બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Seeing the spectacular scenery of Mount Abu Gujaratis reached the hill station

ઘસારો / માઉન્ટ આબુના હાલના અદભૂત દ્રશ્યો જોઈને ગુજરાતીઓ પહોંચી ગયા હિલસ્ટેશન, જુઓ કેવો છે નજારો

Kishor

Last Updated: 10:02 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદની સ્થિતિને લઈને હિલસ્ટેશન માઉન્ટ આબુની પ્રકૃતિ સોળે કળાએ ખિલી છે. આબુ પર જાણે સ્વર્ગ ઉતાર્યું હોય તેવું સોંદર્ય ખીલી ઉઠતાં પ્રવાસીઓનો પણ ઉમટી પડ્યા છે.

  • માઉન્ટ આબુ પર ખળખળ વહેતા ઝરણાનો નજરો
  • પહાડો પરથી પડતું આ ઝરણાના મનમોહક દ્રશ્યો
  • આબુ પર જાણે સ્વર્ગ ઉતાર્યું 

હિલસ્ટેશન માઉન્ટ આબુ પર પહાડ પરથી વહેતા ખળખળ ઝરણા મનમોહક લાગે છે. ઝરણું એટલી ઝડપે વહી રહ્યું છે કે જાણે આભ ફાટયું હોય. ભારે વરસાદ બાદ ભરાયેલા પાણી અને આ પાણીમાં  લોકો મજા માણી રહ્યા છે.  ગુજરાત બોર્ડર નજીક આવેલા રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં હાલ પ્રકૃતિ સોળે કળાએ ખિલી ઉઠી છે. માઉન્ટ આબુ ગુજરાતીઓ માટે પસંદગીનું સ્થળ છે. શનિ-રવિવારે અહીં મોટી સંખ્યામાં ગુજરાતીઓ આ વાતાવરણની મજા માણવા પહોંચી જાય છે.

પહાડોએ ઓઢેલી વૃક્ષોની લીલી ચાદર 
રાજસ્થાનના અનેક જિલ્લામાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે માઉન્ટ આબૂ હિલસ્ટેશન પર પણ વરસાદ લોકોને આકર્ષી રહ્યો છે. ધોધમાર વરસાદમાં પણ લોકો માઉન્ટ આબૂમાં ભિંજાવાની મજા માણી રહ્યા છે. તો બીજી તરફ માઉન્ટ આબુ પહાડ પરથી અનેક ઝરણાઓ સક્રીય થયા છે. વાદળો જાણે પહાડો સાથે વાતો કરતા હોય તેવા મનમોહક દ્રશ્ય માઉન્ટ આબૂમાં સર્જાયા છે. એટલું જ નહીં સહેલાણીઓને પણ વાદળો ભિંજવી દે તેવા દ્રશ્ય કેમેરામાં કેદ થયા છે. 

માઉન્ટ આબૂના બજારોમાં પણ ખરીદી માટે ભારે ભીડ
માઉન્ટ આબૂમાં આ કુદરતી નજારાનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં ગુજરાતથી પ્રવાસીઓ ઉમટી પડયા છે. સાથે જ માઉન્ટ આબૂના બજારોમાં પણ ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. માઉન્ટ આબૂના આ દ્રશ્યો હવે અનેક સહેલાણીઓને પોતાની તરફ આકર્ષી રહ્યા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ