ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / See which zodiac signs will open their fortunes today and who will be harmed
ADVERTISEMENT
આજનું પંચાંગ
15 02 2023 બુધવાર
માસ મહા
પક્ષ કૃષ્ણ
તિથિ દશમ
નક્ષત્ર જ્યેષ્ઠા
યોગ હર્ષણ
કરણ વણિજ બપોરે 1.10 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ વૃશ્ચિક (ન.ય.) સાંજે 7.15 પછી ધન (ભ.ધ.ફ.ઢ.)
આજનું દિન વિશેષ
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
સામાજિક સેવામાં રૂચિ વધશે. વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું. સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે. વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી.
વૃષભ (બ.વ.ઉ.)
શેર-સટ્ટાના કામકાજમાં લાભની સંભાવના છે. પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે. નાના-મોટા રોકાણથી લાભો થશે. માનસિક ચિંતાથી દૂર રહેવું
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
ધંધા-નોકરીમાં ઉત્તમ તક મળે છે. કુટુંબ પરિવારના સહયોગથી લાભ થશે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થશે. લે-વેચના કામકાજમાં લાભની સંભાવના.
કર્ક (ડ.હ.)
વ્યવસાયના કામમાં આવકમાં વૃદ્ધિ થશે. મશીનરીને લગતા કામકાજમાં ફાયદો થશે. ભાગીદાર પાર્ટનર સાથે યાત્રાના યોગ બની રહ્યો છે. સકારાત્મક વિચારોથી સાથીઓનો સહયોગ મળશે.
ADVERTISEMENT
સિંહ (મ.ટ.)
વ્યવસાયમાં નવા કામ મળશે. સાથી કર્મચારી અને સહયોગીથી લાભ થશે. મા-બાપના આશીર્વાદથી અધૂરા કામ પૂરાં થશે. તબિયતની બાબતે સાચવીને કામકાજ કરવું.
કન્યા (પ.ઠ.ણ.)
કોઈપણ પ્રકારની ઉધારી કરવી નહીં. લેવડ-દેવડ અને નાણાં બાબતે સાચવવું. મંગલપ્રસંગના કોઈ સારા સમાચાર મળશે. નજીકના સગા-વ્હાલાથી પરેશાની જણાય
ADVERTISEMENT
તુલા (ર.ત.)
સ્વાસ્થ્યની બાબતે સાવધાની રાખવી. ચંચળ સ્વભાવને સરળ બનાવો. કારણ વગરની યાત્રાથી બચવું. આપના કરેલા સારા કામની સરાહના થશે.
વૃશ્ચિક (ન.ય.)
નોકરી-ધંધામાં ધોખાઘડીથી બચવું. સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો. સાથી મિત્રોનો ઉત્તમ સહકાર મળશે. તબિયત બાબતે કાળજી રાખવી.
ADVERTISEMENT
ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. જવાબદારીવાળા કામમાં યશ મળશે. લાપરવાહીથી કરેલા કામમાં નુકસાન થશે. જૂના દર્દ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળશે.
મકર (ખ.જ.)
સગા સ્નેહીજનોથી આર્થિક સહકાર મળશે. કોઈપણ જાતના રોકાણ માટે સમય સારો નથી. સાથીઓને મદદ કરવાથી પ્રસન્નતા વધશે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાને લાભ જણાય
ADVERTISEMENT
કુંભ (ગ.સ.શ.ષ.)
મિત્રો દ્વારા માનસિક વ્યથા અનુભવાશે. પરિવારમાં મોટાની મીઠી નજરથી લાભ થશે. નોકરી-ધંધામાં લાભ થશે. ભાગીદારીથી મનમુટાવ જણાશે
મીન (દ.ચ.ઝ.થ.)
વાહન ચલાવવામાં કાળજી રાખવી. વેપાર-ધંધામાં મહેનત વધશે. ગત માણસો સાથે ઉધારીથી બચવું. માનસિક અશાંતિનો અનુભવ થશે.
જાણો આપના માટે ખાસ ઉપાય
શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12.00 થી 1.30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો