ન થવાને કારણે તેની ફાંસી ટળી છે.


સરકારી વકીલે મથુરા જિલ્લા જજ કોર્ટમાં શબનમના ડેથ વોરન્ટની માગ કરી હતી પરંતુ કોર્ટે રાજ્યપાલ પાસે દયા અરજી પેન્ડીંગ હોવાનું કારણ જણાવીને ડેથ વોરન્ટ જારી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. 

બુલંદશહેરમાં પોતાના દત્તક માતાપિતા સાથે રહેતા શબનમના 13 વર્ષીય પુત્ર તાજે એવી ઈચ્છા વ્યક્ત કરી કે રાષ્ટ્રપતિ તેની માતાની ફાંસીની સજા માફ કરી દે. શબનમના પુત્રે કહ્યું કે મારી રાષ્ટ્રપતિ અંકલને અપીલ છે કે મારી માતાને માફ કરો, હું તેને ખૂબ પ્રેમ કરુ છું. તાજને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેને લાગે છે કે રાષ્ટ્રપતિ ફાંસીની સજા માફ કરશે, ત્યારે તેણે અત્યંત ભોળાભાવે જવાબ આપ્યો કે બાળકોની વાત મોટા માની લેતા હોય છે, રાષ્ટ્રપતિ અંકલ મારુ કહ્યું માનશે.

પ્રેમી સાથે મળીને પોતાના જ પરિવારના સાત સભ્યોની દર્દનાક હત્યા કરનારી શબનમ આઝાદ ભારતની પહેલી મહિલા બનશે કે જેને ફાંસી આપવામાં આવશે. બુલંદ શહેરના એક દંપતિએ માણસાઇ બતાવતા શબનમના તે દિકરાને અપનાવ્યો જેને કોઇ દત્તક લેવા પણ નહોતુ ઇચ્છતું. જેલમાં પેદા થયેલા શબનમના દિકરાને આ દંપતિ ઉછેરી રહ્યું છે. શબનમનો દિકરો છઠ્ઠા ધોરણમાં ભણે છે અને આ દંપતિને બાળક છોટી મમ્મી-પપ્પા કહે છે. 

દિકરાને સમજાવી રહી હતી શબનમ
13 ડિસેમ્બર 2008ના રોજ શબનમે મુરાદાબાદની એક જેલમાં દિકરાને જન્મ આપ્યો જેને બુલંદશહેરમા દંપતિએ ખોળે લીધો છે. સુત્રો અનુસાર રામપુર જેલમાં બંધ શબનમને મળાવવા લઇ ગયા ત્યારે શબનમે દિકરાને જોયો અને તેને ગળે લગાડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી. શબનમ તેના દિકરાને વારે ઘડીયે એક જ વાત કહી રહી હતી કે ભણીગણીને મોટો માણસ બનજે. હું એક ખરાબ માતા છુ મને ક્યારેય યાદ ન કરતો. 

બાળક કરી રહ્યો હતો સવાલ 
દંપતિના કહ્યા અનુસાર, તેને પોતાની મોતનો અહેસાસ થઇ ગયો હતો. જેલથી પરત ફરતી વખતે દંપતિને બાળક સતત પૂછી રહ્યો હતો કે મોટી મમ્મી કેમ રડી રહી હતી. મને કેમ વારે ઘડીયે ચૂમી રહી હતી. એવુ કેમ કહી રહી હતી કે ભણીગણીને મોટો માણસ બનજે. દંપતિએ કહ્યું કે ફાંસીની તારીખ નક્કી થઇ જશે બાદમાં બાળકને તેની માતાને મળવા છેલ્લી વાર લઇ જવામાં આવશે. 

2015માં સોંપવામાં આવ્યું હતુ બાળક 
શબનમનો દિકરો 6 વર્ષ 7 મહિના અને 21 દિવસ સુધી તેની સાથે જેલમાં રહ્યો હતો. બાળ કલ્યાણ સમિતિએ બાળકને સારા સંસ્કાર અને શિક્ષણ મળે તે માટે 30 જુલાઇ 2015ના રોજ તેને બુલંદશહેરના એક દંપતિને આપી દીધો હતો. ત્યારથી આ બાળક તે પરિવારનો હિસ્સો છે. 

સાત લોકોને કુહાડીથી કાપી નાંખ્યા હતા
શબનમ યુપીના અમરોહા જિલ્લાની રહેવાસી છે. તેણે પોતાના પ્રેમી સલીમ સાથે મળીને માતા-પિતા સહિત સાત લોકોને કુહાડીથી કાપી નાંખ્યા હતા અને તેમની હત્યા કરી દીધી હતી. આ ઘટનાને 14 અને 15 એપ્રિલ 2008ની રાત્રે અંજામ આપવામાં આવ્યો હતો. 


 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ