બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Sessions Court allows Surat rape victim to have abortion

મંજૂરી / સુરતની દુષ્કર્મ પીડિતાને સેશન્સ કોર્ટેની ગર્ભપાત માટે મંજૂરી, લગ્નના બહાને યુવકે આચર્યું દુષ્કૃત્ય, બાદમાં મેડિકલ ચેકઅપ કરાવતા ઘટસ્ફોટ

Malay

Last Updated: 11:05 AM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરત સેશન્સ કોર્ટે દુષ્કર્મનો ભોગ બનેલી 21 વર્ષીય યુવતીને ગર્ભપાતની આપી મંજૂરી, યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધ.

  • યુવતીને ગર્ભપાતની કોર્ટની મંજૂરી 
  • લગ્નની લાલચ આપી યુવકે આચર્યું દુષ્કર્મ 
  • ગર્ભ રહી જતા લગ્નની પાડી ના

Surat News: સુરતમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને ગર્ભપાતની કોર્ટે મંજૂરી આપી છે. કોર્ટે યુવતીની અરજી મંજૂર કરી નોંધ્યું હતું કે ગર્ભપાત સંબંધોની કાર્યવાહીમાં DNA ટેસ્ટ માટે જરૂરી સેમ્પલ નિયમોનુસાર લેવાના રહેશે. મહત્વનું છે કે, સુરતમાં થોડા મહિના અગાઉ યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી યુવતીને ગર્ભવતી બનાવી હતી.

ગોંડલમાં હચમચાવી દેનારી ઘટના, 15 વર્ષીય સગીરા માતા બની, થયો મોટો ઘટસ્ફોટ |  rajkot, gondal, 15-year-old girl becomes mother, shocking,rape

યુવકે યુવતીને લગ્નની આપી હતી લાલચ
સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો મૂળ ડાંગ જિલ્લાની અને હાલ સુરતના કાપોદ્રા ખાતે રહેતી 21 વર્ષીય યુવતી ત્રણ માસ અગાઉ એક યુવકના સંપર્કમાં આવી હતી. જે બાદ બંને વચ્ચે ફોન પર વાતચીત થતી હતી. આ દરમિયાન યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી. યુવકે યુવતીને વિશ્વાસમાં લઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. 

હોસ્પિટલમાં રિપોર્ટ કરાવતા ગર્ભ હોવાનું આવ્યું સામે
થોડા દિવસ બાદ યુવતીની તબિયત બગડતા તે હોસ્પિટલ ખાતે પહોંચી હતી, હોસ્પિટલમાં શારીરિક પરીક્ષણ કરાવતા ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. યુવતીને ગર્ભવતી બનાવ્યા બાદ યુવકે લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો અને મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો.

સગીર બાળકીને 'આજા આજા' કહેવું આ યૌન ઉત્પીડન છે: મુંબઈની કોર્ટનો આદેશ, જાણો  દોષિતને કેટલી થઈ સજા I saying 'Aaja-aaja' to a minor girl is sexual  harrasment: mumbai sessions court

યુવતીએ કોર્ટમાં કરી હતી અરજી
જે બાદ યુવતીએ અરજી કરીને સેશન્સ કોર્ટ પાસે ગર્ભપાતની મંજૂરી માંગી હતી. યુવતીના વકીલ તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે જો ગર્ભપાતની મંજૂરી આપવામાં નહીં આવે તો આવનારા બાળક પર, અરજદાર પર તેમજ સમાજ પર ઊંઘી અસર પડશે અને તેમનું અપમાન થશે. જેથી ગર્ભને નિકાલ કરવો જરૂરી હોઇ મંજૂરી આપવી. જે બાદ કોર્ટે આ મામલાને ગંભીરતાથી લઈ 14 અઠવાડિયાના ગર્ભને ટર્મિનેટ કરવાની મંજૂરી આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ