બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Schedule for the Men's ODI Asia Cup 2023 announced. India to take on Pakistan on 2nd September at Kandy in Sri Lanka

રસિયાઓને નહીં પડે મેચની ખોટ / વર્લ્ડ કપ પહેલા ભારત-પાકની આ તારીખે થશે ટક્કર, એશિયા કપનું શિડ્યુઅલ થયું જાહેર

Hiralal

Last Updated: 07:43 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાક.ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલે આખરે મેન્સ એશિયા કપ 2023નું શિડ્યુઅલ જાહેર કરી દીધું છે.

  • પાક.ક્રિકેટ બોર્ડ અને એશિયન કાઉન્સિલે જાહેર કર્યું એશિયા કપનું શિડ્યુઅલ
  • 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે એશિયા કપ
  • 2 સપ્ટેમ્બર ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકામાં મેચ 

 2023માં બે મોટા ક્રિકેટ કપ રમાવાના છે. 

લાંબી રાહ જોવડાવ્યાં બાદ હવે મેન્સ એશિયા કપ 2023નો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. પાક.ક્રિકેટ બોર્ડ અને એશિયન કાઉન્સિલે મેન્સ એશિયા કપ 2023નો કાર્યક્રમ બહાર પાડ્યો છે. એશિયા કપ પહેલી વખત હાઈબ્રિડ મોડલમાં રમાશે. જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર, આ ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટથી શરૂ થશે અને ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે. પ્રથમ મેચમાં પાકિસ્તાનનો મુકાબલો નેપાળ સામે થશે.  ટૂર્નામેન્ટમાં કુલ ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે, જ્યારે બાકીની મેચોની યજમાની શ્રીલંકા કરશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે શ્રીલંકામાં મેચ 
ભારત અને પાકિસ્તાન 2 સપ્ટેમ્બરે શ્રીલંકામાં ટકરાશે.  આ પછી ભારતીય ટીમ 4 સપ્ટેમ્બરે નેપાળ સામે મેદાનમાં ઉતરશે. ગ્રુપ સ્ટેજમાં શ્રેષ્ઠ દેખાવ કરનારી ચાર ટીમો સુપર ફોરમાં પ્રવેશ મેળવશે. બંને ટીમો વચ્ચે સુપર ફોરમાં શાનદાર દેખાવ કરતાં ટૂર્નામેન્ટની આખરી મેચ રમાશે.

પહેલી વાર હાઈબ્રિડ મોડલમાં રમાશે એશિયા કપ

એશિયા કપ માટે ખૂબ લાંબી મથામણ ચાલી હતી આખરે પાકિસ્તાને તેની લીલીઝંડી આપી દીધી હતી. હાઈબ્રિડ મોડલ એટલે બે અલગ અલગ ઠેકાણે મેચો રમાવડી. એશિયા કપની કુલ 13 મેચોમાંથી 4 મેચ પાકિસ્તાનમાં અને 9 મેચ શ્રીલંકામાં યોજાશે. 

5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડ કપ
ઉલ્લેખનીય છે કે એશિયા કપ પૂરો થયા બાદ પંદર દિવસ પછી એટલે 5 ઓક્ટોબરથી ભારતમાં વનડે વર્લ્ડ કપ રમાવાનો છે જેમાં 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન ટકરાશે. 

એશિયા કપ 2023નું શેડ્યૂલ)
30 ઓગસ્ટ - પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ - મુલ્તાન
31 ઓગસ્ટ - બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા - કેન્ડી
2 સપ્ટેમ્બર - ભારત વિરુદ્ધ પાકિસ્તાન - કેન્ડી
3 સપ્ટેમ્બર – બાંગ્લાદેશ વિ. અફઘાનિસ્તાન - લાહોર
4 સપ્ટેમ્બર - ભારત વિરુદ્ધ નેપાળ - કેન્ડી
5 સપ્ટેમ્બર – શ્રીલંકા વિ. અફઘાનિસ્તાન – લાહોર
6 સપ્ટેમ્બર – સુપર ફોર – એ1 વિરુદ્ધ બી2 – લાહોર
9 સપ્ટેમ્બર – બી1 વિરુદ્ધ બી2 – કેન્ડી
10 સપ્ટેમ્બર - એ1 વિરુદ્ધ એ2 – કેન્ડી
12 સપ્ટેમ્બર : એ2 vs એ1 - દામ્બુલા
14 સપ્ટેમ્બર – એ1 વિરુદ્ધ બી2 – દામ્બુલા
15 સપ્ટેમ્બર – એ2 વિરુદ્ધ બી2 – દામ્બુલા
17 સપ્ટેમ્બર - ફાઈનલ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ