બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Second day of bulldozer action in Dwarka, pressure relief on 4 lakh square feet of land
Mahadev Dave
Last Updated: 09:00 PM, 12 March 2023
ADVERTISEMENT
દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં યાત્રાધામ હર્ષદ ખાતે આજે બીજા દિવસે જેસીબી હિટાચી જેવા મશીનો દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયુ હતું. જેમાં જિલ્લા પોલીસ વડાના માર્ગ દર્શન હેઠળ 800થી વધુ પોલીસ જવાનોની ટીમો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલેશન યથાવત રહ્યું હતું. આ દરમિયાન 60 કોમર્સિયલ 150 રેસિડેન્ટ સહીત 7 ધાર્મિક સ્થળો પર 9.5 લાખ ફૂટ જમીન ખુલ્લી કરાઈ હતી.
ADVERTISEMENT
4 લાખ સ્કેવર ફૂટ જમીન પરનું દબાણ દૂર કરાયું
કલ્યાણપુર તાલુકાના યાત્રાધામ હર્ષદ ખાતે સતત બીજા દિવસે મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું. હર્ષદ ખાતે બંદર વિસ્તારમાં મેગા ડિમોલેશન યથાવત રહ્યું હતું આજે બીજા દિવસે 4 લાખ સ્કેવર ફૂટ જમીન પરનું દબાણ દૂર કરાયું હતું કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનો પરના દબાણો દૂર કરાયા હતા. જેસીબી હિટાચી જેવા મશીનો દ્વારા તંત્ર દ્વારા ગેરકાયદેસર જમીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવી હતી.
800 થી વધુ પોલીસ જવાનોની ટીમ તૈનાત
દ્વારકા જિલ્લાનું સૌથી મોટુ મેગા ડિમોલેશન હર્ષદમા હાથ ધરી જિલ્લા પોલીસ વડાના માર્ગ દર્શન હેઠળ 800 થી વધુ પોલીસ જવાનોની ટીમો સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન દરિયાઈ વિસ્તારમાં 60 કોમેર્ષીયલ 150 રેસીડેન્ટ સહીત 7 ધાર્મિક સ્થળો પર 9.5 લાખ ફૂટ જમીન પરના ગેરકાયદેસર દબાણો ખડકાયેલા હોઈ તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી સમયમાં પણ દબાણો હટાવવાની કામગીરી ચાલુ રહેશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.