બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / self attacking antibodies remains in a body till 6 months of being corona positive

મહત્વનું / કોરોના પોઝિટિવ આવ્યા બાદ છ મહિના સુધી રહે છે આત્મઘાતી એન્ટિબોડી, જાણો શરીર પર કરે છે કેવી અસર

Mayur

Last Updated: 12:03 PM, 2 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

COVID19 ને લગતા એક મહત્વના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કોરોના સંક્રમણ શરીરમાં સેલ્ફ-એટેકિંગ એન્ટિબોડીઝને સક્રિય કરે છે.

  • સેલ્ફ એટેકિંગ એન્ટી બોડીનો સમયગાળો કેટલો
  • છ મહિના સુધી શરીરની અંદર રહી શકે
  • શરીરના અંગો અને પેશીઓ પર હુમલો

કોરોના વાયરસના સંક્રમણ સામે લડી રહેલી દુનિયા માટે વધુ એક ચિંતાજનક સ્ટડી સામે આવ્યો છે. કોવિડ પછીની સમસ્યાઓ પર જર્નલ ઑફ ટ્રાન્સલેશનલ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, સંક્રમણથી મુક્ત થયા પછી પણ વ્યક્તિમાં સમસ્યાઓ લાંબા સમય સુધી ચાલુ રહે છે.

સેલ્ફ-એટેકિંગ એન્ટિબોડીઝ

સંપૂર્ણ અભ્યાસ પછી બનાવવામાં આવેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણ શરીરમાં સેલ્ફ-એટેકિંગ એન્ટિબોડીઝને સક્રિય કરે છે. સંક્રમણગ્રસ્ત વ્યક્તિ સારવાર પછી સંક્રમણમાંથી છૂટકારો મેળવે છે, પરંતુ સેલ્ફ અટેકીંગ એન્ટિબોડીઝ લાંબા સમય સુધી શરીરમાં રહે છે. આ એન્ટિબોડીઝ શરીરની રોગપ્રતિકારક શક્તિને ખરાબ રીતે અસર કરે છે.

અમેરિકામાં શ્મિટ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આ અભ્યાસની સંશોધન ટીમનું નેતૃત્વ કરનાર વૈજ્ઞાનિક જસ્ટિના ફર્ટ બોબર કહે છે - રોગપ્રતિકારક તંત્રનું કામ શરીરમાં બેક્ટેરિયા અને વાયરસ જેવા ફોરેન બોડીઝના પ્રવેશને રોકવાનું છે. સિસ્ટમમાં હાજર વિશેષ પ્રકારના કોષો તેમની સાથે યોદ્ધાઓની જેમ લડે છે. પરંતુ સેલ્ફ અટેકીંગ એન્ટિબોડીઝ ની રચના પછી, રોગપ્રતિકારક તંત્ર પોતે જ મૂંઝવણમાં મુકાઇ જાય 

સેલ્ફ અટેકીંગ એન્ટિબોડીઝ રોગપ્રતિકારક તંત્રને કેવી રીતે કન્ફ્યુઝ કરે છે?
સંક્રમણ દરમિયાન રચાયેલી સેલ્ફ અટેકીંગ એન્ટિબોડીઝ શરીરની રોગપ્રતિકારક શક્તિને મૂંઝવણમાં મૂકે છે.  રોગપ્રતિકારક તંત્રના કોષો જે બહારથી શરીરમાં પ્રવેશતા બેક્ટેરિયા, વાયરસ સામે લડે છે, તેઓ શરીરના અંગો અને પેશીઓ પર હુમલો કરવાનું શરૂ કરે છે. આ જીવલેણ પ્રક્રિયા લગભગ છ મહિના સુધી ચાલુ રહે છે.

એન્ટિબોડી છ મહિના સુધી શરીરની અંદર રહી શકે

સંશોધકોનું કહેવું છે કે આ અભ્યાસની ખાસ વાત એ છે કે એ પણ જાણવા મળ્યું છે કે સેલ્ફ એટેકિંગ એન્ટી બોડીનો સમયગાળો કેટલો છે. અગાઉના અભ્યાસોમાં, એવું બહાર આવ્યું હતું કે સેલ્ફ અટેકીંગ એન્ટિબોડીઝ રોગપ્રતિકારક તંત્રમાં રચના કરવાનું શરૂ કરે છે, પરંતુ તે કેટલો સમય ટકી શકે છે તે જાણી શકાયું ન્હોતું. રિપોર્ટ અનુસાર, દર્દીના સંક્રમણથી મુક્ત થયા પછી આ આત્મઘાતી એન્ટિબોડી છ મહિના સુધી શરીરની અંદર રહી શકે છે.


 કેવી રીતે થયું રિસર્ચ ?
ફર્ટ બોબરના નેતૃત્વમાં આ સંશોધન માટે, 177 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા જેમને અગાઉ કોરોના હતો. આ બ્લડ સેમ્પલની સરખામણી અન્ય સ્વસ્થ લોકો સાથે કરવામાં આવી હતી. તુલનાત્મક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે સંક્રમણ પછી, શરીરમાં એક પ્રકારનો સેલ્ફ અટેકીંગ પ્રકારનો એન્ટિબોડી રચાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ