બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / See the top 10 excuses of Ahmedabadis to start taking mask fines again after elections in the state

સાહેબ કંઈક સમજી લો / રાજ્યમાં ચૂંટણી પછી ફરી માસ્કનો દંડ લેવાનું શરૂ, અમદાવાદીઓના ટૉપ 10 બહાના જુઓ

Shyam

Last Updated: 05:25 PM, 12 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પહેલા માસ્કનો મેમો આપવાની કામગીરી સસલાની ગતિએ ચાલી રહી હતી અને ચૂંટણી આવી જતાં પોલીસે આ કામગીરી કાચબાની ગતિએ કરી દીધી હતી.

  • માસ્ક ન પહેરવાના બહાનાઓની યાદી
  • ચૂંટણી પૂર્ણ થયા બાદ માસ્કનો દંડ લેવાનું કાર્ય ફરી તેજીથી શરૂ
  • માસ્ક ન પહેરનારા હવે લોકો અવનવાં બહાનાં કાઢી રહ્યા છે

‘સાહેબ દવાખાને જવું છે’, ‘મેડિકલ સ્ટોર પર દવા લેવા જઇ રહ્યો છું’, ‘સાહેબ સમજોને કંઈક, ચા-પાણીના લઇને જવા દો’ આવાં અનેક બહાનાં માસ્ક નહીં પહેરનાર અમદાવાદીઓ પોલીસ પાસે કરી રહ્યા છે. કોરોના વાઇરસની મહામારીમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. અને જો કોઇએ માસ્ક પહેર્યું ના હોય તો પોલીસ તેને એક હજાર રૂપિયા દંડ કરીને મેમો આપે છે. માસ્કનો મેમો ના મળે તે માટે હવે લોકો અવનવાં બહાનાં કાઢી રહ્યા છે ત્યારે પોલીસ પણ તેમનાં બહાનાંને સમજી ગઇ છે. 

માસ્કનો મેમો આપવાની કામગીરી સસલાની ગતિએ ચાલી રહી હતી. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી જતાં પોલીસે આ કામગીરી કાચબાની ગતિએ કરી દીધી હતી. પોલીસ ઇલેક્શન સાચવી લીધા બાદ હવે ક્રિકેટના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત છે ત્યારે રોજના 20 જેટલા માસ્કના મેમો ફાડવાનો એક ટાર્ગેટ પણ પોલીસને અપાયો છે. 

માસ્ક ન પહેરવાના બહાનાઓની યાદી

  • મેડિકલ સ્ટોર પર અર્જન્ટ દવા લેવા માટે જવું છે. 
  • શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે ડોક્ટરે માસ્ક પહેરવાની ના પાડી છે.
  • ચા પીવા ઊભો રહ્યો એટલે હમણાં જ માસ્ક કાઢ્યું. 
  • ખિસામાં માસ્ક પડ્યું છે પણ પહેરવાનું રહી ગયું છે. 
  • પપ્પા બીમાર છે તેમને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે.
  • મારા સગા પોલીસ અફિસર છે તમે કહો તો હું વાત કરાવી દઉ.
  • હું લાઇન બોય છું મારા પિતા પોલીસ કર્મચારી છે. 
  • સાહેબ મારી જોડે રૂપિયા નથી ચા પાણીના લઇને જવા દો ને. 
  • માસ્ક નાકની નીચે હતું ઉપર લગાવવાનું ભૂલી ગયો. 
  • ઘરે બબાલ થઇ છે એટલે ગુસ્સામાં માસ્ક લેવાનું ભૂલી ગયો. 

કોરોનાએ વિદાય લઈ લીધી છે. તેવી નબળી માનસિકતા ધરાવતા લોકો દિવાળીની ખરીદીમાં વ્યસ્ત હતા. ત્યારે શહેરમાં કોરોના બ્લાસ્ટ થયો હતો. જેને રિકવર કરતાં તંત્રની આંખમાં પાણી આવી ગયું હતું અને શહેરમાં હટાવી દેવાયેલો કરફર્યુ ફરીથી લગાવી દેવામાં આવ્યો હતો. ચૂંટણીના તંબુ ઊઠી જતાં શહેરની કેટલીક જગ્યાએ કોરોના ટેસ્ટના તંબુ મુકી દેવામાં આવ્યા છે ત્યારે હવે પોલીસ પણ હરકતમાં આવી છે. 

દિવાળી પછી અને ચૂંટણી પહેલાં માસ્ક નહીં પહેરનાર લોકોને એક હજાર રૂપિયા દંડ આપવામાં આવતો હતો. જેના કારણે સવારથી લઇ સાંજ સુધી પોલીસ મેદાનમાં આવી જતી હતી અને વાહનચાલકો, રાહદારી, ગાર્ડનમાં વોકિંગ કરવા જતા લોકો સહિતના લોકો કે જેમણે માસ્ક પહેર્યા નથી. તેમને મેમો આપવામાં આવતો હતો. 

ચૂંટણી આવી જતાં પોલીસની આ કામગીરી પર રોક લાગી ગઇ હતી. અને તેમને મેમો આપવાની પ્રકિયા ધીમી કરી દીધી હતી. પરંતુ ચૂંટણી પતી ગયા બાદ પોલીસે ફરીથી માસ્ક નહીં પહેરનાર સામે મેમોનું શસ્ત્ર ઉગામ્યું છે. કંટ્રોલમાં આવેલો કોરોના ફરી વકરી રહ્યો છે જેને જોતાં હવે પોલીસે માસ્ક નહીં પહેરનાર તેમજ સોશિયલ ડિસ્ટન્ટનું પાલન નહીં કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે. 

જે લોકોએ માસ્ક નહીં પહેર્યું હોય તેમને પોલીસ દંડી રહી છે ત્યારે દંડની રકમથી બચવા માટે અમદાવાદીઓ અનેક બહાનાં કાઢી રહ્યા છે. પોલીસ સમક્ષ બહાનાંની કોઇ અસર નહીં થતાં છેવટે અમદાવાદીઓ લાંચનું શસ્ત્ર ઉગામે છે. 100 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની લાંચ અમદાવાદીઓ પોલીસ કર્મચારીને ચા પાણી પેટે આપી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ