બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Settle the bank related work quickly, the banks will be closed for so many days in the first month of the new year itself

તમારા કામનું / બેંક સંબંધિત કામ ફટાફટ પતાવી દેજો, નવા વર્ષના પ્રથમ મહિને જ બેંકો આટલાં દિવસ બંધ રહેશે

Megha

Last Updated: 12:15 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરબીઆઈ એ નવા વર્ષના કેલેન્ડર મુજબ જાન્યુઆરી 2023માં બેંકોની રજાની યાદ બહાર પાડી હતી અને એ મુજબ જાન્યુઆરી મહિનામા બેંક કુલ 14 દિવસ બંધ રહેવાની છે.

  • રિઝર્વ બેંક આવતા મહિના માટે બેંક રજાઓની યાદી બહાર પાડી
  • જાન્યુઆરી 2023માં બેંકોમાં કુલ 14 દિવસની રજા 
  • જાન્યુઆરી 2023 માં બેંક રજાઓની લિસ્ટ 

ડિસેમ્બર મહિનો પૂરો થવા પર છે અને નવું વર્ષ શરૂ થવાને માત્ર ગણતરીણઆ દિવસો બાકી છે. આવી સ્થિતિમાં નવા વર્ષની શરૂઆત પહેલા એ જાણવું જરૂરી છે કે નવા વર્ષના પહેલા મહીનામાં બેંકોમાં કેટલી રજાઓ છે. બેંક એ સામાન્ય લોકોના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. બેંકમાં લોકો રોકડ વ્યવહારથી માંડીને ચેક, ડ્રાફ્ટ વગેરે જમા કરાવવા સુધીના ઘણા કામો માટે સમયાંતરે કે દરરોજ મુલાકાત લેવી પડે છે. આવી સ્થિતિમાં બેંકોમાં આવતી લાંબી રજાના કારણે સામાન્ય ગ્રાહકોને ઘણી વખત ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જણાવી દઈએ કે લોકોની સુવિધા માટે ભારતીય રિઝર્વ બેંક હાલ જ આવતા મહિના માટે બેંક રજાઓની યાદી બહાર પાડી છે. 

જાન્યુઆરી 2023માં બેંકોમાં કુલ 14 દિવસની રજા 
જણાવી દઈએ કે આરબીઆઈના નવા વર્ષના કેલેન્ડર મુજબ જાન્યુઆરી 2023માં બેંકોની રજાની યાદ બહાર પાડી હતી અને એ મુજબ જાન્યુઆરી મહિનામા બેંક કુલ 14 દિવસ બંધ રહેવાની છે. આવી સ્થિતિમાં, જો તમારે જાન્યુઆરી 2023 માં બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું છે તો આ યાદી જોઈને એ મુજબ કામ પૂરું કરી લેજો. જો તમે જાન્યુઆરી 2023 માં બેંક હોલીડેને કારણે થતી સમસ્યાઓથી બચવા માંગતા હો, તો તમે અહીં રજાઓની રાજ્ય મુજબની સૂચિ તપાસી શકો છો. આ પછી, તમે તે મુજબ તમારા કામની યોજના બનાવી શકો છો. જો કે રાજ્યોમાં રજાઓ સ્થાનિક તહેવારો અનુસાર નક્કી કરવામાં આવે છે. ચાલો જાણીએ કે નવા વર્ષના જાન્યુઆરી મહિનામાં કયા દિવસે બેંકમાં રજાઓ રહેશે-

જાન્યુઆરી 2023 માં બેંક રજાઓની લિસ્ટ 
1 જાન્યુઆરી 2023 - રવિવાર (દેશભરમાં બેંકો બંધ રહેશે)
5 જાન્યુઆરી, 2023 - ગુરુ ગોવિંદ સિંહ જયંતિ
8 જાન્યુઆરી 2023 - રવિવાર
11 જાન્યુઆરી 2023 - બુધવાર (મિશનરી ડે પર મિઝોરમમાં બેંકો બંધ રહેશે)
12 જાન્યુઆરી 2023 - ગુરુવાર (સ્વામી વિવેકાનંદ જયંતિ પર પશ્ચિમ બંગાળમાં બેંકો બંધ રહેશે)
14 જાન્યુઆરી 2023 - મકરસંક્રાંતિ (બીજો શનિવાર)
15 જાન્યુઆરી - પોંગલ / માઘ બિહુ / રવિવાર (તમામ રાજ્યોમાં બેંક બંધ)
22 જાન્યુઆરી, 2023 - રવિવાર
23 જાન્યુઆરી, 2023 - સોમવાર - (નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિ પર આસામમાં બેંકો બંધ રહેશે)
25 જાન્યુઆરી, 2023-બુધવાર - (હિમાચલ પ્રદેશમાં રાજ્ય દિવસને કારણે રજા રહેશે)
26 જાન્યુઆરી, 2023 - ગુરુવાર - (પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશભરમાં બેંકો બંધ)
28 જાન્યુઆરી, 2023 - ચોથો શનિવાર
29 જાન્યુઆરી, 2023-રવિવાર
31 જાન્યુઆરી, 2023 - મંગળવાર  (આસામમાં બેંક બંધ રહેશે)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ