ગુજરાતમાં સ્પા અને મસાજના ઓઠાં હેઠળ ચાલતા ધમધોકાર પાર્લર પર જયારે પોલીસ ધોંસ બોલાવે છે ત્યારે મોટાભાગના કેસમાં પરદા પાછળ લોહીના વેપારની કહાણી સામે આવે છે. જેથી હવે કોમ્પલેક્ષના સહારા લઈ દેહના વેપાર થઈ રહ્યા છે. રૂપલલનાઓએ હવે શહેરોમાં પોતાનો પગપેસારો કરી દીધો છે.ત્યારે વડોદરાના વાઘોડિયા રોડના સનરાઈઝ કોમ્પલેક્ષ માંથી કુટણખાનું ઝડપાયું છે.
રીટા નામની મહિલા મોટાપાયે ચલાવતી હતી કુટણખાનું
ગુજરાતના મોટા શહેરોમાં ચકચકિત ચામડી અને સૌન્દર્ય પામવાની હોડ મચી છે. ક્યાંક ધનાઢ્ય પરિવારની મહિલાઓ નિયમિત રૂપે સ્પા અને મસાજથી પોતાના સૌન્દર્યને વધુ નિખાર આપતી હોય છે.પણ થાઈ સ્પાના રૂપાળા નામ હેઠળ દેહ વ્યાપાર ચાલતો હોય છે. તો કયા કોમલેક્સમાં કૂટણખાના. ગ્રાહકને ખુશ રાખવા થાઈલેન્ડ,સિંગાપોર, જેવા દેશોની યુવતીઓના પણ દેહવેપાર માટે બોલાવવામાં આવી હોય તેવા કિસ્સા ઓછા નથી.વાઘોડિયા રોડના સનરાઈઝ કોમ્પલેક્ષ માંથી ઝડપાયેલા દેહવેપારના ધંધાને રીટા નામની મહિલા મોટાપાયે ચલાવતી હતી. ગ્રાહકોનું સિલેક્શન ઓનલાઇન થતું હતું. જે બાદ ફોટા બતાવી ગ્રાહકનો આકર્ષ મજાના નામે મોટા સોદા કરતાં હતા. હાલ મુખ્ય આરોપી રીટાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
PCBએ બાતમી આધારે દરોડા કરીને શખ્સોને ઝડપ્યા
PCBની છાપેમારી બાદ સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ થયો. પોલીસને બાતમી મળી હતી કે સનરાઈઝ કોમ્પલેક્ષમાં કોઈ મહિલા મોટાપાયે કૂટણખાનું ચલાવે છે. જે બાત રેકી કરી વાતની પુષ્ટિ થતાં પોલીસ ટીમ સાથે કુટણખાના પર રેડ કરી હતી જેમાં ઘટનાસ્થળેથી 7 મહિલાઓ અને 3 ગ્રાહકો રંગેહાથ ઝડપાઇ ગયા હતા.પોલીસે ઝડપેલા શખ્સો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે.